ગુરુદેવે મડદામાં પ્રાણ પૂર્યા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૭
September 13, 2011 Leave a comment
ગુરુદેવે મડદામાં પ્રાણ પૂર્યા, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૭
એકવાર ફરી એમની સાથે ગુજરાતના પ્રવાસે ગયો. આણંદમાં પંચ કુંડી યજ્ઞ હતો. હું ગુરુદેવ સાથે શાંતિભાઈના ઘેર સ્ટેશન રોડ પર ઊતર્યો હતો. ઉપરના ભાગે હું અને ગુરુદેવ રહ્યા હતા. નીચે શાંતિભાઈનો પરિવાર રહેતો હતો. એમાં નવસારીના મગનભાઈ ગાંધી પણ ગુરુદેવ સાથે પ્રવાસમાં રહેતા. મિશનનું કામ કરતા હતા. રાત્રે તેઓ શાંતિભાઈના ઘેર જ રોકાયા. મગનભાઈને હાર્ટએટેક આવ્યો. ત્યાં ડૉક્ટરને બોલાવ્યા. સાંભળીને ઘણા લોકો ભેગા થઈ ગયા. રાતનો સમય હતો. ડૉક્ટરે કહી દીધું કે હવે આમાં પ્રાણ રહ્યા નથી. શાંતિભાઈ મારી પાસે ઉપર આવ્યા, જ્યાં અમે ઊતર્યા હતા. એમણે કહ્યું, મગનભાઈને હાર્ટએટેક આવ્યો છે અને તેઓ શરીર છોડી ગયા છે. અમે તો મોટા સંકટમાં ફસાઈ ગયા છીએ. હું એમની સાથે નીચે મગનભાઈ પાસે ગયો. એમની આંખો શાંત થઈ ગઈ હતી. શ્વાસ ચાલતો ન હતો. મે જ્યારે એમને જોયા ત્યારે મને ખૂબ દુ:ખ થયું. હું ગુરુદેવ પાસે ગયો. ગુરુદેવને જગાડ્યા અને કહ્યું, મગનભાઈ શરીર છોડી ગયા. ગુરુદેવે કહ્યું, મને નીચે લઈ જાવ. ગુરુદેવ મારી સાથે નીચે આવ્યા. રૂમમાંથી બધાને બહાર કાઢ્યા. હું એમની સાથે હતો. મગનભાઈ ગાંધીના શરીર પર ત્રણવાર હાથ ફેરવ્યો અને એમના માથા પર હાથ રાખીને કહ્યું, ઊઠો મગનલાલ. એમના હાથ લગાવતાં જ મગનલાલ બેઠા થયા. ગુરુદેવ સાથે વાત કરવા લાગ્યા. મને ગુરુદેવે કહ્યું, બેકાર હલ્લો મચાવ્યો હતો. જા ચા લઈ આવ. મેં શાંતિભાઈની પત્નીને ચા બનાવવા કહ્યું. તે એક કપ ચા બનાવી લાવી. મગનલાલ ગાંધી ચા પીવા લાગ્યા. હું તો એમનાથી દૂર ઊભો હતો. હું વિચારી રહ્યો હતો કે ક્યાંય આ ભૂત તો નથી ને? હું દૂર જ ઊભો રહ્યો હતો કારણકે મેં એમના ડેડબોડીને જોયું હતું. ગુરુદેવે કહ્યું, મગનલાલ એક કપ ચા હજુ પીશો ? એમણે કહ્યું, હા. એક કપ હજુ મંગાવી દો. મેં બીજો કપ ચા મંગાવી. બીજા કપને પણ મગનલાલ પી ગયા અને ગુરુદેવની પાસે ઊભા થઈને ફરવા લાગ્યા. ગુરુદેવે કહ્યું, મગનલાલ ! હજુ તમારે ઘણાં કામ કરવાનાં છે. હજુ તો બદ્રીનાથની યાત્રા પણ તમારે કરવાની છે. આના પછી તેઓ અગિયાર વરસ વધુ જીવ્યા અને બદ્રીનાથ પણ ગયા હતા. ગુરુદેવની પાસે એટલી શક્તિ હતી કે તેઓ મરેલા માણસને પણ જીવતા કરી દેતા હતા. એમની પાસે એટલું મનોબળ હતું. અગિયાર વર્ષ પછી મગનલાલ ગાંધીએ શરીર છોડ્યું.
ગુરુદેવની સાથે જ્યારે હું પ્રવાસ પર જતો હતો. તેઓ કહેતા કે એક કાગળ અને પેન કાઢીને રાખવાં. રેલવેમાં ગુરુદેવ નીચેની સીટ પર સૂતા હતા. રાત્રે બે વાગે રેલવેની લાઈટ સળગાવતા અને સૂતા સૂતા લખતા રહેતા હતા. હું જ્યારે ઊઠતો ત્યારે એમના લેખોને સંભાળીને રાખતો. સામાજિક બુરાઈઓ ઉપર એમને ધણો ગુસ્સો આવતો હતો. દિવસે રસ્તામાં પુસ્તક વાંચ્યા કરતા હતા. જો કોઈ વખત બસમાં જવાનું થતું તો બસમાં પણ લખી લેતા હતા. સમાજ પ્રત્યે એમને ઘણી ખીજ હતી. એક મિનિટ પણ ક્યારેય બરબાદ કરતા ન હતી.
પ્રતિભાવો