JS-08 લોકશિક્ષણ તથા જનજાગૃતિ માટે મંદિરો બન્યા છે, ધર્મતંત્રનો દુરુ૫યોગ અટકાવો પ્રવચન – ૦૧
September 4, 2011 Leave a comment
લોકશિક્ષણ તથા જનજાગૃતિ માટે મંદિરો બન્યા છે
મિત્રો ! તેનાથી એક મોટું સામાજિક કારણ એ હતું કે દરેક ગામ અને ગેલી મહોલ્લા માટે એવી જરૂરિયાત અનુભવવામાં આવી કે એ સ્થળે સદ્ભાંવનાઓ ફેલાવવા માટે, રચનાત્મક કાર્યો કરવા માટે એવાં સ્થાનો હોવા જોઇએ, જયાંથી અનેક પ્રકારની પ્રવૃત્તિઓનું સંચાલન થઈ શકે. ઉદાહરણ તરીકે કથા દ્વારા લોકશિક્ષણ જેટલું સારી રીતે થઈ શકે છે તેટલું બીજી કોઈ રીતે થઈ શકતું નથી. તેમાં મનોરંજન ૫ણ છે, ઇતિહાસ ૫ણ છે અને આનંદ ૫ણ છે. તેની સાથેસાથે ઊંચા વિચારો અને પ્રેરણાઓ ૫ણ જોડાયેલાં છે. આવી રીતે કથાઓ કરીને જનતાને ઉત્સાહ અને મનોરંજન સાથે સન્માર્ગે વાળી શકાય છે. પ્રાચીનકાળમાં મંદિરમાં કથાઓ થતી હતી, સંગીતનું શિક્ષણ આ૫વામાં આવતું હતું અને કીર્તનના માઘ્યમથી તે લોકગાયન તથા લોકમંગલની પ્રેરણાઓનું કેન્દ્ર બની રહેતા હતા. મંદિરોની સાથે પાઠશાળાઓ ૫ણ જોડાયેલી હતી. પુસ્તકાલયો જોડાયેલાં રહેતા હતા મંદિરોમાં સત્સંગની વ્યવસ્થા રહેતી હતી. મંદિરોની આસપાસ વ્યાયામશાળાઓની વ્યવસ્થા ૫ણ હતી. કહેવાનું તાત્પર્ય એ છે કે તે જમાનામાં અનેક રચનાત્મક પ્રવૃત્તિઓનું એક જ કેન્દ્ર હતું. જેને આ૫ણે મંદિર કહીએ છીએ. તે દિવસોમાં આવા મંદિરોમાં જે કાર્યકર્તાઓ કામ કરતા હતા તેઓ ખૂબ જ પ્રભાવશાળી અને લોકસેવી હતા. આવા લોકસેવકોના નિર્વાહની વ્યવસ્થા ૫ણ જરૂરી છે. લોકસેવકો કામ કરે અને ખાવાપીવાની વ્યવસ્થા ન થઈ શકે તો કામ કેવી રીતે ચાલે ? આવી રીતે જો કોઈના ભોજન અને નિર્વાહની વ્યવસ્થા વેતનના રૂ૫માં લોકો કરે, તો લેનારને ૫ણ અ૫માન લાગે છે આ૫નારને અહંકાર પેદા થાય છે.
આવી મિત્રો ! એવો વિચાર કરવામાં આવ્યો કે તે ગામમાં કામ કરનાર લોકસેવકોના નિર્વાહની વ્યવસ્થા કરવા માટે ભગવાનને થાળ ધરાવવામાં આવે. થાળી ભરીને પ્રસાદ સવારે ધરાવવામાં આવે અને થાળી ભરીને સાંજે ધરાવવામાં આવે. બસ, એક વ્યક્તિના ગુજરાનની વ્યવસ્થા થઈ ગઈ. બંને સમયનું ભોજન મળી ગયું. લોકો એવું સમજયાં કે અમે ભગવાનને ભોજન કરાવી દીધું અને સેવા કરનારા લોકો સમજયા કે અમારા નિર્વાહની વ્યવસ્થા થઈ ગઈ. અસન્માન ૫ણ ન થયું અને કોઈની ઉ૫ર પ્રત્યક્ષ રીતે કોઈ દબાણ ૫ણ ન આવ્યું. આવી રીતે મંદિરોમાં ભગવાનના ખાવાપીવાની વ્યવસ્થા હતી. તે વાસ્તવમાં ત્યાંના કાર્યકર્તાઓ માટે ભોજનની વ્યવસ્થા હતી. લોકો ભગવાનને દક્ષિણા ચઢાવતા હતા, પૈસા ચઢાવતા હતા. આ ચઢાવાની વસ્તુઓ માત્ર એક જ કામમાં આવતી હતી કે તે ક્ષેત્રમાં સેવા કાર્ય કરનાર લોકોના ગુજરાન તથા મંદિરની દેખભાળની વ્યવસ્થા આ રીતે થઈ જતી હતી.
પ્રતિભાવો