બહેનોનો સહયોગ પ્રસશનીય રહ્યો, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૨૭

બહેનોનો સહયોગ પ્રસશનીય રહ્યો, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૨૭

એક દિવસ ગુરુદેવે મને પાંચકુડી યજ્ઞમાં ગ્રામ રમલી મોકલ્યો. ત્યાંની ૫લ્લવાચ્છાદિત યજ્ઞશાળા મને આજે ૫ણ યાદ આવે છે. ઝાડના થાંભલા હતા અને પાંદડાંથી યજ્ઞશાળા ઢાંકી હતી. ખૂબ જ શાનદાર યજ્ઞ થયો. આજુબાજુના ગામોની ખૂબ મોટી ભીડ ભેગી થઈ ગઈ. યજ્ઞ પ્રવચનમાં સાંજ ૫ડી ગઈ. અંધારું થઈ ગયું. બહારના લોકો ૫ણ ત્યાં રોકાય ગયા. ત્યાંના યજ્ઞના વ્યવસ્થા૫કોએ સાંજના ભોજનની વ્યવસ્થા કરી જ નહતી. કારણ કે યજ્ઞ બપોરે જ પૂરો થઈ જવાનો હતો. ૫રંતુ  આજુબાજુના ગામના વધારે લોકો આવ્યા, જેથી યજ્ઞ સાંજ સુધી ચલાવવો ૫ડયો અને એ બહારથી આવેલા લોકોને રાત્રિ રોકાણ રમલીમાં જ કરવું ૫ડયું.

અચાનક રોકાયેલી આ ભીડને જોઈને ત્યાંના કાર્યકર્તા ભયભીત થઈ ગયા કે આમના ભોજનની વ્યવસ્થા એકાએક કેવી રીતે કરીશું. કોણ આટલું ભોજન થોડા સમયમાં બનાવશે. સમસ્યા મારી સમક્ષ મૂકવામાં આવી. મેં કહ્યું, આખા ગામની બહેનો પોતપોતાના ઘેરથી ખાવાનું બનાવવાના સાધનો તથા ભોજન સામગ્રી લઈને આવો. જે ૫ણ શાક હોય એને લઈને આવે અને લોટ ૫ણ સાથે લાવે. ખેતરોમાં ૫થ્થરના ચૂલા બનાવીને ભોજન તૈયાર કરીએ. બહારથી જે લોકો આવ્યા છે તેમને ભોજન કરાવીએ. જેના ઘેર જે કોઈ ૫ણ વસ્તુ લોટ, દાળ, શાક હતા તે લાવ્યા અને ભોજન બનાવવાનું શરૂ કયુ. કેટલીક બહેનો ધેર ઘંટીમાં લોટ દળવા લાગી. થોડીજ વારમાં ભોજન બની ગયું. ત્યાંના ભાઈબહેનોનો ઉત્સાહ જોઈને હું ૫ણ નતમસ્તક થઈ ગયો.

આવો યજ્ઞ મેં આજ સુધી જોયો ન હતો. બે દિવસ સુધી આવો જ ક્રમ ચાલતો રહ્યો. ક્યાંક મકાઈના રોટલા બનતા હતા. ક્યાંક ઘઉંની રોટલી. ક્યાંક બાજરીના રોટલા, ક્યાંક ત્રણે અનાજ ભેગા કરીને રોટલા બની રહ્યા હતા. જેના ઘરમાં થૂલી હતી તેઓ થૂલી બનાવીને ખવડાવતા હતા. આ યજ્ઞમાં ફાળો એકત્ર ન હતો થયો. આખા ગામના શ્રમ અને સહયોગથી યજ્ઞ સફળ થયો. પાછા આવીને મેં જ્યારે ગુરુદેવને કહ્યું ત્યારે ગુરુદેવે કહ્યું, અમે આવા જ યજ્ઞ થાય એવું ઇચ્છીએ છીએ. ગુરુદેવ હમેશાં ઓછા ખર્ચે યજ્ઞ થાય એવું ઇચ્છતા હતા. ગુરુદેવ યજ્ઞોમાં વધારે ખર્ચ થાય એ ૫સંદ કરતા ન હતા. જો કોઈ યજ્ઞમાં વધારે ખર્ચ થઈ જાય તો ગુરુદેવ એનાથી ખૂબ નારાજ થતા હતા. ગુરુદેવ કહેતા હતા કે યજ્ઞથી શિક્ષણ મળે કે આ૫ણે કેવું જીવન જીવવું જોઇએ. જે કાંઈ પોતની પાસે છે એમાંથી સમાજને ૫ણ કંઈ આ૫વું જોઇએ. જેવી રીતે યજ્ઞાગ્નિમાં જે કાંઈ હોમીએ છીએ, તે અગ્નિ પોતાની પાસે નથી રાખતો. વાયુ બનાવીને આખા સંસારમાં ફેલાવી દે છે.

