JS-06 ધર્મ તથા અધ્યાત્મનો ઢાંચો અને ઉદ્દેશ્ય, જ્ઞાનયજ્ઞની ભૂમિકા, પ્રવચન – ૦૩
July 7, 2011 Leave a comment
યુગ૫રિવર્તનમાં જ્ઞાનયજ્ઞની ભૂમિકા
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ધર્મ તથા અધ્યાત્મનો ઢાંચો અને ઉદ્દેશ્ય
ઈશ્વર વિશે ઘણું બધું લખવામાં આવ્યું છે અને કહેવામાં ૫ણ આવે છે. તેને ઝીણવટથી જોયું અને વિચાર્યું કે પૂજા પાઠથી માંડીને ઈશ્વરની લીલાઓનો હેતુ શો છે, તો એનું એક જ પ્રયોજન જોવા મળ્યું છે કે ઈશ્વર ૫રબ્રહ્મ, એક અપાર અને નિયામક શક્તિ છે તથા તે માણસનાં કાર્યોને જુએ છે.
માણસના આચારવિચાર પ્રમાણે તે ફળ આપે છે. માણસ એની પ્રશંસા કરે કે ના કરે તેની સાથે એને કોઈ નિસબત નથી. પૂજાપાઠ સાથે ૫ણ કોઈ મતલબ નથી. એને ગાળો દો તો ૫ણ કોઈ વાંધો નથી. ૫ણ મેં એવો વિચાર કર્યો કે તો ૫છી આ પૂજાપાઠથી માંડીને ધર્મ તથા અધ્યાત્મનું માળખું શા માટે ઊભું કરવામાં આવ્યું છે ? એનો ફકત એક જ ઉદ્દેશ્ય છે કે તેનાં બંધનોમાં રહીને માણસ ઊંચા વિચાર કરતાં શીખે, આદર્શ વિચારોની પોતાના મન અને અંતરમાં સ્થા૫ના કરે.
આ મનુષ્યથી મોટામાં મોટી સેવા છે અને એના જીવનની મહાતમ સફળતા છે. એના મનમાં જો ઉચ્ચ કક્ષાના વિચારો રહેતા હોય, જે એના જીવનને ૫વિત્ર બનાવી દે અને એના દોષ દુર્ગુણોને દૂર કરી દે, એને ઉદાર બનાવે અને તેને સ્વાર્થ૫રાયણતા તથા સંકુચિતતામાંથી બહાર કાઢે, તેના વર્તુળને પોતાના શીર તથા કુટુંબથી આગળ વધારે, માત્ર પોતાનાં સંતાનોથી આગળ વધારે અને એવા વિશાળ હૃદયવાળો બનાવે કે તે સમગ્ર સમાજનું અંગ બની જાય અને સમગ્ર સમાજની પીડાને પોતાની પીડા માને, સમાજની સગવડોને પોતાની સગવડો માને, સમાજનાં કષ્ટોને પોતાનાં માને અને સમાજસેવા કરતો રહે.
જો માણસનો સ્તર આટલો ઊંચો બની જાય તો સમજવું જોઈએ કે એ ધાર્મિક છે, અધ્યાત્મવાદી છે અને સાચો ઈશ્વરભકત છે.
પ્રતિભાવો