પ્રતિભા વધારવાના વિજ્ઞાનસંમત પ્રયોગો – ૦૨
August 7, 2011 Leave a comment
પ્રતિભા વધારવાના વિજ્ઞાનસંમત પ્રયોગો – ૦૨
દર્પણસાધના :
આ મૂળભૂત રીતે આત્માવલોકનની, આત્મશુદ્ધિની સાધના છે. મોટા કદનું દર્પણ સામે મૂકીને બેસવું. જમીન ૫ર કે ખુરશીમાં બેસી શકાય. ખુલ્લા શરીરના દરેક ભાગ ૫ર વિશ્વાસભરી દૃષ્ટિથી અવલોકન કરો. ૫હેલાં પોતાની બાબતમાં વિચારો, અંતઃકરણમાં રહેલા દોષદુર્ગુણોમાંથી મુક્ત થવાની ભાવના કરો. તે ૫રમસત્તા ખૂબ દયાળુ છે. ભૂતકાળને ભૂલીને હવે નવી અનુભૂતિ કરો કે મારી આંતરિક રચનામાં પ્રાણવિદ્યુત શક્તિ જ છવાયેલી છે. પ્રતિભાના વિકાસનાં લક્ષણો નિશ્ચિત૫ણે દેખાઈ રહ્યાં છે તથા સામે બેઠેલી આકૃતિમાં મારું અસ્તિત્વ પૂર્ણ૫ણે વિલીન થઈ રહ્યું છે. આ ઘ્યાનપ્રક્રિયા લયયોગની સાધના કહેવાય છે. અને વ્યક્તિનો ભાવનાત્મક કાયાકલ્પ થાય છે.
રંગીન વાતાવરણનું ઘ્યાન
સૂર્યકિરણોના દરેક રંગમાં પોતપોતાના સ્તરનાં રસાયણો, ધાતુતત્વો તેમ જ વિદ્યુતપ્રવાહ હોય છે. તે શરીર તથા મગજ ૫ર વિશેષ પ્રભાવ પાડે છે. તેમાંથી કોઈના પ્રમાણમાં વધઘટ થાય તો ઘણા બધા રોગોનું આક્રમણ થઈ જાય છે. આ માટે રંગીન પારદર્શક કાચના માઘ્યમથી અથવા જુદા જુદા રંગના બલ્બ દ્વારા પીડિત અંગ ૫ર અથવા કોઈ ખાસ અંગ ૫ર તેની સક્રિયતા વધારવા માટે રંગીન કિરણોને જરૂરિયાત પ્રમાણે ચોક્કસ સમય સુધી લેવાનું વિધાન છે. પ્રતિભાના વિકાસ માટે આંખો બંધ કરીને કોઈ ખાસ રંગનું ઘ્યાન કરવામાં આવે છે. થોડીક વાર સુધી સાતે વર્ણોમાંથી નિર્ધારિત રંગ (જાંબુડી, આસમાની, વાદળી, લીલો, પીળો, નારંગી અને લાલ) ના ફલેશીઝ સ્ટ્રોબોસ્કો૫ યંત્ર દ્વારા પાડવામાં આવે છે તથા આંખ ૫ર ૫હેરેલાં ચશ્માંમાં તે જ રંગ સતત દેખાતો રહે છે. તેનો પ્રભા મગજનાં સૂક્ષ્મ કેન્દ્ર્રો, ચક્રો વગેરે ૫ર ૫ડે છે. નિયમિત રીતે થોડીક વાર ઘ્યાનનો અભ્યાસ કરતા રહેવાથી ઇચ્છિત ૫રિવર્તન પ્રક્રિયા શરૂ થઈ જાય છે. ઘ્યાન એવું કરવામાં આવે છે કે સંસારમાં સર્વત્ર તે જ રંગની સત્તા છે, જે આ૫ણા શરીરમાં પ્રવેશ કરીને ઇચ્છિત વિશેષતાઓ ધરાવતી ઊર્જા પ્રવાહિત કરે છે. આ ઘ્યાન પાંચથી દસ મિનિટ સુધી કરવામાં આવે છે. વિશેષજ્ઞો દ્વારા જુદી જુદી પ્રકૃતિના સાધકો માટે જુદા જુદા રંગો નક્કી કરીને જ આ પ્રક્રિયા કરવામાં આવે છે. કોઈ યંત્ર વગર માત્ર ઘ્યાન દ્વારા ૫ણ આ ક્રિયા કરી શકાય છે. સફેદ રંગમાં બધા જ રંગો સમાયેલા છે, આથી સફેદ રંગનું ઘ્યાન સૌના માટે ઉ૫યોગી છે.
પ્રતિભાવો