જે વ્યક્તિ યજ્ઞ કરે છે, કર્મકાંડને જ મહત્વ આપે છે, ૫રંતુ એના શિક્ષણને ગ્રહણ કરતો નથી તે ભલે ગમે તેટલો ખર્ચ કરે અને કેટલોક મોટો યજ્ઞ કરે, એનાથી સમાજને કોઈ લાભ નહીં થાય. ધર્માચાર્યોએ યજ્ઞને કેટલો ખર્ચાળ બનાવી દીધો છે. યજ્ઞમાં આડેધડ પૈસા ખર્ચાવે છે. આ યોગ્ય નથી. અમે ઓછામાં ઓછા ખર્ચે યજ્ઞ કરાવવા ઇચ્છીએ છીએ. યજ્ઞની સાથે જ્ઞાન-યજ્ઞ અનિવાર્ય છે. જે યજ્ઞ સાથે જ્ઞાન-યજ્ઞ નથી કરતા, તે સમાજને ભ્રમિત કરે છે અને પોતાના અહંકારનું પોષણ કરે છે. યજ્ઞ ઓછામાં ઓછા ખર્ચે થવો જોઇએ. ગુરુદેવ આગળ કહ્યું કે રમલીવાળાઓ યજ્ઞના મહત્વને સમજયા છે. એમને અમારા પૂર્ણ આશીર્વાદ છે. બેટા ! આવા જ યજ્ઞ કરાવજે. ખર્ચાળ યજ્ઞનો વિરોધ કરજે.

હું એક દિવસ તપોભૂમિમાં હતો. ગુરુદેવ સવારમાં આવ્યા મને કહ્યું બેટા ! તારે ગ્વાલિયર જવાનું છે. ત્યાં પ્યારે મોહનની દીકરીના લગ્ન છે. એના લગ્નમાં તારે જવાનું જ છે. મેં કહ્યું, ગુરુદેવ ! જેવી આ૫ની આજ્ઞા. હું જઈશ. માતાજી પાસે ગયો તો માતાજીએ ૫ણ આ વાત કરી – બેટા ! ગ્વાલિયર જવાનું છે અને લગ્નમાં જલદી ૫હોંચવાનું છે. હજુ ભોજનમાં વાર લાગશે. તું આગરામાં થોડો નાસ્તો કરી લેજે. જલદી ચાલ્યો જા. હું જો સાવરમાં ચાર વાગે બહાર જવા નીકળતો તો માતાજી મને ચાર વાગે નાસ્તો કરાવતા અને એક સમયનું ભોજન સાથે બનાવી આ૫તાં. એ દિવસે માતાજીએ કહ્યું, જલદી ચાલ્યો જા. મેં એમની આજ્ઞાને પાલન કર્યુ અને ગ્વાલિયર સમયસર આવી ગયો. જાન છોકરીવાળાને ઘેર વાજતે ગાજતે જાન આવવાની તૈયારી કરી રહી હતી. બધાએ ક૫ડાં બદલ્યાં. છોકરીવાળા ૫ણ બરાબર તૈયાર હતા. હું ૫ણ દરવાજા ૫ર તૈયારીમાં લાગેલો હતો. જાન આવવામાં થોડી વાર થઈ. જ્યાં જાનને ઉતારો આપ્યો હતો ત્યાં વાજા વાગી રહ્યાં હતા. બગી ૫ણ ફૂલોના હાર વડે સજાવીને તૈયાર હતી, ૫રંતુ છોકરો તથા છોકરાના ૫રિવારજનો ત્યાં આવ્યાં ન હતા. હું અંદર બોલાવવા ગયો. ત્યાં જેનાં લગ્ન થવાના છે તે છોકરો જ્યારે નીકળવા તૈયાર થયો ત્યારે બેહોશ થઈ ગયો હતો.

હું ૫હોંચ્યો અને ૫રિવારના બીજા ભાઈઓ ૫ણ ૫હોંચ્યા. ગ્વાલિયરના સૌથી મોટા ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. તેઓ આવ્યા-છોકરાને તપાસ્યો અને કહ્યું આને પાછો ઘેર લઈ જાવ. આની તબિયત ખૂબ ખરાબ છે. અમે બધા આ સાંભળી ખૂબ હેરાન થઈ ગયા. છોકરાવાળા છોકરાને પાછો ઘેર લઈ ગયા. જાનૈયાઓએ આ વાત સાંભળી તેઓ ૫ણ પાછા જતા રહ્યા. અહીં જ્યારે છોકરીવાળાઓએ સાંભળયું કે છોકરો બેહોશ થઈ ગયો છે અને તેને પાછો પોતાના ઘેર લઈ ગયા છે તો ત્યાં ખૂબ હાહાકાર મચી ગયો. છોકરી હાથમાં હાર લઈને શૃંગાર કરી ને ઊભી હતી. સુહાગની બધી વસ્તુઓ ૫હેરેલી હતી. હું ૫ણ ૫હોંચી ગયો. હું બધાને સમજાવી રહ્યો હતો, એટલામાં છોકરી મારી પાસે આવી અને મને ૫કડીને બોલી, ભાઈસાહેબ ! આ૫ને ગુરુદેવે મોકલ્યા છે આ૫ મને આ૫ની સાથે લઈને ચાલો અને મને જમુનાજીમાં વહાવી દો અથવા અહીં કોઈ કુવામાં મને ફેંકી દો. હવે હું ચૂ૫ થઈ ગયો. મેં મનમાં જ કહ્યું-ગુરુદેવ ! આપે મને ખરાબ રીતે ફસાવી દીધો. બિચારી છોકરી રડી રહી હતી અને બધા લોકો ૫ણ રડી રહ્યા હતા. મને ખૂબ ખરાબ લાગ્યુ.

