જ્યારે ગુરુદેવને મોસંબીનો રસ પિવડાવ્યો, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૯
September 13, 2011 Leave a comment
જ્યારે ગુરુદેવને મોસંબીનો રસ પિવડાવ્યો, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૩૯
હું ગુરુદેવ સાથે આણંદના પ્રવાસે જઈ રહ્યો હતો. એ દિવસે ગુરુદેવને તાવ હતો. જતી વખતે માતાજીએ મને કહ્યું, બેટા ! ગુરુદેવનું ધ્યાન રાખજે. મેં કહ્યું, હું બરાબર ધ્યાન રાખીશ. વડોદરા સ્ટેશન આવવાની તૈયારી હતી. ગુરુદેવે કહ્યું, બેટા ! સ્ટેશન પર તું હક્કો ન કરીશ કે ગુરુદેવને તાવ આવે છે. મને સમજાવી દીધો. સ્ટેશન આવ્યું. વડોદરા અને આણંદમાં ગુરુદેવની શોભાયાત્રા કાઢવામાં આવી. લગભગ ત્રણ ક્લાક ગુરુદેવને શોભાયાત્રામાં કારમાં બેસી રહેવું પડ્યું. જ્યાં યજ્ઞશાળા હતી ત્યાં શોભાયાત્રા પહોંચી. ત્યાં ગુરુદેવનું પ્રવચન થયું. આનાથી તાવ ખૂબ વધી ગયો. મને ઘણી ચિંતા થતી હતી. એ વખતે આણંદ શાખા ગુજરાતમાં સૌથી સારી શાખા હતી. ત્યાં મારે ગુરુદેવ સાથે પાંચ સાત વાર જવાનું થયું હતું. બધાં ભાઈ બહેનો સાથે મારે ઓળખાણ થઈ ગઈ હતી. ત્યાં ડૉક્ટર આશારામજી મિશનનું ઘણું કામ કરતા હતા. એ વખતે આઠ-દશ ભાઈઓ સારું કામ કરતા હતા. મે ડૉક્ટર આશારામને કહ્યું, ગુરુદેવને તાવ છે. તમે મારું નામ લેશો નહીં. એમનાં ચરણ સ્પર્શ કરશો એટલે ખબર પડી જશે, મારા કહેવાથી આશારામજી શાંતિભાઈના ઘેર રોકાયા હતા. ત્યાં ગુરુદેવના ચરણ સ્પર્શ કર્યા. ચરણ સ્પર્શ ખૂબ ગરમ હતા. ડૉક્ટર આશારામજીએ ગુરુદેવને કહ્યું, ગુરુદેવ ! આપને તો તાવ છે. હવે આપે આરામ કરવો જોઈએ. ગુરુદેવ ચૂપ રહ્યા અને ડૉક્ટર આશારામજીએ કહ્યું, બજારમાંથી મોસંબીનો રસ લાવીને પિવડાવી દો. તાવ છે કાલે સવારે ચેક કરી દવા આપીશું. હું બજારમાં ગયો અને ત્યાંથી થરમોસમાં મોસંબીનો રસ લઈ આવ્યો અને સ્ટીલના ગ્લાસમાં મોસંબીનો રસ કાઢીને ગુરુદેવને આપ્યો. ગુરુદેવ સમજ્યા કે પાણી આપી રહ્યો છું. જેવો એક ઘૂંટ રસ ગુરુદેવે પીધો કે તરત જ એમણે થૂંકી કાઢ્યો અને મોં સાફ કરી નાખ્યું. કોગળા કરીને રસને ફેંકી દીધો. મારી પર એકદમ તૂટી પડ્યા. જો તેમની પાસે ડંડો હોત તો મારી જ દેત. એટલો એમને ગુસ્સો હતો. મને કહ્યું, અમારાં બાળકો તપોભૂમિમાં રહે છે એમને પાણી પણ નથી મળતું. (તપોભૂમિમાં ખારા પાણીનો કૂવો હતો. મીઠું પાણી થોડે દૂરથી લાવવું પડતું હતું.) તું મને મોસંબીનો રસ પિવડાવે છે. ખૂબ નારાજ થઈ ગયા હતા. મને ખૂબ ડર લાગ્યો હતો. બીજા દિવસે ડૉ. આશારામજી આવ્યા અને ગુરુદેવને જિદ કરીને તપાસ કરાવવા માટે લઈ ગયા. તપાસમાં અસામાન્ય કશું ન નીકળ્યું. ગુરુદેવે ત્યાંના ભાઈઓને મારું નામ લઈને કહ્યું, લીલાપતને બોલાવી લાવો. હું બહાર ઊભો હતો. મને ગુરુદેવે કહ્યું, તપાસમાં શું નીકળ્યું છે ? મેં કહ્યું, ચેકિંગની વાત તો ડૉક્ટર આશારામજીએ કહી હતી. ગુરુદેવ બોલ્યા, અમે બધું જાણીએ છીએ. ડૉક્ટરને તાવની વાત અવશ્ય તેં જ કરી છે. મને કહ્યું, બેટા ! અમને કોઈ બીમારી નથી. ક્યારેક વિજાતીય તત્ત્વ શરીરમાં આવે છે ત્યારે તાવ દ્વારા નીકળી જાય છે. અમે ઠીક છીએ. તું ચિંતા ન કરીશ. તારાબહેનની માંદગી દૂર કરી.
