જ્યારે ગુરુદેવે બાળકની ગંદકી સાફ કરી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૨
August 27, 2011 1 Comment
જ્યારે ગુરુદેવે બાળકની ગંદકી સાફ કરી, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૨
હું ગુરુદેવ સાથે રાજસ્થાનના પ્રવાસમાં ગયો. એ સમયે મિશન બહુ વધારે ફેલાયેલું ન હતું. એક ભાઈ પાસે હું ગુરુદેવ સાથે ગયો. એ વખતે જે મિશનના કામ કરતા હતા એમના ઘેર ગુરુદેવ જતા હતા. ત્યાં તે ભાઈ તો ન મળ્યા પણ બહેન મળ્યાં. ગુરુદેવને જોઈને બહેન ખૂબ ખુશ થયાં. એક રૂમમાં હું અને ગુરુદેવ બેઠા. બહેનની ગોદમાં નાનું બાળક હતું તે તેને પલંગ પર સુવાડીને ચાલવા લાગ્યાં ત્યારે ગુરુદેવે કહ્યું, બેટી ! બાળક અમને આપી દે. ગુરુદેવે બાળકને ખોળામાં લઈ લીધું. બહેન ચા બનાવવા ગયાં. બાળકે ગુરુદેવના ખોળામાં ટટ્ટી કરી દીધી. મેં જોયું એટલે પેલાં બહેનને બોલાવવા જતો હતો પરંતુ ગુરુદેવે મારી તરફ ઈશારો કરીને ના પાડી દીધી અને ગુરુદેવે બાળકને મને આપી દીધું. ગુરુદેવની પાસેના રૂમમાં જ પાણીનો નળ હતો. એમાં પોતાનાં કપડાં સાફ કર્યા. અને મને કહ્યું, લાવ બાળકને આપી દે. બાળકને સાફ કરી દઈએ છીએ. મેં નળ પર જઈ બાળકને જે ટટ્ટી લાગેલ હતી એ સાફ કરી અને મારા હાથને પણ બરાબર સાબુ લગાવીને ધોયા. બાળકને ગુરુદેવને આપ્યું. મને એ બહેન પર ખૂબ ગુસ્સો આવતો હતો. બાળકને આપતી વખતે નીચે કપડું લગાવીને ન આપવું જોઈએ. કપડું લગાવીને આપ્યું હોત તો ગુરુદેવનાં કપડાં તો ખરાબ ન થાત. હું ખૂબ નારાજ હતો. ગુરુદેવ મારી તરફ જોતા હતા. તે બહેન ચા લાવ્યાં.
ગુરુદેવ એની સાથે એમના પરિવારની-ઘરની મુશ્કેલીઓ વિષે પૂછતા રહ્યા જેવી રીતે એક પિતા પુત્રીને બધી વાત પૂછતા હોય. મને ગુસ્સો આવી રહ્યો હતો. એના ઘરેથી અમે નીકળ્યા ત્યારે હું વારંવાર હાથ સૂંઘતો હતો. ક્યારેક કપડાં સૂંઘતો હતો. ગુરુદેવ જોઈ રહ્યા હતા. ભોજન કરવા ગયા ત્યારે હું શાક રોટલીને પણ સૂંઘવા લાગ્યો. ગુરુદેવે કહ્યું, શું પાગલ થઈ ગયો છે? સવારમાં દરરોજ હું ગુરુદેવ પાસે બેસતો હતો. જેવો હું ગુરુદેવ પાસે પહોંચ્યો તો ગુરુદેવે કહ્યું, કાલે તું એ છોકરી પર ગુસ્સો કેમ કરી રહ્યો હતો? મેં કહ્યું, છોકરી જો બાળકની નીચે કપડું રાખીને આપત તો આપનાં કપડાં ખરાબ ન થાત. પાછું કહ્યું, તું હાથને દિવસભર કેમ સૂંઘતો હતો. મેં કહ્યું, ગુરુદેવ ! મને હાથ અને કપડાંમાંથી વાસ આવતી હતી. કારણકે મેં એ બાળકની ટટ્ટી સાફ કરી હતી. ગુરુદેવે કહ્યું, ત્યારે તું પોતાની ટટ્ટી સાફ કરે છે ત્યારે બદબૂ નથી આવતી ? પછી કહ્યું, તારી છોકરી આવે છે એનાં બાળકોએ તારા પર કોઈ દિવસ ટટ્ટી નથી કરી ?
મેં કહ્યું, ગુરુદેવ ! ઘણી વાર કરી છે. ત્યારે તું નારાજ કેમ ન થયો? કારણકે તે મારી પોતાની છોકરી હતી અને આ છોકરી બીજની છે. બેટા ! સમાજની બેટી આપણી બેટી છે. જ્યારે આપણને પોતાની બેટી પર ગુસ્સો નથી આવતો દૃષ્ટિકોણ કેટલો ઊંચો છે ? બધામાં પોતાનું કુટુંબ જુએ છે. બધા છોકરા છોકરીઓ અમારી સાથે છે. અમે વસુધૈવ કુટુંબકમ્ની ભાવના ગુરુદેવમાં જોઈ. જો આ ભાવના આપણાં બધાં ભાઈ-બહેનોમાં આવી જાય તો સમાજની બધી સમસ્યાનું સમાધાન થઈ શકે છે. ગુરુદેવ જ્યારે કોઈને દુ:ખી જોતા હતા ત્યારે એમને ઘણી પીડા થતી હતી. તે હમેશાં પોતાના સુખને વહેંચતા અને બીજાનાં દુ:ખોને લઈ લેતા હતા. આવા હતા અમારા ગુરુદેવ! એમની સાથે રહીને હું મને પોતાને ખૂબ જ સૌભાગ્યશાળી માનું છું. મેં આ પ્રસંગ પરથી શિક્ષણ લીધું કે બધામાં ભગવાન જેવા જોઈએ. આખું વિશ્વ આપણું કુટુંબ છે, પરિવાર છે, આખો સમાજ પોતાનો જ છે. એ દિવસથી મારામાં બધા પ્રત્યે પોતાપણાની ભાવના આવી ગઈ. બધાં ભાઈ-બહેનોએ આપ્રસંગમાંથી શિક્ષણ લેવું જોઈએ કે આખું વિશ્વ આપણો પરિવાર છે. આપણે બધા ભગવાનના પુત્ર બધાં ભાઈ બહેન છીએ. ગુરુદેવ કાર્યો વડે શિક્ષણ આપતા હતા. જે તેઓ કહેતા હતા તે જ તેઓ કરતા હતા. આપણે કહીએ છીએ પણ કરતા નથી. આપણી કરણી અને કથની એક હોવી જોઈએ.
આદરણીયશ્રી, કાંતિભાઈ
જયગુરૂદેવ
સરસ જીવન ઉપયોગી અને સમાજ ઉપયોગી
વાત આપે મુકેલ છે, ધન્યવાદ
LikeLike