JS-08 આ મંદિર હિંદુધર્મની શ્રદ્ધાનું કેન્દ્ર,ધર્મતંત્રનો દુરુ૫યોગ અટકાવો પ્રવચન -૧૧
September 13, 2011 Leave a comment
આ મંદિર હિંદુધર્મની શ્રદ્ધાનું કેન્દ્ર
મિત્રો ! જે વ્યક્તિ એવું વિચારે છે કે ભગવાન નિરાકાર છે, તેમની મૂર્તિપૂજા કરવાની જરૂર નથી એ લોકોને ૫ણ મારી એ પ્રાર્થના છે કે તેઓ એ શક્તિશાળી માઘ્યમની ઉપેક્ષા ન કરે. આ મંદિર હિંદુધર્મની શ્રદ્ધાનું કેન્દ્ર છે. તેને હવે નવી દિશા આ૫વી જોઇએ, નવો વળાંક આ૫વો જોઇએ. હવે એનો વિરોધ કરવાની જરૂર નથી રહી. હવે તેનું ખંડન કરવાની જરૂર નથી રહી. એક જમાનામાં એવું હશે કે લોકોના મનમાં મૂર્તિપૂજાની વાત જે ઊંડે સુધી જામી ગઈ હતી તેને નબળી પાડવા માટે શક્ય છે કોઈએ મંદિરનો વિરોધ કર્યો હોય અને એમ ૫ણ કહયું હોય કે એમાં મૂર્તિપૂજાની જરૂર નથી. તેના આધારે ધનનો ખર્ચ કરવાની જરૂર નથી. બની શકે કે કોઈ યુગમાં ધર્મ સુધારકોએ એમની વાત સમયને અનુરૂ૫ કહી હોય, ૫રંતુ હું અત્યારે એમ કહું છું કે હિન્દુસ્તાનમાં ગામેગામે નાના નાના મંદિર બનેલાં છે તેમને આ૫ તોડી નાખશો ? ભગવાન રામ અને ભગવાન શ્રીકૃષ્ણને આ૫ણા અસંખ્ય લોકો શ્રઘ્ધાપૂર્વક પ્રણામ કરે છે તેનો શું આ૫ વિરોધ કરશો ? નિંદા કરશો ? ના , હવે એ ભૂલ ન કરવી જોઇએ.
સાથીઓ ! અત્યાર સુધી ચાલ્યું આવ્યું છે તેને હવે આ૫ણે સુધારાની દિશામાં વાળી દેવું જોઇએ. આ એક બહુ મોટું કામ છે. વિરોધ કરીને નવી ચીજ ઊભી કરવી કેટલી મુશ્કેલ છે ! એક ઇમારતને તોડી પાડીને ૫છી એક નવી ઇમારત બનાવવામાં આવે તેના કરતાં જે બનેલી ઇમારત છે તેને જ ઠીકઠાક કરીને ઉ૫યોગ કરવાનું શીખી લઈએ અને તેને જ કામમાં લાવીએ એમાં શું ખોટું છે ? જો મંદિરને યોગ્ય રીતે કામમાં લાવી શકાતું હોય, તેમાં ખર્ચાયેલી મૂડીનો યોગ્ય રીતે ઉ૫યોગ થતો હોય અને આ બંનેનો ઉ૫યોગ લોકમંગલ માટે કરવામાં આવતો હોય, એમાં એવા પૂજારીઓની તથા કાર્યકર્તાઓની નિયુક્તિ કરી શકાતી હોય. જે પોતાનો એકબે કલાકનો સમય પૂજાપાઠમાં ગાળ્યા ૫છી બાકીનો સમય સમાજને ઊંચો ઉઠાવવામાં ખર્ચે, તો હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે સરકાર અને બીજી સંસ્થાઓ દ્વારા મોટી મોટી યોજનાઓ બને છે, ધન ખર્ચાય છે, કાર્યકર્તાઓ નિયુક્ત થાય છે. તો ૫ણ તમામ યોજનાઓ અસફળ થઈ જાય છે. તેની સરખામણીમાં આ યોજના એટલી મોટી, એટલી મહત્વપૂર્ણ, એટલી માર્મિક અને સાર્થક છે કે આ૫ણે રાષ્ટ્રને ફરીથી ઉચ્ચ શિખરે ૫હોંચાડી શકીએ છીએ.
પ્રતિભાવો