યુગ નિર્માણ વિદ્યાલયનો શુભારંભ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૧૯
August 10, 2011 Leave a comment
યુગ નિર્માણ વિદ્યાલયનો શુભારંભ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૧૯
એકવાર ગુરુદેવ કહ્યું કે હવે અમારી ઇચ્છા છે કે એક વિદ્યાલય ખોલી એમાં છોકરાઓને બોલાવીએ. મનુષ્ય શરીર-આત્મા બે વસ્તુનો બનેલો છે શરીર માટે મકાન, ભોજન, ધન જોઈએ. આને માટે એમાં લઘુ કુટિર ઉદ્યોગોના પ્રશિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે. જે ૫ણ છોકરો વિદ્યાલયમાં પાસ થઈને જશે, તે પોતાનું પેટ સારી રીતે ભરી શકશે. આજે જે બેરોજગાર ફેલાયેલી છે એ સમસ્યાનું નિરાકરણ થશે. આત્મા માટે નૈતિક શિક્ષણ દ્વારા સદ્દગુણોની વૃદ્ધિ કરાવીશું. છોકરાઓને સદાચારી, સેવાભાવી, કર્મનિષ્ઠ બનવાનું શિક્ષણ આપીશું. પ્રત્યેક્ષ છોકરો જે આ વિદ્યાલયમાં આવશે તે ચરિત્રવાન થશે.
ગુરુદેવે કહ્યું, અમારું વિદ્યાલય ભારતનું એકમાત્ર વિદ્યાલય હશે, જેટલાં વિદ્યાલય દેશભરમાં છે તે બધામાં શિક્ષણ તો આ૫વામાં આવે છે. શિક્ષણથી માણસ ડોકટર, એન્જિનિયર, વગેરે બની શકે છે. ગુણોની વૃદ્ધિ નથી થતી. અમે વિદ્યાલયમાં શિક્ષણની સાથેસાથે વિદ્યાનો ૫ણ સમન્વય કરીશું. મેં કહ્યું, ગુરુદેવ વિદ્યા કોને કહે છે ? શિક્ષણ શરીરનું પોષણ કરે છે, વિદ્યા આત્માનું પોષણ કરે છે. આજે દરેક વ્યક્તિ શરીરના પોષણનાં, શરીરને સજાવવવાનાં, શરીરની રક્ષાનાં જ કામ કરે છે. તેને આત્માનું ઘ્યાન નથી. વિદ્યા આત્માને બળ આપે છે. મેં કહ્યું, આવું વિદ્યાલય તો ભારતમાં એક ૫ણ નથી.
ગુરુદેવે ૫ત્રિકામાં વિદ્યાલય સંબંધી એક લખે લખ્યો હતો અને પેહલા સત્રમાં ૧૫-૧૬ વિદ્યાર્થી આવ્યા હતા. પ્રેસ, રેડિયો, લઘુ ઉદ્યોગોને શીખવવા માટે શિક્ષક રાખ્યો હતા અને નૈતિક શિક્ષણના કલાસ સ્વયં ગુરુદેવ લેતા હતા. એ સમયે ભોજનાલયની વ્યવસ્થા ૫ણ નહતી. બધા વિદ્યાર્થીઓ પોતાનું ભોજન જાતે બનાવતા હતાં.
પ્રતિભાવો