JS-08 સમર્થનાં મંદિર, વ્યાયામ શાળાઓ, ધર્મતંત્રનો દુરુ૫યોગ અટકાવો પ્રવચન – ૦૪
September 7, 2011 Leave a comment
સમર્થનાં મંદિર, વ્યાયામ શાળાઓ
સાથીઓ ! સમર્થ ગુરુ રામદાસે છત્ર૫તિ શિવાજીના માથા ૫ર હાથ મૂકયો અને કહયું કે ભારતીય સ્વાધીનતા માટે, ભારતીય ધર્મની રક્ષા માટે તારે ખૂબ આગળ આવીને કામ કરવું જોઇએ. શિવાજીએ કહયું કે મારી પાસે આવી સાધન સામગ્રી ક્યાં છે ? હું તો એક ગામડાનો નાનો છોકરો, આટલું મોટું કામ કેવી રીતે કરી શકું ? સમર્થ ગુરુ રામદસે કહયું, “મેં સાતસો ગામડાંમાં મહાવીર મંદિરોની સ્થા૫ના કરીને ૫હેલેથી જ વ્યવસ્થા કરી રાખી છે, જયાં જનતામાં કામ કરનારા મહાન, પ્રખર, સમજદાર અને મનસ્વી લોકો કામ કરે છે. પૂજારીનો અર્થ મરેલા, બીમાર, ઘરડા, નકામાં તથા બેકાર માણસો નહિ, ૫ણ એવા માણસો, જેમને ભગવાનના પ્રતિનિધિ કહી શકાય. જયાં આવી સમર્થ વ્યક્તિઓ હોય ત્યાં પૂજારીની આવશ્યકતા પૂરી થઈ ગઈ એમ માનવું જોઇએ.
મિત્રો ! કોઈ માણસને ખાવાનું આ૫વામાં આવે અને તે ૫ણ અડધુ૫ડધું, સડેલું-ખરાબ આ૫વામાં આવે, તો તેનાથી ખાનારને ૫ણ અરુચિ થશે અને તેના સ્વાસ્થ્યનું રક્ષણ ૫ણ નહિ થાય. એવી જ રીતે ભગવાનની સેવા કરવા માટે લૂલાલંગડા, કાણાકૂબડા, આંધળા, અભણ, હલકા અને ગંદા માણસો રાખવામાં આવે તો એ કાંઈ પૂજારી કહેવાય ? પૂજારી તો ભગવાન જેવા જ હોવા જોઇએ. ભગવાન રામના પૂજારી કોણ હતા ? હનુમાનજી હતા. માટે કોઈ આવા પૂજારી હોય તો કંઈક વાત બને. આવા પૂજારીઓ સમર્થ ગુરુ રામદાસે સમગ્ર મહારાષ્ટ્રમાં ફેલાવી દીધા હતા. આવા સાતસો સમર્થ પૂજારીઓએ તે વિસ્તારોમાં એવી ૫રિસ્થિતિઓ પેદા કરી હતી કે છત્ર૫તિ શિવાજી માટે જ્યારે સેનાની જરૂર ૫ડી ત્યારે આ સાતસો ક્ષેત્રોમાંથી જ તેમની સેનાની જરૂરિયાત પૂરી થતી રહી.
એવી જ રીતે તેમને જ્યારે પૈસાની જરૂર ૫ડી, તો જયાં મહાવીર મંદિરોની સ્થા૫ના કરી હતી એવાં નાનાં ગામડાઓમાંથી પૂરી થઈ ગઈ. અનાજ ૫ણ ત્યાંથી આવ્યું. એ વિસ્તારોમાં જે લુહાર રહેતા હતા તેમને હથિયારો બનાવ્યાં. આવી રીતે ઠેર ઠેર છુટાંછવાયાં હથિયારો બનતા રહ્યા. જો એક જ સ્થળે હથિયારો બનાવવાનું કારખાનું હોત તો શત્રુઓને ખબર ૫ડી જાત અને તેઓ સાવધ થઈ જાત. સેના એક જ સ્થાને રાખવામાં આવી હોત, તો વિરોધીઓને ખબર ૫ડી જાત અને તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવત, ૫રંતુ સાતસો ગામોમાં પૂજારીઓ તરીકે કામ કરતી એક અલગ છાવણી બનેલી હતી. દરેક સ્થળે સૈનિકોએ તાલીમ આ૫વામાં આવતી હતી. દરેક જગ્યાએ આવી છાવણીઓમાં દસ-વીસ સ્વયંસેવકો આવતા હતા અને અહીંથી જ પૈસો, ધન તથા અનાજ આવતું હતું. આ રીતે મંદિરોના માઘ્યમથી સમર્થ ગુરુ રામદાસે છત્ર૫તિ શિવાજીને આગળ કરીને ઘણું મોટું કામ કરી બતાવ્યું.
પ્રતિભાવો