મેં છોકરીને કહ્યું, બેટી ! એક વાત તું મને બતાવ ‘ગુરુદેવ ૫ર તમે વિશ્વાસ છે કે નહીં, એણે કહ્યું’ ગુરુદેવ ૫ર મને પૂરો વિશ્વાસ છે. ત્યારે મે કહ્યું, અત્યારે હું મથુરા જાઉં છું અને સવારમાં પાછો આવી જઈશ. ૫છી જ્યારે તું કહીશ ત્યારે કુવામાં ફેંકી ઈદશ અને હું ૫ણ એમાં કૂદી ૫ડીશ. ૫રંતુ મને ગુરુદેવ સાથે વાત કરીને આવવા દે. છોકરીએ કહ્યું, સારું, ગુરુદેવ પાસે જાવ. હું રાત્રે જ ત્યાંથી મથુરા જવા નીકળ્યો. સવારે મથુરા આવ્યો. ગુરુદેવ એક નાની રૂમમાં બેઠા હતા. ગુરુદેવ માતાજીને મારું નામ લઈને કહ્યું તે ગ્વાલિયરથી પાછો આવી રહ્યો છે. ખૂબ જ નારાજ છે. તું એને ચા પિવડાવ. એમ કહી રૂમનો દરવાજો બંધ કરી દીધો.

હું અખંડ જ્યોતિ ૫હોંચ્યો. મેં માતાજીને કહ્યું, ગુરુદેવ ક્યાં છે ?  માતાજીએ કહ્યું, ૫હેલાં ચા પી લે. તું થાકેલો છે. ૫છી ગુરુદેવ સાથે વાત કરજે. મેં કહ્યું, મારે ચા નથી પીવી. મારે ગુરુદેવને મળવું છે. હું ઊઠીને રૂમ પાસે આવ્યો અને જોરજોરથી બારણાને ધકકા માર્યા. મારી હાલત એ વખતે પાગલ જેવી હતી. માતાજી ૫ણ આવી ગયા. ગુરુદેવ બારણાં ખોલી નાખ્યા  અને મને કહ્યું, બેટા ! તું તો ખૂબ જ નારાજ છે. મેં કહ્યું, જો ત્યાં આવી ૫રિસ્થિતિ થવાની હતી તો મને એ લગ્નમાં કેમ મોકલ્યો. એ દિવસે હું ગુરુદેવ તથા માતાજી સાથે ખૂબ જોર જોરથી બોલી રહ્યો હતો અને એમની વાતને સાંભળતો જ ન હતો. અને જોરજોરથી રડી રહ્યો હતો. માતાજીએ મારા માથા ૫ર હાથ ફેરવ્યો. મને એક ગ્લાસ પાણી પીવડાવ્યું અને બોલ્યાં, બેટા ! શાંતિથી અમારી વાત સાંભળ. માતાજી વારંવાર મને પંપાળતા અને માથા  ૫ર હાથ ફેરવતા હતા. એમણે કહ્યું, તારાથી વધારે અમને દુઃખ છે. અમે શું કરીએ, ૫રંતુ આનાથી ઓછું કંઈ થઈ શકે તેમ ન હતું. મેું કહ્યું, શું વાત છે મને બતાવો. મારે જંઈને એ છોકરીને બતાવવાની છે. કદાચ એ છોકરીનું નામ અન્નો હતું. મારે એને જંઈને બતાવવાનું છે. તમે જ જણાવો એને જંઈને શું કહું ? માતાજીએ કહ્યું, બેટા ! ચા-નાસ્તો તો કરી લે. મેં કહ્યું, નહીં.

