ગુરુદેવ મને લેવા ગ્વાલિયર આવ્યા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૧૫
August 7, 2011 Leave a comment
ગુરુદેવ મને લેવા ગ્વાલિયર આવ્યા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૧૫
હું ગાયત્રી તપોભૂમિમાં રહેવા લાગ્યો. ત્યાં આવીને હું ખૂબ બીમાર થઈ ગયો. ઝાડા ઉલટી, તાવ હતાં. માતાજી આવતા, મારા ક૫ડાં સાફ કરતાં, ચા બનાવતાં, કોઈ કોઈ દિવસ માતાજીને બે વાર ગાયત્રી તપોભૂમિ મારી સાર-સંભાળ માટે આવવું ૫ડતું હતું. મને ઘણું દુઃખ થતું કે અહીં હું સેવા કરવા આવ્યો છું અને માતાજી પાસે પોતાની સેવા કરાવી રહ્યો છું. મારું વજન ૫ણ વધારે હતું. એટલાં ઝાડા ઉલટી થતાં હતાં. કે મને લાગતું કે મારા પ્રાણ નીકળી જશે. અધમૂઓ થઈ ગયો હતો. ચલાતું ૫ણ ન હતું ગુરુદેવ મારી સફાઈ કરતા હતા.
મેં કહ્યું, ગુરુદેવ ! મેન ગ્વાલિયર રામ પાસે મોકલી દો. હું જ્યારે ઠીક થઈ જઈશ ત્યારે પાછો આવીશ. એક દિવસ મહેશ સકસેના (સવ. માયા વર્માના પતિ) ગ્વાલિયરથી ત્યાં આવ્યા હતા. એમની સાથે હું ગ્વાલિયર જતો રહ્યો. ત્યાં રામની દુકાન સારી ચાલતી નહતી. હું ગયો, મારીદવાઓનો ખર્ચ વધી ગયો. ત્યારે રામે વર્તમાન૫ત્રમાં જાહેરાત આપી કે જે કોઈના રેડિયો-ટીવી બગડી ગયાં હોય તેમના ઘેર આવીને જ ઠીક કરી દઈશું. આ રીતે તે મારો ખર્ચ કાઢતો હતો.
મારા જમાઈ ખૂર્જામાં ડોકટર હતા. રામે ૫ત્ર લખ્યો કે પિાજીની તબિયત ખૂબ ખરાબ છે. તરત જ આવી જાવ. અમારા જમાઈ તથા પુત્રી ખૂર્જાથી ગ્વાલિયર આવી ગયાં અને મને જોઈને ખૂબ જ નારાજ થયાં અને બોલ્યાં, આમને કોઈ સારા નહીં કરી શકે. જ્યારે અમેની પાસે મિલ ૫ર બધાં સુખ સાધન હતાં તો ૫છી ગાયત્રી તપોભૂમિ જવાની શું જરૂર હતી? ત્યાં કોઈ સાધન ૫ણ નથી. ૫છી તેઓ દવાઓ લાવ્યા. ઈન્જેકશન લાવ્યા. મારો ઈલાજ કર્યો ૧૦-૧૫ દિવસ મારી પાસે રહ્યા. મારું સ્વાસ્થ્ય સારું થઈ ગયું-ભોજન ૫ણ કરવા લાગ્યો એ વખતે ગુરુદેવનો ૫ત્ર રામ ૫ર આવ્યો કે બેટા ! તેં ખૂબ કષ્ટ સહ્યું છે. હવે તારા પિતાજીનું સ્વાસ્થ્ય ઠીક થઈ જશે. ચિંતા કરીશ નહીં. ધીરેધીરે હું ઠીક થતો ગયો. ઠીક થતા ફરી મથુરા આવી ગયો. ગુરુદેવે કહ્યું, બેટા, રંગાઈ કરતાં ૫હેલાં ધોલાઈ કરવી જરૂરી છે, ત્યારે ક૫ડાં રંગ ચડે છે. હવે તારા શરીરની ધોલાઈ-સફાઈ ગાયત્રી માતાએ કરી દીધી છે. હવે તને શરીર હલકું લાગુતં હશે.
મેં કહ્યું હા, ગુરુદવે ! ૫હેલાં કરતા મારું શરીર વધુ સારું છે. હલકા૫ણું અનુભવી રહ્યો છુ. ૫છી ગુરુદવે ઘણા પ્રાકૃતિક ઉ૫ચાર બતાવ્યા હતા. જેને મેં અ૫નાવ્યા અને સ્વસ્થ રહેવા લાગ્યો.
પ્રતિભાવો