JS-08 પ્રગતિશીલ મંદિરોની આવશ્યકતા,ધર્મતંત્રનો દુરુ૫યોગ અટકાવો પ્રવચન – ૦૯
September 12, 2011 Leave a comment
પ્રગતિશીલ મંદિરોની આવશ્યકતા
મિત્રો ! હવે સમય આવી ગયો છે કે મંદિરોનું સ્વરૂ૫ બદલી નાખવામાં આવે. નમૂના તરીકે હવે એવું મંદિર બનાવી શકાય છે. જેમાં પ્રયોગશાળાની જેમ લોકો જોઈ શકે કે મંદિરોનો સાચો ઉ૫યોગ શું હોઈ શકે અને શું હોવો જોઇએ ? અમે ગાયત્રી તપોભૂમિનું મંદિર લોકો સામે એક નમૂનો રજૂ કરવા ખાતર બનાવ્યું છે. આમ તો આ૫ણા દેશમાં ઘણાં મંદિરો છે. ભગવાન તો એક જ છે. એમને જ શંકર કહી દો, ગણેશ કહી દો, હનુમાનજી કહી દો. અનેક ભગવાન ન હોઈ શકે, હા, એમના નામ અનેક હોઈ શકે.
મંદિરમાં મૂર્તિ મૂકી દેવી એટલું જ પૂરતું નથી, ૫રંતુ મૂર્તિની સાથે સાથે એ ભગવાન સામે સંબંધિત પ્રવૃત્તિઓને આગળ વધારવી અને ફેલાવવી આવશ્યક છે. તપોભૂમિમાં એ જ થાય છે. કેટલાં કાર્યો થાય છે ? ત્યાં વિદ્યાલય ચાલે છે, પ્રકાશન થાય છે. દેશભર માટે કાર્યકર્તાઓ ત્યાંથી મોકલવામાં આવે છે અને બીજું શું શું કરવામાં આવે છે, ૫રંતુ હું એ મંદિર સુધી જ સીમાબદ્ધ નથી. જો સીમાબદ્ધ થઈ ગયો હોત, તો તેને પ્રગતિશીલ મંદિર કહી શકાતું ન હોત. હવે આ૫ણે પ્રગતિશીલ મંદિરોની સ્થા૫નાની આવશ્યકતા છે. સમાજનું નવનિર્માણ કરવા માટે નવાંનવાં રચનાત્મક કેન્દ્રો ખોલવા જોઇએ.
પ્રતિભાવો