ખર્ચાળ યજ્ઞનો વિરોધ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૩
September 16, 2011 Leave a comment
ખર્ચાળ યજ્ઞનો વિરોધ, પૂજ્ય ગુરુદેવનાં માર્મિક સંસ્મરણ – ૪૩
હું ગુરુદેવની સાથે પટના યજ્ઞમાં ગયો. ત્યાં ૧૦૧ કુંડી યજ્ઞ હતો. રમેશચંદ્ર શુક્લને એક મહિના પહેલાં ત્યાં યશની તૈયારી માટે મોકલી દીધા હતા. યજ્ઞશાળા બનાવવા માટે ઘણી જ રકમ ખર્ચાઈ ગઈ હતી. ગુરુદેવ જ્યારે યજ્ઞશાળામાં ગયા અને તેમણે જ્યારે યજ્ઞશાળાને જોઈ તો તેઓ ઘણા જ નારાજ થયા અને બોલ્યા, જનતાએ પૈસા આપ્યા છે. તમે લોકો એને કેવી રીતે વેડફી રહ્યા છો. યજ્ઞશાળા માટે તથા અન્ય બધા જ ખર્ચ તમે મનફાવે તેવી રીતે કરી રહ્યા છો. યજ્ઞ એ આપણું માધ્યમ છે. તેના દ્વારા આપણે લોકોને આપણા વિચારો સાથે જોડીએ છીએ. યજ્ઞ આપણો પુરોહિત છે. આપણને દિશા દર્શાવે છે. ‘‘અગ્નિમીને પુરોહિતમ્’ એટલે કે અગ્નિ આપણો દેવતા છે. તેમાં આપણે જે કાંઈ પણ હોમીએ છીએ, તે પોતાની પાસે રાખતો નથી. દરેકને વાયુમંડળમાં ફેલાવીને જળચર, થલચર, નભચર દરેકને શ્વાસ દ્વારા ભોજન આપતો રહે છે. ગુરુદેવે કહ્યું- આના દ્વારા અમે શિક્ષણ આપીએ છીએ કે મનુષ્ય પરોપકારી જીવન જીવવું જોઈએ તેની પાસે જે કાંઈ પણ છે. શ્રમ, ધન, સમય તેણે સમાજનાં કાર્યોમાં લગાવી દેવાં જોઈએ.
મનુષ્ય એટલો સ્વાર્થી થઈ ગયો છે કે તે ફક્ત પોતાનાં સ્વાર્થનું વિચારતાં, અન્યનું વિચારતો જ નથી. અમે યજ્ઞ દ્વારા મનુષ્યને સ્વાર્થથી પરમાર્થ તરફ લઈ જવાનું ઈચ્છીએ છીએ. તમે લોકોએ યજ્ઞને જ સર્વસ્વ સમજી લીધો છે. યજ્ઞશાળા બનાવવામાં જ કેટલો ખર્ચ કર્યો છે. તમે લોકો જનતાના પૈસાને પાણીની માફક વેડફી રહ્યા છો. ભવિષ્યમાં યજ્ઞમાં ઓછામાં ઓછો ખર્ચ કરશે, જનતાના જે પૈસા યજ્ઞમાંથી બચે, તેનો ઉપયોગ સાહિત્ય પ્રચારમાં કરશો. તમારું ધ્યાન વિચારો ઉપર છે જ નહીં. યજ્ઞમાં ઓછામાં ઓછો ખર્ચ કરવો જોઈએ. જનતા પાસેથી જે પૈસા લીધા છે તેમને વળતર પણ કંઈક તો આપવું જોઈએ. ગુરુદેવ હમેશાં વિચારો ઉપર ભાર મૂકતા હતા. તેઓ કહેતા હતા, આપણું કામ પૈસા ભેગા કરવાનું નથી. ક્યારેય પણ યજ્ઞમાંથી બચેલા પૈસા ગાયત્રી તપોભૂમિ લઈ ન જતા. ત્યાં ને ત્યાં જ સાહિત્યમાં તેનો ઉપયોગ કરજો. તે દિવસથી મેં બોધ લીધો કે યજ્ઞની બચતને ક્યારેય તપોભૂમિ નહીં લઈ જાઉં. જ્યાં પણ જે કાંઈ યજ્ઞ કરતાં બચ્યું, તેનો ત્યાં જ ખર્ચ કર્યો. ગુરુદેવ કહેતા રહેતા કે જ્યાં પણ પૈસા જશે ત્યાં વિલાસિતા ઉત્પન્ન થશે. કાર્યકર્તાઓમાં ઝઘડાઓ ઉત્પન્ન થશે. આપણું કામ પૈસા ભેગા કરવાનું નથી. આપણા વિચારો ઘણા જ ઉચ્ચ છે, તેને જન જન સુધી ફેલાવવા જોઈએ. જ્ઞાનરથ, ઝોલા પુસ્તકાલય અને વધારે પૈસા હોય તો સાહિત્યનો મોટો ડેપો ખોલવો જોઈએ. ગુરુદેવ એવું કહેતા કે પ્રત્યેક વ્યક્તિએ યજ્ઞ દ્વારા થયેલ ધનની બચતનો સદુ૫યોગ કરવો જોઈએ.
પ્રતિભાવો