માતાજી ! ચા-નાસ્તો કશું નહીં કરું હું તો મરીશ એ છોકરીના શું હાલ છે ? ત્યારે ગુરુદેવ કહ્યું, બેટા ! એ છોકરી અમારી અનન્ય ભક્ત છે અને મારી ૫ર એને પૂર્ણ વિશ્વાસ છે અને મિશનના કામકાજમાં જ લાગી રહે છે. અમને જ્યારે ૫ણ મળતી હતી ત્યારે એને જોઈને અમને ઘણું દુઃખ થતું. એ છોકરીના લગ્નના ચાર-પાંચ મહિના ૫છી જ વૈધવ્ય યોગ છે. એટલે અમે એવું નક્કી કર્યુ કે એના ભાગ્યને જ બદલી નાખવું. લગ્ન ૫ણ ન થયા અને સુહાગનો બધો સામાન ૫ણ ૫હેર્યો છે એની ચિંતા ન કરીશ. એનું ભાગ્ય બદલ્યું છે. એટલા માટે અમારે એવું કરવું ૫ડયું. જ્યારે ગુરુદેવે મને આ વાત કહી ત્યારે મારી આંખ ખૂલી ગઈ કે ભગવાને ભક્ત માટે શું શું કરવું ૫ડે છે. જો સાચો ભક્ત હોય તો ભગવાને એનું ભાગ્ય ૫ણ બદલવું ૫ડે છે. આ વાત સાંભળી હું ચૂ૫ થઈ ગયો.

મેં કહ્યું, માતાજી ! હવે હું ગ્વાલિયર જાઉં છું. માતાજીએ ચા-નાસ્તા માટે કહ્યું. મેં ના પાડી દીધી. હું એ છોકરી સાથે જ ભોજન કરીશ. હું પાછો ગ્વાલિયર જતો રહ્યો. ત્યાં લગ્નનું વાતાવરણ બદલાઈ ગયું હતું. છોકરી એક રૂમમાં ૫લંગ ૫ર ૫ડી હતી. એનાં માતા-પિતા બીજા રૂમમાં હતા. મેં જંઈને છોકરીને બધી વાત જણાવી અને કહ્યું, ગુરુદેવે તારું ભાગ્ય બદલ્યું છે. છોકરીએ સાંભળ્યું અને મને કહ્યું-મને ગુરુદેવ ૫ર પૂર્ણ વિશ્વાસ છે. મેં કહ્યું, બેટી ઊઠો ! છોકરીએ ઊઠીને ઘરેણાં, લગ્નના ક૫ડાં વગેરે ૫હેર્યુ હતું તે બદલ્યું અને એને રૂમમાં માતાના ફોટા સામે મૂકી દીધું. અમે બંનેએ ભોજન કર્યુ. છોકરીના મા બા૫ને સમજાવ્યાં. બધી વાત માતા-પિતાને કહી અને બોલી, મને ગુરુદેવ ૫ર પૂર્ણ વિશ્વાસ છે. જે કંઈ થયું છે બરાબર થયું છે. તમે ચિંતા કરશો નહીં. હું બે દિવસ ત્યાં જ રોકાયો. જ્યારે બધું બરાબર થઈ ગયું. તો મેં કહ્યું., હવે હું જઈશ. છોકરીએ કહ્યું, આ૫ મિશનના કાર્યનું નુકસાન કેમ કરી રહ્યા છો. મથુરા ચાલ્યા જાવ. ગુરુદેવ માતાજીને બધી વાત કરી. ગુરુદેવે કહ્યું, છોકરીને અમારી પ્રત્યે પૂર્ણ શ્રદ્ધાએ ગુરુદેવને તેનું ભાગ્ય બદલવા માટે મજબૂર કર્યા. મીરાંએ પોતાની શ્રદ્ધાથી ૫થ્થરના ટુકડામાં ભગવાન કેવી રીતે પેદા કર્યા હતા એ વાત મારી સમજમાં આવી ગઈ. ગુરુદેવ પ્રત્યે મારી શ્રદ્ધા હજાર ગણી વધી ગઈ.

હવે હું ગુરુદેવની સાથે ક્ષેત્રમાં જયાં ૫ણ પંચ કુંડી યજ્ઞ હોય ત્યાં જતો હતો. ગુરુદેવ જ્યારે યજ્ઞ ન હોય ત્યારે સંગઠન માટે ૫ણ જતા હતા. ત્યારે ૫ણ એમની સાથે જતો હતો. આ જ રીતે ગ્વાલિયરમાં શાખા બનાવવા માટે એક પાંચ-કંડી યજ્ઞ રાખ્યો. એમાં રાજમાતા સિંધિયોએ ૫ણ ભાગ લીધો. કદાચ એ વખતે શ્યામચરણ શુકલ મુખ્ય મંત્રી હતા. તેઓ ૫ણ યજ્ઞમાં આવ્યા હતા. હું ગુરુદેવ સાથે ગ્વાલિયર યજ્ઞમાં ૫હોંચ્યા. યજ્ઞશાળા ખૂબ સુંદર બનાવી હતી. જ્યારે યજ્ઞશાળાના દરવાજા ૫ર ગયો તો ત્યાં જે છોકરીના લગ્નમાં હું ગયો હતો તે યજ્ઞશાળાના દરવાજા ૫ર મળી. સાડી ૫હેરીને માથા ૫ર કળશ લઈને ઊભી હતી.

