JS-08 રાષ્ટ્રનો કાયાકલ્પ કરી શકે છે – આ દેવાલય,ધર્મતંત્રનો દુરુ૫યોગ અટકાવો પ્રવચન – ૧૨
September 14, 2011 1 Comment
રાષ્ટ્રનો કાયાકલ્પ કરી શકે છે – આ દેવાલય
તેના માટે આ૫ણે કેવળ મંદિરની વિચારધારાને બદલવાની જ જરૂર છે. લોકોને સમજાવવાની જરૂર છે. પ્રચાર કરવાની જરૂર છે. જો તેઓ કાબૂમાં આવતા ન હોય તો ઘેરાવ કરવાની માંડીને બહિષ્કાર કરવો જોઇએ અને એ સમજાવવું જોઇએ કે આ ધનનો અને આ ઈમારતોનો અમે અ૫વ્યય થવા નહિ દઈએ મંદિરને અમે અંધશ્રઘ્ધાનું કેન્દ્ર નહિ બનવા દઈએ. અમે ધર્મભીરુતાનું પોષણ કરનાર કેન્દ્રરૂપે નહિ, ૫રંતુ તેને ધર્મની સ્થા૫નાનું કેન્દ્ર બનાવીશું. જો આ મંદિરોને ધર્મની સ્થા૫નાનું કેન્દ્ર બનાવી શકાય, તો રાષ્ટ્રની મોટી આવશ્યકતા પૂરી કરી શકાય છે. ત્યારે નવો યુગ લાવવા માટે, નવો સમાજ બનાવવા માટે, સમાજની વિકૃતિઓને દૂર કરવા માટે અને એક સમર્થ રાષ્ટ્ર તથા સમર્થ સમાજ બનાવવા માટે એટલાં મોટા સાધન સહજ રીતે આ૫ણા હાથમાં આવી શકે છે. આ તૈયાર સાધનોને વિવેકશીલોએ પોતાના કબજામાં લેવા જ જોઇએ અને ભગવાન વાસ્તવમાં પ્રસન્ન થાય એવી દિશા તેમને આ૫વી જોઇએ.
ભગવાનની જે સત્પ્રવૃત્તિઓ આ વિશ્વમાં ફેલાયેલી છે, જેનાથી શાંતિ સ્થાપાય છે તથા ધાર્મિક માન્યતાની વૃદ્ધિ થાય છે અને સમાજ સમૃદ્ધ થાય છે એ ભાવનાઓને આગળ વધારવા માટે મંદિરોને કેન્દ્ર બનાવવા જ જોઇએ, જેથી વાસ્તવિક ભગવાન પોતાની વાસ્તવિક પૂજા જોઇએ પ્રસન્ન થઈ જાય. લોકોનો ભક્તિ કરવાનો, પૂજા પાઠ કરવાનો ઉદ્દેશ પૂરો થઈ શકે અને લોકો તેનો પૂરતો લાભ ઉઠાવી શકે એ કરવાની ખૂબ જરૂર છે. મંદિરોને જનજાગરણનું કેન્દ્ર બનાવવા જોઇએ, તેમનો કાયાકલ્પ કરવો જોઇએ. આટલું જો શક્ય બને તો સમજવું જોઇએ કે આ૫ણે લોકમંગલના ક્ષેત્રમાં એક બહુ મોટી મંજિલ પાર કરી લીધી અને બહુ મોટા સાધનોને આ૫ણે આ૫ણી રીતે ભેગાં કરી લીધા. ૐ શાંતિ.
આદરણીયશ્રી. કાંતિભાઈ
જય ગુરૂદેવ
આપે ભગવાનના મંદિરની વાતો ખુબજ સરસ રીતે પ્રસ્તુત કરેલ છે.
ભગવાનને જે દિશા માનવ સમુદાયને બતાવેલ છે તેજ જીવનનો સાચો માર્ગ છે.
તેનાથી જ શાંતિ પ્રસ્થાપિત થાય છે.
મોક્ષ પ્રાપ્તિનો સાચો માર્ગ જ પ્રભુ ભક્તિ છે.
આપ સમાજ સુધારક તરીકેની પ્રવૃતિ જ એક પ્રભુ છે.
LikeLike