આણંદ પછી અમદાવાદ ગયા. ત્યાં ચંદુલાલ જોષીના ઘેર રોકાયા. એમનાં પત્ની તારાબહેને મને તથા ગુરુદેવને ચા બનાવીને આપી. ગુરુદેવે તારાને કહ્યું, તું પણ તારા માટે એક કપ ચા બનાવીને લાવ. અમારી સાથે જ ચા પી લે. તારાબહેન બોલ્યાં, ગુરુદેવ ! મને આઠ-દશ વર્ષ થઈ ગયાં. હું ક્યારેય ચા નથી પીતી અને ભોજન પણ નથી કરતી. કેટલાક રસ ડૉક્ટરોએ બતાવ્યા છે એ લઉં છું. પેટમાં અલ્સર હતું અને બીજી કોઈ બીમારી પણ હતી. એ કારણે ડૉક્ટરોએ ચા અને ખાવાનું બંધ કરાવી દીધું છે. ગુરુદેવે કહ્યું, નહીં ચા લાવ. ચા પી. કશું નહીં થાય. તારાબહેનને ગુરુદેવે ઘણી વાર કહ્યું ત્યારે તારાબહેન બોલ્યાં, ગુરુદેવ ! ક્યાંક કોઈ બીમારી/ખરાબી ન થઈ જાય. ગુરુદેવ બોલ્યા, બેટી ! કશું પણ નહીં થાય. તારાબહેને ડરતાં ડરતાં ચા પીધી. ચા પીવાથી એમને કશું પણ ન થયું. જ્યારે ખાવા બેઠાં ત્યારે ગુરુદેવે કહ્યું, તું પણ તારા માટે થાળી પીરસી લાવ અને અમારી સાથે ભોજન કર. તારાબહેન ચૂપચાપ ઊભાં રહ્યાં. ગુરુદેવે કહ્યું, અમારો વિશ્વાસ નથી? જલદી થાળી લાવ. તને કશું પણ નહીં થાય. તારાબહેન પોતાના માટે ભોજનની થાળી લાવ્યાં. ગુરુદેવે પોતાની સાથે બેસાડીને ભોજન કરાવ્યું. ભોજન કર્યા પછી તારાબહેન બિલકુલ સ્વસ્થ રહ્યાં. અમે ત્રણ દિવસ અમદાવાદ રોકાયા. ગુરુદેવ ત્રણે દિવસ એમને પોતાની સાથે ચા પિવડાવતા રહ્યા અને ભોજન કરાવતા રહ્યા. તારાબહેન બોલ્યાં, ગુરુદેવ ! આપના આશીર્વાદથી મને કોઈ નુક્સાન ન થયું. નહીં તો કશું પણ ખાઉ-પી’તો પેટમાં દર્દ થવા લાગતું. એટલે ડૉક્ટરોએ ના પાડી હતી. આપના આશીર્વાદથી ભોજન કરી શકી છું. જેમને ગુરુદેવ આશીર્વાદ આપતા એમને જ ફળતા હતા.
એ પછી પોરબંદરમાં ૧૦૦૮ કુંડી યજ્ઞ હતો. ત્યાં તારાબહેન અમારી સાથે ભોજન કરવા બેઠાં. ગુજરાતની રોટલી નાની નાની હોય છે. અમે ચાર રોટલી ખાધી અને તારાબહેન દશ રોટલી ખાઈ ગયાં. મેં કહ્યું, પાછળના દિવસનો બાકી ક્વોટા પૂરો કરી રહ્યાં છે. બધાં હસી પડ્યાં.
પ્રતિભાવો