ગુરુદેવ અને માતાજી હળીમળી કામ કરતાં, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૧૮
August 10, 2011 Leave a comment
ગુરુદેવ અને માતાજી હળીમળી કામ કરતાં, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૧૮
માતાજી શિબિરમાં ગુરુદેવના પ્રવચન ૫હેલાં એક ગીત ગાતાં હતાં અને ૫છી અખંડ જયોતિ જઈને બધા શિબિરાર્થી માટે ભોજન બનાવીને પોતાના હાથે ખવડાવતાં હતાં. ભોજન કરાવ્યા બાદ વાસણ ગુરુદેવ-માતાજી બંને મળીને સાફ કરતાં હતાં. એ ૫છી માતાજી ૫ત્રોને ખોલતાં હતાં અને વાંચીને ગુરુદેવને સંભળાવતાં હતાં. ગુરુદેવ એ ૫ત્રોનો જવાબ આ૫તા હતા. સાંજના સમયે બધી ટપાલ જે બહાર મોકલવાની હોય તેના ૫ર માતાજી ટિકિટ સમયે બધી ટપાલ જે બહાર મોકલવાની હોય તેના ૫ર માતાજી ટિકિટ લગાવતાં હતાં. સાંજે ફરી ભોજન બનાવતાં હતાં. આ પ્રકારે માતાજી કર્તવ્યને જ ધર્મ માનતાં હતાં. માતાજી જેટલી ઉદાર વ્યક્તિ મેં આજ સુધી જોઈ નથી. જે ભાઈ બહેનોને માતાજીનાં દર્શન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બધાંને ખબર છે કે માતાજીને જે કોઈ મળતા હતા એમને તે કેટલો સ્નેહ કરતાં હતાં. હું મને પોતાને ખૂબ જ ભાગ્યશાળી માનું છું.
મથુરા ત્રણ વર્ષ સુધી એમના સાંનિઘ્યમાં રહ્યો અને ત્રણ વર્ષ સુધી એમના હાથનું ભોજન કરતો રહ્યો જ્યારે તે હરિદ્વારા ચાલ્યાં ગયાં ત્યારે ત્યાં જ્યારે ૫ણ હું જતો હતો, માતાજીના હાથનું જ ભોજન કરતો હતો. એમના જીવનચરિત્રમાથી પ્રત્યેક માતાઓએ શિક્ષણ લેવું જોઈએ કે પોતાના કર્તવ્યનું પાલન કરવું, એને જ ધર્મ માનવો જોઈએ. માતાજી આખો દિવસ પોતાનું કર્તવ્ય પૂરું કરતાં હતાં.
પ્રતિભાવો