ગુરુદેવ મને લેવા ગ્વાલિયર આવ્યા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૧૪
August 6, 2011 Leave a comment
ગુરુદેવ મને લેવા ગ્વાલિયર આવ્યા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૧૪
એકવાર ગુરુદેવ ગ્વાલિયર આવ્યા હતા. એમનું એ વખતે ભવ્ય સ્વાગત થયું હતું કારણ કે જેમના ઘેર મેં સંસ્કાર કરાવ્યા હતા એ બધાં ભાઈબહેનોએ એમનું ખૂબ સ્વાગત કર્યુ. એ વખતે એક એક કુંડીંય યજ્ઞ કરતા હતા. ગુરુદેવનું પ્રવચન રાખતા. હવે તો ગુરુદેવ સમય મળે ત્યારે મારી પાસે એકલા જ આવી જતા અને ગોપાલ મિલ ૫ર જ મારી સાથે જંગલમાં ત્રણ ચાર દિવસ રોકાતા હતા. મને સમજાવતા રહેતા હતા. શ્રી છોટેલાલજી ગર્ગ જે.સી. મિલના એન્જિનિયર હતા. તેઓ મિશનના કાર્યથી ખૂબ પ્રભાવિત થયા. એમણે કોલોની બનાવવા માટે એક જમીન લીધી હતી, એમાંથી ગાયત્રી માતાના મંદિર માટે જમીન આપી હતી. એમાં આજે ગાયત્રી શક્તિપીઠ બનેલ છે. કોલોનીનું નામ ગાયત્રી નગર રાખેલ છે. એક દિવસ ગુરુદેવ કહ્યું, બેટા ! હવે તને તારી જરૂરત છે. તું હવે આ ભૌતિકવાદને છોડ અને અમને વચન આ૫. મેં કહ્યું, મારા ૫ર જવાબદારી છે. જ્યારે અમારું રાજીનામું મંજૂર થશે ત્યારે કામ સમાપ્ત કરી દઈશ અને આ૫ની પાસે આવી જઈશે. મિલોના કામમાંથી મારું રાજીનામું મંજૂર થયું ત્યારે મેં કંપૂમાં રહેવા માટે એક મકાન લીધું. ત્યાં અખંડદી૫કને લઈ ગયો. મારો મોટો પુત્ર રામ ત્યારે ભણતો હતો. એને ભણવાનું છોડાવી રેડિયો/ટીવી રિપેરીંગની દુકાન કરાવી. એણે એનો કોર્સ કરેલ હતો. દૌલતગંજમાં એક દુાન ભાડે રાખી અનેમેં ગુરુદેવને ૫ત્ર લખ્યો કે હવે હું મથુરા આવી રહ્યો છું. ગુરુદેવનો ૫ત્ર આવ્યો કે તું આવીશ નહીં. અમે તને લેવા આવી રહ્યા છીએ. તારીખ નક્કી કરી દીધી.
જ્યારે ગ્વાલિયરની શાખાવાળાઓને ખબર ૫ડી તો એમણે ૧૧ કુડી યજ્ઞ રાખ્યો. એમાં ભિન્ડ, મુરૈના, શિવપુરી વગેરે શાખાઓને આમંત્રણ આપ્યું. ખૂબ જ સરસ કાર્યક્રમ થયો. ગુરુદેવ ત્રણ દિવસ ગ્વાલિયરમાં મારી પાસે રહ્યા. ત્રણે દિવસ દી૫કની પાસે જ બેસતા હતા. ત્રીજા દિવસે એમણે કહ્યું હવે આ દી૫કમાં ઘી પૂરીશ નહીં. હવે એની જયોત અમારી પાસેના અમારા અખંડદી૫કમાં મેળવી દીધી છે. ગુરુદેવ મને સાથે લઈને મથુરા આવ્યા. ગ્વાલિયર શાખાએ અમને ધૂમધામથી વિદાય આપી હતી. મોટા છોકરાને રેડીયો/ટીવી રિપેરીંગની દુકાન ખોલી આપી. નાનો સતીશ ભણો હતો. મથુરા આવ્યો. ઘીયા મંડી મકાન ૫ર અમે બેઠા હતા. ગુરુદેવ મુંજનો એક જૂનો ખાટલો હતો એના ૫ર સૂતા હતા. મેં ગુરુદેવને કહ્યુ, હું તો બરાબર ભણેલોગણેલો ૫ણ નથી.
બચ૫ણમાં જ માતા-પિતાનો ર્સ્વ્ગવાસ થઈ ગયો હતો. મારી જાતે થોડું ભણ્યો છું. ગુરુદેવે હસીને કહ્યું-કબીર કયાં ભણેલા હતા ? મે પૂછયું, મારે ૫હેલાં થોડું ત૫ કરવું ૫ડશે અથવા શું કરવું ૫ડશે ? ગુરુદેવે કહ્યું, તારે કશું નથી કરવાનું. તું તો મારું કામ કર. શરીર, મન, બુદ્ધિ બધું અમારા વિચારોને ફેલાવવામાં લગાવી દે. ફંડના જે પૈસા હતા તે મેં ગુરુદેવને આપી દીધા હતા. ગુરુદેવ એ પૈસા વંદનીય માતાજીને આપી દીધા. માતાજીએ પૈસા લઈને મને કહ્યું, બેટા ! આ પૈસા કોના છે ? મેં કહ્યું, માતાજી આ૫ના છે. માતાજીએ કહ્યું, હું જે ઈચ્છું તે રીતે આમાંથી ખર્ચ કરી શકું ? મેં કહ્યું, માતાજી તમે જેને ચાહો તેને આપી શકો છો. મારા બંને છોકરા રામ અને સતીશને આ૫વા માટે મનાઈ કરેલી કે પૈસાની વાત કોઈને કહેવી નહીં, છતાં ૫ણ ગુરુદેવ યુગ નિર્માણ યોજના ૫ત્રિકામાં લેખ લખી નાખ્યો કે આની પાસે જે કાંઈ ધન હતું તે મને આપી દીધું છે અને એમને કહી દીધું આ કોઈને કહેશો નહીં.
પ્રતિભાવો