પોતાનું કામ જાતે કરવાનું શિક્ષણ મળ્યું, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૨૯
August 17, 2011 Leave a comment
પોતાનું કામ જાતે કરવાનું શિક્ષણ મળ્યું, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૨૯
અમદાવાદનો મારો પહેલો પ્રવાસ ગુરુદેવ સાથે હતો. ત્યાંથી થર્ડ ક્લાસમાં બેસી અમે મથુરા આવ્યા. અમે જ્યારે સ્ટેશન પર ઊતર્યા ત્યારે હું કુલી… કુલી… એમ બૂમો પાડતો હતો. હું કુલીને શોધવા ગયો. એટલી વારમાં ગુરુદેવ પોતાનો બિસ્તરો, મારો બિસ્તરો તથા પેટી ઉઠાવીને ચાલવા લાગ્યા. જ્યારે મેં ગુરુદેવને સામાન લઈ જતાં જોયા ત્યારે મેં એમની પાસેથી સામાન માંગ્યો અને કહ્યું; બિસ્તરો મને આપી દો. પરંતુ ગુરુદેવે મને કોઈ સામાન ન આપ્યો અને મને કહ્યું; તું તો બહુ મોટો માણસ છે. તારો સામાન કુલી લઈને જ ચાલશે અને જ્યાં રિક્ષાવાળાઓ હોય છે ત્યાં સુધી સામાન લઈ આવ્યા.
આ પ્રવાસથી મને એ શિક્ષણ મળ્યું કે ઠાઠ-માઠથી જીવન જીવનારી વ્યક્તિ અધ્યાત્મવાદી ન હોઈ શકે. હમેશાં સાદું જીવન જીવવું જોઈએ અને ઉચ્ચ વિચારો રાખવા જોઈએ અને બીજું શિક્ષણ એ મળ્યું કે પોતાનું કામ પોતાના હાથે જ કરવું જોઈએ. પોતાની પાસે એટલો જ સામાન રાખવો જોઈએ જેટલો પોતે ઊંચકી શકીએ. ગુરુદેવે મને એ કહ્યું; વિદેશમાં તો કુલી છે જ નહીં. ત્યાં પોતાનો સામાન જાતે જ લઈ જવો પડે છે. એ દિવસથી હું મારું કામ જાતે કરવા લાગ્યો. જે વ્યક્તિ ઠાઠમાઠનું જીવન જીવે છે અને મોટા માણસ બને છે એને જોઈને મને એવું પ્રતીત થાય છે કે એને જ્ઞાન જ નથી. અજ્ઞાનના કારણે આવું જીવન જીવી રહ્યો છે. ગુરુદેવ પાસેથી મેં પહેલા જ પ્રવાસમાં બે શિક્ષણ મેળવ્યાં. આ શિક્ષણને દરેક ભાઈ-બહેને પોતાના જીવનમાં અપનાવવાં જોઈએ.
પ્રતિભાવો