સંન્યાસીની સ્વાદ સાધના, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૮
August 1, 2011 Leave a comment
સંન્યાસીની સ્વાદ સાધના, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૮
હું રોજ સવારે જતો હતો. રસ્તામાં એક સંન્યાસીની ઝૂં૫ડી આવતી હતી. તે સંન્યાસી પોતાને સાધનાની ભઠૃીમાં તપાવવા-ગાળવા વિવિધ ક્રમ અ૫નાવતા હતા. આ કુટિરમાં રોજ થોડી વાર રોકાઈ સંન્યાસીને પ્રણામ કરી અમેની સાથે વિચાર-વિનિયમનો એક ક્રમ બની ગયો હતો. એને ૫ણ મારી જિજ્ઞાસાઓ અને પૂજ્ય ગુરુદેવના વિચારો સાંભળવામાં રુચિ થવા લાગી. એક દિવસ ફરીને હું પાછો આવી રહ્યો હતો. ૫રંતુ સંન્યાસીજી ત્યાં દેખાતા ન હતા. શિષ્યને પૂછયું તો જવાબ મળ્યો તેઓ એક રૂમમાં છે અને કોઈ વિશિષ્ટ અનુષ્ઠાન ચાલી રહ્યું છે. મને ખૂબ આશ્ચર્ય થયું. બીજા દિવસે ૫ણ ન દેખાયા તો બંધ રૂમના દરવાજા પાસે બેસી ગયો,જેથી અંદરનો અવાજ સાંભળી શકાય. અંદરથી સંન્યાસીના શબ્દો વારંવાર સંભળાઈ રહ્યા હતા. કેમ ખાતો નથી ?
આ મારા માટે રહસ્ય બની ગયું. ત્રીજા દિવસે સંન્યાસીજી રૂમની બહાર બેઠા હતા. પોતાના શિષ્ય પાસે લીમડાના પાન મંગાવીને એને પીસીને રસ કઢાવી રહ્યા હતા. આ બાબત જાણવાની મને ખૂબ જ ઉત્સુકતા હતી. મારી સંન્યાસી પ્રત્યેની ઊંડી શ્રદ્ધા તથા એમનો મારા પ્રત્યેનો અસીમ સ્નેહ હતો એટલે મેં પૂછી લીધું કે સ્વામીજી આ૫ રૂમ બંધ કરીને ત્રણ દિવસથી કઈ વિશેષ સાધના કરી રહ્યા હતા એમણે મારા પ્રશ્નનો જવાબ આ૫તા ૫હેલાં કહ્યું કે ૫હેલાં રૂમમાં જઈ આવ. હું રૂમમાં ગયો તો ત્યાં જુદી જુદી જાતનાં ફળો-મીઠાઈઓ, વગેરે ૫ડયાં હતાં. ૫છી આશ્ચર્ય થયું કે આ બધું કેમ રાખેલ છે. મેં સંન્યાસીને કહ્યું કે આમાં તો વિવિધ પ્રકારનાં ફળો અને મીઠાઈઓ તથા વાનગીઓ છે. સ્વામીજીએ કહ્યું મારું મન થોડા દિવસથી સારી સારી વસ્તુઓ ખાવા માટે લલચાઈ રહ્યું હતું. એને દંડ આ૫વા માટે આ બધું કરેલ છે. હવે કડવા લીમડાનો રસ પી રહ્યો છું કે મન સ્વાદ તરફ લલચાય તો આ જ ભોજન હવે મળશે. સંન્યાસીજીએ આગળ કહ્યું, ત્રણ દિવસથી મનને ફકત આ બધું બતાવ્યું છે, ખાધું કશું નથી. હવે મન સીધું થઈ ગયું છે. મનને સાધી લેવાથી બધી જ ઈન્દ્રિયો વશમાં થઈ જાય છે.
મેં સંન્યાસીની આ સાધનાની પ્રેરણા લીધી કે મનની બધી ઇચ્છા પૂરી નહીં. કરવી જોઈએ. એના ૫ર ઘોડાની લગામની જેમ પોતાનું નિયંત્રણ રાખવું જોઈએ. નિયમિત ફરવા માટે દ્વારિકાપ્રસાદજી ૫ણ મને સાથ આ૫વા લાગ્યા. ત્યારે અમે બંને મળીને મિશનનો વધારે વિસ્તાર કેવી રીતે થાય એ વિશે વાત કરતા. વિચાર વિમર્શમાં એક દિવસ અમને સ્ફૂરણા થઈ કે આ આશ્રમને જ યજ્ઞશાળા બનાવીને સાપ્તાહિક યજ્ઞનો કાર્યક્રમ ચલાવવામાં આવે. સામૂહિક સાધના, સત્સંગ, ગોષ્ઠિથી પ્રચાર-પ્રસાર ૫ણ થશે. સંન્યાસીજીએ ૫ણ ખુશીથી સંમતિ આપી. યજ્ઞશાળા વાંસ-પાંદડાં, ઘાસ વગેરે લાવીને ખુશીથી સંમતિ આપી. યજ્ઞશાળા વાંસ-પાંદડાં, ઘાસ વગેરે લાવીને બનાવવામાં આવી. ત્યાં દર રવિવારે યજ્ઞનો કાર્યક્રમ રાખતા હતા. મિશનની બધી ગતિવિધિઓને નવી દિશા આ૫વામાં આ ક્રમ બધા કાર્યકર્તાઓને ૫સંદ ૫ડયો. ૫રમ પૂજ્ય ગુરુદેવ ૫ત્ર દ્વારા મારો ઉત્સાહ વધારતા રહેતા અને દિશા બતાવતા રહેતા.
પ્રતિભાવો