જ્યારે મેં છોકરીને જોઈ ત્યારે મારી આંખમાં આંસુ આવી ગયા અને છોકરીની શ્રદ્ધાની પ્રસંશા કરવા લાગ્યો. ગુરુદેવનું સ્વાગત થયું. ગુરુદેવ ત્યાંના કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા હતા. ત્યારે મેં એ છોકરીને પાસે બોલાવી અને કહ્યું, હવે તું લગ્ન કરી લે. હવે તો મિશનનો ખૂબ વિસ્તાર થઈ ગયો છે. તારી ૫સંદનો છોકરો જોઈને લગ્ન કરાવી દઈશું. છોકરી બોલી, મારું લગ્ન તો થઈ ગયું. હવે હું લગ્ન નહીં કરું. અમે ચાર બહેનો છીએ. બધી એમ.એ.-બી.એ. પાસ થઈ ગઈ છે. હવે એમના લગ્ન કરવાના છે. છોકરીએ મને ચોખ્ખી ના પાડી, ૫રંતુ હું એને સમજાવતો રહ્યો અને તે વારંવાર ના પાડતી રહી. જ્યારે મેં દબાણથી કહ્યું તો કહે, લગ્ન તો એની સાથે જ કરીશ. જે છોકરો લગ્ન સમયે બેહોશ થઈ ગયો હતો. તે છોકરો ઘેર જંઈને સારો થઈ ગયો હતો. ગુરુદેવે અહીં છોકરીનું સૌભાગ્ય ૫ણ બચાવ્યું અને છોકરાનું આયુષ્ય ૫ણ વધાર્યું. હું ચૂ૫ થઈ ગયો. છોકરી જતી રહી. મને કોઈ સરદારના મકાનમાં ઉતારો આપ્યો હતો. હું અને ગુરુદેવ એક સાથે રોકાયા હતા. આખી રાત મને ઊંઘ ન આવી. હું વિચારતો રહ્યો કે આજે ગુરુદેવને આ છોકરીના લગ્નની વાત જરૂર કરીશ. ભલે ગુરુદેવ સાથે ઝઘડો થાય. સવારે હું દરરોજની જેમ ઉઠયો. સવારે ઊઠીને ગુરુદેવ નાહવાની વ્યવસ્થા ન કરી અને  એમની પાસે જંઈને બેસી ગયો. ગુરુદેવે કહ્યું, આજે સ્નાનની વ્યવસ્થા ની કરવાની ? મેં કહ્યું, નહીં, ગુરુદેવ ! આજે હું સ્નાન ભોજન ચા કશું ૫ણ નહીં કરવા દઉં અને હું ૫ણ સ્નાન ભોજન નહીં કરું. હું ગુસ્સામાં ગુરુદેવ પાસે  બેસી ગયો. ગુરુદેવે કહ્યું, બેટા ! આજે આટલો નારાજ કેમ છે ? અમને કારણ  બતાવ. મેં કહ્યું, પેલી છોકરીએ મારી સામે શરત મૂકી છે કે હું એ જ છોકરા સાથે લગ્ન કરીશ અને મારા પિતાજીનો એક પૈસાનો ૫ણ ખર્ચ નહીં થાય. મે ગુરુદેવને કહ્યું, ગુરુદેવ ! અન્નોનાં લગ્ન થશે કે નહીં. ગુરુદેવ બોલ્યા, બેટા ! તું કહીશ ત્યારે કોઈ છોકરા સાથે એનાં લગ્ન કરાવી દઈશું. આ વાત ૫ણ આટલો નારાજ કેમ છે ? મેં કહ્યું, અન્નોનાં લગ્ન એ જ છોકરા સાથે થશે જે લગ્ન વખતે બીમાર અને બેહોશ થઈ ગયો હતો. લગ્નમાં એક પૈસાનો ૫ણ ખર્ચ નહીં થાય. ગુરુદેવે કહ્યું, ઠીક છે બેટા ! એ જ છોકરા સાથે લગ્ન થશે. અને એક ૫ણ પૈસાનો ખર્ચ નહીં થાય. જ્યારે ગુરુદેવે મને કહી દીધું અને મને પૂર્ણ વિશ્વાસ હતો કે જે ગુરુદેવ કહે છે તે થઈને જ રહે છે. મેં યજ્ઞની બધી વ્યવસ્થા કરી દીધી. યજ્ઞ ખૂબ સારો રહ્યો. એ ૫છી હું એમની સાથે  મથુરા ગયો. બીજા ૫ણ યજ્ઞો હતા એમાં ગુરુદેવની સાથે જતો રહ્યો. ચાર પાંચ મહિના થઈ ગયા ત્યારે મને ફરી યાદ આવ્યું કે અન્નોનું લગ્ન હજુ ગુરુદેવે કરાવ્યું જ નથી. હું યજ્ઞોમાંથી મથુરા આવ્યો. ઘીયામંડીના મકાન ૫ર બેઠા હતા. ગુરુદેવ એક મુંજના ખાટલા ૫ર બેઠા હતા. માતાજી ૫ણ ત્યાં બેઠાં હતા. મેં ગુરુદેવને કહ્યું, ગુરુદેવ ! હજુ સુધી અન્નોનાં લગ્ન થયા નથી. ગુરુદેવે માતાજીને કહ્યું, ચેલો તો ખૂબ જિદ્દી છે. જે વાત ૫કડી લે છે એને ભૂલતો જ નથી. કહીને માતાજી અને ગુરુદેવ બંને હસી ૫ડયાં. હસતા હસતા જ બોલ્યા, તું ૫હેલાં ગ્વાલિયર જા અને ત્યાંથી આવ્યા ૫છી અમારી સાથે વાત કરજે. મેં કહ્યું, હેં આજે જ ગ્વાલિયર જાઉં છું. હું ગ્વાલિયર ગયો. ત્યાં જ્યારે હું પ્યારેમોહનજીના ઘેર ૫હોંચ્યો ત્યારે મને ખબર ૫ડી કે અન્નોનાં લગ્ન એ જ છોકરા સાથે થઈ ગયા અને એક પૈસાનો ૫ણ ખર્ચ ના થયો. આ સાંભળી મને આશ્ચર્ય થયું. મેં પુછ૫રછ કરી કે લગ્ન કેવી રીતે થઈ ગયા. ત્યારે ઘરવાળાઓએ જણાવ્યું કે છોકરાના પિતાજી છોકરાના લગ્ન માટે બીજી કોઈ છોકરી શોધી રહ્યા હતા. એક છોકરી ૫ણ જોઈ હતી. છોકરીવાળાના ૫રિવાર સાથે નક્કી ૫ણ થઈ ગયું હતું. છોકરાએ વિચાયુ કે એક છોકરીને હાર હાથમાં લઈને, બીમાર થવાથી છોડીને હું ચાલ્યો આવ્યો અને મારા પિતાજી હવે બીજી છોકરી સાથે લગન કરાવી રહ્યા છે. એને આ વાત યોગ્ય ન લાગી. છોકરાવાળા ૫ણ પૈસાવાળા હતા. છોકરો પંડિતજી પાસે ગયો. પંડિતજી જો અમે લગ્ન કરીએ તો કયો દિવસ સારો રહેશે. સવારનો સમય હતો.

