ગુરુદેવે કૂતરાની ગંદકી સાફ કરી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૨૦
August 11, 2011 Leave a comment
ગુરુદેવે કૂતરાની ગંદકી સાફ કરી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૨૦
એક દિવસ એવું થયું કે વિદ્યાલયની નીચે જ થોડા રૂમ બનાવ્યા હતા. એમાં છોકરાઓ રહેતા હતા. ત્યાં એક કુતરો ગંદકી કરી ગયો. છોકરાઓએ, મને બોલાવ્યો અને બધા છોકરાઓ બૂમો પાડીને કહેવા લાગ્યા-શ્રીમાનજી ! કૂતરું ગંદકી કરી ગયું છે. અમારામાંથી કોઈએ સફાઈ ન કરી. વિચારવા લાગ્યા કે સફાઈ કરવાવાળી કયાંકથી બોલાવી લાવીએ, જેથી કૂતરાની ગંદકી સાફ થાય. અમે બધા એની સફાઈની યોજના બનાવી રહ્યા હતા.
એટલામાં ગુરુદેવ આવ્યા. જયારે ગુરુદેવને અમે બધાએ જોયા ત્યારે છોકરાઓ બૂમો પાડવા લાગ્યા, ગુરુદવે ! કૂતરું ગંદકી કરી ગયું છે. મેં કહ્યું, આની સફાઈ કરવાની વ્યવસ્થા કરી રહ્યો છેં. ગુરુદેવ આગળ વઘ્યા ત્યાં પાસે જ બાંધકામ ચાલી રહયું હતું. ત્યાં એક પાવડો ૫ડયો હતો. ગુરુદેવે પાવડો ઉઠાવ્યો અને ગંદકીની સફાઈ કરી. અમે ચૂ૫ચા૫ આ તમાશો જોઈ રહ્યા હતા. ૫છી ખૂબ જ શરમ અનુભવી.
પ્રતિભાવો