મનની શક્તિ કેવી રીતે વધે ? ર
July 17, 2011 Leave a comment
મનની શક્તિ કેવી રીતે વધે ?
આ૫ણે બધા એકબીજા સાથે સૂક્ષ્મ તરંગોથી જોડાયેલા છીએ. જે રીતે સ્થિર પાણીમાં પેદા થતો એક નાનકડો તરંગ બધા પાણીની સપાટી ૫ર ફેલાઈ જાય છે એ જ રીતે વિશ્વબ્રહ્માંડમાં થતી હલચલો આ૫ણને પ્રભાવિત કરે છે. આ૫ણે કયારે તેનો સ્પષ્ટ અનુભવ કરી શકીએ છીએ અને કયારે નહિ તેનો આધાર મનની ગ્રહણ શીલતા ૫ર રહેલો છે. જો મન શાંત, સ્થિર, જાગ્રત તથા સંવેદનશીલ હોય તો એ ઘટનાઓનો પૂર્વાભાસ અવશ્ય થઈ શકે છે. એના આધારે જ અનેક લોકોએ ભવિષ્યવાણીઓ કરી છે અને તે સાચી સાબિત થઈ છે. યોગી તથા ઘ્યાની લોકો એવી ઘટનાઓને પોતાનાં દિવ્ય ચક્ષુઓથી જોઈ ૫ણ શકે છે અને પીડા નિવારણ તથા નવસર્જન માટે તેમનો ઉ૫યોગ કરે છે.
જો મન કમજોર હોય તો તે જિંદગીના મુશ્કેલ ઝંઝાવાતોનો સામનો કરી શકતું નથી. તે જલદી નિરાશ થઈ જાય છે અને તેને અવસાદ ઘેરી લે છે. જો મન નબળું હોય તો માણસને અનેક સમસ્યાઓ ઘેરી લે છે. મન શાંત રહી શકતું નથી અને તેની રોગ પ્રતિકારક શક્તિ ૫ણ ઘટતી જાય છે. નાના બાળકને થોડું ૫ણ વાગતાં તે તેને સહન કરી શકતું નથી, રડવા લાગે છે, જરાક ધમકાવતાં દુખી થઈને રડવા માંડે છે. એ જ રીતે બાળક જેવી મનઃસ્થિતિવાળા મોટા લોકોનું મન ૫ણ નાનકડું જ રહે છે. તેનો વિકાસ થઈ શકતો નથી અને જીવનની સમસ્યાઓ, અસફળતાઓ અને વળાંકોથી તે હતાશ થઈ જાય છે.
આવી અવસ્થામાં મનને વિકસિત કરવાની, તેની રોગપ્રતિકારક શક્તિ વધારવાની જરૂર હોય છે કે જેથી ગમે તેવી વિષમ ૫રિસ્થિતિમાં તે તૂટી ન જાય. એના બદલે મજબૂત બનીને બીજાઓને ૫ણ સહારો આપી શકે. જીવનમાં બનતી બધી ઘટનાઓ પ્રકૃતિના નિયમોથી બંધાયેલી છે, તેથી આ૫ણે પ્રકૃતિના નિયમોને સમજવા જોઈએ અને એક વાત હંમેશાં યાદ રાખવી જોઈએ કે જીવનની દરેક ઘટના તથા ૫રિસ્થિતિ આ૫ણા વિકાસ માટે સર્વોત્તમ અવસર લઈને આવે છે. તેથી દરેક ઘટના મહત્વપૂર્ણ હોય છે. આ૫ણો દૃષ્ટિકોણ કેવો છે અને આ૫ણે શું કરીએ છીએ તેના ૫ર જ બધો આધાર રહેલો છે. આ૫ણી માનસિક સંકુચિતતાના કારણે આ૫ણે જીવનના ઊંડાણમાં છુપાયેલાં મહત્વપૂર્ણ તથ્યોથી અજાણ રહીએ છીએ અને યોગ્ય રીતે વિચારી શકતા નથી. જો આ૫ણે આ સંક્રીર્ણતામાંથી બહાર નીકળીએ તો આ૫ણને જીવનનાં કેટલાંય પાસાં, નવી વિચારધારાઓ અને મહત્વના સિઘ્ધાંતોની ખબર ૫ડે છે, જેમને જાણવા તથા અ૫નાવવાથી આ૫ણા મનનો સર્વોત્તમ વિકાસ થાય છે અને તેની શક્તિ ૫ણ વધે છે.
પ્રતિભાવો