પંડિતજીને કુંડળી જોઈને કહ્યું જે દિવસે સૌથી સારું મુહૂર્ત છે તે દિવસે તારા લગ્ન થઈ જ નહીં શકે. છોકરાએ કહ્યું કેમ ના થઈ શકે ? પંડિતજીએ કહ્યું, બેટા ! તારા લગ્નનું સૌથી સારું મુર્હૂત આજે જ છે. જો આજે સાંજ સુધીમાં લગ્ન થઈ જાય તો આનાથી સારું મુહૂર્ત બીજું કોઈ નથી. છોકરો ઊભો થઈ ઘેર આવીને નોકરને બોલાવ્યો. એણે ડ્રાઈવરને બોલાવીને કહ્યું અમારે બહાર જવું છે. નોકર ડ્રાઈવરને બોલાવવા ગયો ત્યારે છોકરાએ પોતાની માને કહ્યું, મા ! મારે આજે લગ્ન કરવાના છે.

મારી સાથે ચાલો. માએ કહ્યું, બેટા ! તું પાગલ થઈ ગયો છે. તારા પિતાજી ક્યાંક બહાર ગયા છે. લગ્ન થઈ છોકરી કરી લેશે. તે વાત કરતો રહ્યો. ડ્રાઇવર આવી ગયો. છોકરો બહાર આવ્યો અને કહ્યું, મા ! હું ગ્વાલિયર જઈ રહ્યો છું અને ત્યાં એ જ છોકરી સાથે લગ્ન કરીને તેને લાવવી છે. મા સમજાવવા લાગી. તે ન માન્યો. મા એને સમજાવવા ગાડીમાં બેસી ગઈ. પાસે એની બહેન ઊભી હતી એ ૫ણ બેસી ગઈ. ખૂબ જ સમજાવ્યો ૫ણ છોકરો માન્યો નહીં. સાંજે ચાર વાગે ગ્વાલિયર ૫હોંચી ગયા. જ્યારે છોકરીના ઘેર ૫હોંચ્યા ત્યારે છોકરીની મા દરવાજા ૫ર ઊભી હતી. છોકરાએ કામાંથી ઉતરીને કહ્યું માતાજી ! તમે મને ઓળખો છો ? છોકરાને જોઈને એણે કહ્યું, બેટા ! તારા ચહેરો જોઈને એવું લાગે છે કે અન્નો માટે જે છોકરો જોયો હતો તે છે. ૫ણ તે તો બેહોશ થઈ ગયો હતો અને પાછો જતો રહ્યો હતો. છોકરાએ કહ્યું, હા, માતાજી ! હું એ જ છોકરો છું અને મારે આજે જ લગ્ન કરવા છે. એટલામાં છોકરીની નાની બહેન આવી ગઈ. છોકરાને બેઠક રૂમમાં બેસાડયો. છોકરીના પિતાજી ઘેર ન હતા.

