ગુરુદેવે ફાટેલ ઝભ્ભો પહેર્યો, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૬
August 27, 2011 Leave a comment
ગુરુદેવે ફાટેલ ઝભ્ભો પહેર્યો, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૬
હું સન ૧૯૬૭ના આખરના દિવસોમાં તપોભૂમિ આવ્યો હતો. ૬૮ થી ૭૦ સુધી હું મોટે ભાગે ગુરુદેવ સાથે પ્રવાસમાં જ રહ્યો. ૨૦ દિવસનો પ્રવાસ રહેતો અને ૧૦ દિવસ ગાયત્રી તપોભૂમિમાં રહેતા. એકવાર હું એમની સાથે રાયપુર ગયો. ગુરુદેવ પ્રવચન પછી ત્યાંનાં ભાઈબહેનોને મળી રહ્યા હતા. મે જોયું કે એમનો ઝભ્ભો ફાટેલો હતો. હું એમની સાથે જ્યાં રોકાયા હતા ત્યા ગયો. એમણે ઝભ્ભો કાર્ડી નાંખ્યો. હું એમની પેટી ખોલીને જોઈ રહ્યો હતો. ગુરુદેવ ભોજન પછી પાછા આવ્યા. એમણે કહ્યું, શું ખટ-પટ કરી રહ્યો છે? મેં કહ્યું, ગુરુદેવ આપનો ઝભ્ભો ફાટેલો છે. મેં પેટી ખોલીને જોયું એમાં ત્રણ ઝભ્ભા રાખેલા હતા તે ત્રણે ફાટેલા હતા. ગુરુદેવે કહ્યું, ફાટેલો છે તો રહેવા દે. મેં કહ્યું, ના ફાટેલો ઝભ્ભો પહેરવાનું સારું નહીં. ગુરુદેવે કહ્યું- શું અમારે ફાટેલાં કપડાં ન પહેરવાં જોઈએ? એમણે કહ્યું, લાવ ઝભ્ભો મારી પાસે લાવ. હું એમની પાસે લઈ ગયો. એમણે એક ઝભ્ભો ફાડી નાંખ્યો અને કહ્યું, ત્રણ ઝભ્ભા જ્યાંથી ફાટી ગયા છે ત્યાં આ ઝભ્ભાનું કાપડ લગાવીને સંધાવી દો. હું બજારમાં ગયો અને ત્રણે ઝભ્ભા સંધાવી લાવ્યો. ગુરુદેવે કહ્યું, ત્રણ ઝભ્ભાથી મારું કામ ચાલી જશે. ગુરુદેવ થીંગડાં મારેલા ઝભ્ભા પહેરવા લાગ્યા. આવા હતા અમારા ગુરુદેવ ! ગુરુદેવ પાસેથી શિક્ષણ લેવું જોઈએ કે એમનું જીવન કેટલું સાદું હતું. ક્યારેય તેમણે શરીરનું ધ્યાન આપ્યું નથી. તેઓ આત્માનું ધ્યાન રાખતા હતા. શરીરને વાહન અને આત્માને એનો માલિક કહેતા હતા. આજે આપણે આત્માને ભૂલી ગયા છીએ. આખો દિવસ ખાવા, પહેરવા અને શરીરસુખનું જ ધ્યાન રાખીએ છીએ અને આત્મા આપણો માલિક છે એ વાત ભૂલી ગયા છીએ.
પ્રતિભાવો