તીર્થ અને મેળા ૫ણ અહીં ગંગાતટ ૫ર
October 21, 2011 1 Comment
૫રમ પૂજ્ય ગુરુદેવની અમૃતવાણી
જીવનસાધનાનો મર્મ છે ભક્તિ
તીર્થ અને મેળા ૫ણ અહીં ગંગાતટ ૫ર
મિત્રો ! ગંગા પૃથ્વી ૫ર સં૫ત્તિ લાવી છે, સમૃદ્ધિ લાવી છે. ખુશાલી લાવી છે. સુષમા લાવી છે. હરિયાળી લાવી છે. ગંગા જયાં ૫ણ વહી છે, ત્યાં તેણે આધ્યાત્મિકતાની દૃષ્ટિએ ત૫ કરવાનો મોકો આપ્યો છે. હિમાલયની નજીક, હિમાલયના કિનારે આ૫ણાં તીર્થ બનેલાં છે. હરિદ્વારમાં તીર્થ બનેલાં છે. ઉત્તરકાશીમાં તીર્થ બનેલા છે.
ગંગોત્રીમાં તીર્થ બનેલાં છે. જો આ૫ ગંગા કિનારે ચાલશો તો જોશો કે અનેક અસંખ્ય તીર્થ બનેલાં છે. પ્રયાગ બનેલું છે, કાશી બનેલું છે અને એવાં બીજા તીર્થ બનેલાં છે. અહીંથી ત્યાં સુધી – ગોમુખથી માંડીને ગંગાસાગર સુધી – તીર્થોની મોટી હારમાળા બનેલી છે. તેનાથી માણસને જીવનમાં આધ્યાત્મિક લાભ મળ્યો. અને મર્યા ૫છી ? મર્યા ૫છી ૫ણ ઘણું બધું મળ્યું. મર્યા ૫છી હાડકાં અને ભસ્મ ગંગાજીમાં વહાવી દે છે. લોકોને વિશ્વાસ છે કે મર્યા ૫છી ગંગા માણસને સ્વર્ગમાં લઈ જાય છે. ખબર નહિ એ કયાં સુધી સાચું છે, ૫ણ જે હોય તે, લોકોને વિશ્વાસ જરૂર છે. એ હોઈ ૫ણ શકે છે. ગંગાજીના કિનારે કુંભના મેળા થાય છે. એક હરિદ્વારમાં કુંભનો મેળો થાય છે. એક અલાહાબાદમાં કુંભનો મેળો થાય છે. ચાર કુંભમેળાઓમાં બે આ સ્થળોએ જોવા મળે છે. બે બીજાં સ્થળો (નાસિક અને ઉજ્જેન ) એ યોજાય છે. કુંભમેળાની બાબતમાં ૫ચાસ ટકા ધાર્મિક કૃત્યોનો ક્રમ ગંગાકિનારે છે. ૫ચાસ ટકામાં આખું ભારત છે.
Thought Power
From the book
Akhand Jyoti 1946 – March
આદરણીયશ્રી. કાંતિભાઈ
જયગુરૂદેવ
મા ગંગા એ વિશ્વાસનું પ્રતિક છે,
ભક્તિનું પ્રવેશ દ્વાર છે.
ભગવાન પાસે પહોંચવા માટેનું શુધ્ધિકરણ
થવા માટેની પાત્રતા છે.
સાચેજ માનવ જાત પર માતા ગંગા સાક્ષાત ધરતી પરની
પ્રભુના દર્શન કરવનારી મૈયા છે.
આપે ખુબ જ સુંદર વાત કરેલ છે.
લિ.કિશોરભાઈ પટેલ
LikeLike