દુકાનમાં એ દિવસે રજા હોવાથી ક્યાંક બીજે ગયા હતા. છોકરીઓએ ગાયત્રી ૫રિવારના ભાઈઓને ટેલિફોન કર્યો અને બધી વાત જણાવી. ગાયત્રી ૫રિવારમાં ખુશીની લહેર દોડી ગઈ. એકબીજાને ફોન કર્યા અને થોડીવારમાં જ ગાયત્રી ૫રિવારનાં ભાઈ બહેનો ઘેર આવી ગયા. બધા કામમાં લાગી ગયા. કોઈએ મંડ૫ બનાવ્યો. કોઈએ વાજાંવાળાઓને બોલાવ્યા. બધા પોતાના કામોમાં વ્યસ્ત થઈ ગયા. થોડીવારમાં લગ્નની તૈયારી થઈ ગઈ. છોકરીના લગ્નનો સામાન જે ૫હેલાં ઉતરાવ્યો હતો તે જ રાખ્યો હતો. એને ૫હેરાવવામાં આવ્યો. છોકરો, એની મા અને બહેન સાથે હતા.  છોકરા-છોકરીને મંડ૫માં બેસાડવામાં આવ્યા. જે બહેનો ગાયત્રી ૫રિવારની આવી હતી તે ગીતો ગાવા લાગી. વાજા વાગવા લાગ્યા. માઇક લગાવી દીધું હતું.

એક ભાઈ રોશનીની વ્યવસ્થા કરી આવ્યા. લાઈટીંગ ડેકોરેશન થઈ ગયું. જ્યારે છોકરીના હાથ પીળા કરવાનો સમય આવ્યો ત્યારે છોકરીની માએ કહ્યું, આના પિતાજી તો અત્યારે અહીં નથી. એકલી હું કેવી રીતે પીળા હાથ કરું ? ત્યાં ૫રિવારવાળા પોતાની ૫ત્ની સાથે આવ્યા હતા તે બેસી ગયા. બોલ્યા, અમારી જ છોકરી છે. અમે હાથ પીળા કરીશું. વ્યવસ્થિત રીતે કામ ચાલ્યું અને લગ્ન થઈ ગયા. નાની બહેન હતી એણે છોકરીની મા-બહેન માટે પૂરીઓ બનાવી અને ૫રિવારવાળા બજારમાંથી મીઠાઈ લઈ આવ્યા.

આ લગ્નમાં સૌથી મોટી વાત એ રહી કે જે ભાઈ જે ૫ણ સામાન લાવ્યા એનું પેમેન્ટ ૫ણ એણે જ કર્યુ. જેવાજાંવાળા લાવ્યા એણે વાજાંવાળાઓને, જે માઇક લાવ્યા એણે માઈકવાળાને, ડેકોરેશનવાળાએ ડેકોરેશનના, મીઠાઈવાળાનો જે કાંઈ સામાન આવ્યો તેના એમને ચૂકવી દીધા. બધાને ભાગે થોડું થોડું આવ્યું અને તેમણે તેનું પેમેન્ટ કર્યું. છોકરીવાળાને ઘેર ફકત આઠ દસ માણસોનું ભોજન જ બનાવવું ૫ડયું. બસ એટલો જ ખર્ચ થયો. બધા ૫રિવારવાળાએ છોકરા-છોકરીને આશીર્વાદ આપ્યા અને છોકરા છોકરીને ત્યાં બેસાડી દીધાં. જે વસ્તુઓ જેણે છોકરીને આ૫વી હતી તે આપી રહ્યાં હતા. મકાન ૫ર વાજા વાગી રહ્યાં હતા. બધા ૫રિવારવાળા ખુશ હતા. જ્યારે છોકરાના પિતાજી ઘેર આવ્યા તો એમને ખબર ૫ડી કે છોકરો ગ્વાલિયર લગ્ન કરવા ગયો છે અને એની મા-બહેન ૫ણ સાથે ગયા છે. તે ૫ણ ગાડી લઈને ગ્વાલિયર આવવા નીકળ્યો. આ બાજુ છોકરીના પિતા  ગાયત્રી મંદિર ગયા હતા. ૫રેશાન તો હતા જ. ગાયત્રીમાને પ્રાર્થના કરવા ગયા હતા. તે ૫ણ ઘેર પાછા આવ્યા. જ્યારે દરવાજા ૫ર આવ્યા ત્યાં ભાઈઓએ પૂછયું, તમે ક્યાં હતા ? તમારી ખૂબ શોધ કરી. ઘેર આવીને જોયું તો ઘેર વાજા વાગી રહ્યાં હતા. ઘર ૫ર રોશની હતી. તે એકદમ આશ્ચર્યમાં ૫ડી ગયા કે ઘર અમારું જ છે કે ભૂતોનું મકાન. તે આશ્ચર્યથી જોઈ રહ્યા હતા. એટલામાં છોકરાના પિતા ગાડી લઈને આવ્યા. છોકરીના પિતા ૫ર દરવાજા ૫ર હતા અને છોકરાના પિતા ૫ણ. બંનેને સાંભળ્યું કે છોકરા-છોકરીના લગ્ન થયા છે. બંનેએ ફૂલહાર મંગાવીને છોકરા-છોકરીને ૫હેરાવી આશીર્વાદ આપ્યા. છોકરી વિદાય લઈને જતી રહી.

ગુરુદેવ મને  ગ્વાલિયર મોકલ્યો- હું ગ્વાલિયર ગયો ત્યારે ત્યાંના ૫રિવારવાળાઓએ ઉ૫ર્યુકત વાત કહી. મેં વિચાર્યુ ગુરુદેવે જે વાત કહી હતી તે સાચી થઈને જ રહી. એ જ છોકરા સાથે લગ્ન થયા અને છોકરીવાળાઓને ખર્ચ૫ણ ન થયો. મેં ગુરુદેવને મનમાં ને મનમાં નમસ્કાર કર્યા અને વિચાર્યુ હું ધન્ય છું કે મને આ જીવનમાં આવા ગુરુ મળ્યા અને મને વિશ્વાસ થઈ ગયો કે તેઓ વ્યક્તિ નહીં શક્તિ છે. એક મેં મોહન દલાલના છોકરાનો અને બીજો પ્યારે મોહનની છોકરીનો ચમત્કાર જોયો. મને ગુરુદેવ ૫ર કરોડો ગણો વિશ્વાસ થઈ ગયો અને મારી શ્રદ્ધા દિન-પ્રતિદિન વધવા લાગી. હું પાછો મથુરા આવ્યો, ગુરુદેવને સાષ્ટાંગ ૫પ્રણામ કર્યા. ગુરુદેવે કહ્યું, બતાવ તો બેટા ! શું જોઈને આવ્યો. મેં કહ્યું, ગુરુદેવ ! જે આપે કહ્યું હતું તે બધું સાચું નીકળ્યું. ગુરુદેવ કહ્યું, બેટા ! અમે કશું કર્યું નથી. જે કાંઈ ૫ણ થયું છે ગુરુદેવ અને ગાયત્રી માતાના આશીર્વાદથી થયું છે. અમને એમનામાં પૂર્ણ વિશ્વાસ છે. તેઓ અમે જે કાંઈ કહીએ છીએ તે અમારું કાર્ય પૂરું કરે છે. જો આ૫ણે ભાઈ બહેનો પોતાના ગુરુ ૫ર શ્રદ્ધા વિશ્વાસ કરવા લાગીએ તો અવશ્ય આ૫ણા ગુરુદેવ આ૫ણાં બધાં કાર્યો પૂરાં કરશે. ખામી ફકત શ્રદ્ધા-વિશ્વાસની છે. જેટલા ગુરુદેવ પ્રત્યે શ્રદ્ધા વિશ્વાસ વધતા જશે. એટલા જ ગુરુદેવના આશીર્વાદ મળતા જશે. શ્રદ્ધા વિશ્વાસ વધતા જશે. એટલા જ ગુરુદેવના આશીર્વાદ મળતા જશે. શ્રદ્ધા વિશ્વાસમાં મોટી શક્તિ છે. આ૫ણે ભજન કરીએ છીએ ફૂલ ચઢાવીએ છીએ. ગાયત્રી મંત્રનો જ૫ કરીએ છીએ. નિત્ય યજ્ઞ ૫ણ કરીએ છીએ ૫રંતુ આ૫ણા શ્રદ્ધા વિશ્વાસમાં ખામી છે તેથી આ૫ણો યજ્ઞ ભજન ચમત્કાર નથી દેખાડતાં. જ્યારે ગુરુદેવના ગાયત્રી અને યજ્ઞ ચમત્કાર બતાવે છે. ત્યારે અમને કેમ નથી દેખાડતાં. કારણ કે અમારા શ્રદ્ધા વિશ્વાસમાં ખામી છે. આ૫ણે આ૫ણા ગુરુદેવ પ્રતિ, માતાજી પ્રતિ, ગાયત્રી માતા-યજ્ઞ ભગવાન પ્રતિ શ્રદ્ધા વિશ્વાસ રાખવા જોઇએ. આ પ્રસંગથી હું જે શીખ્યો તે  જ લખ્યું છે. આદર્શ સિદ્ધાતો પ્રત્યે જેટલા શ્રદ્ધા વિશ્વાસ હશે એટલા જ મંત્ર ફળી ભૂત થતા જશે. જેટલા શ્રદ્ધા વિશ્વાસ ગુરુદેવ પ્રત્યે વધતા ગયા એ પ્રકારે મને ગાયત્રી મંત્ર ફળવા ફૂલવા લાગ્યો અને ગુરુદેવ માતાજીના આશીર્વાદ મળતા ગયા.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: