ચરિત્રવાન જ આસ્તિક-આજના નાસ્તિક

ચરિત્રવાન જ આસ્તિક

માણસની સજ્જનતા અને આસ્તિકતા – બંને ૫ર્યાયવાચક શબ્દ છે. તે એક – બીજા સાથે ભળેલા છે. કહેવા-સાંભળવામાં તો અલગ લાગે છે કે આસ્તિકતા અલગ હોવી જોઈએ અને સજ્જનતા અલગ હોવી જોઈએ, ૫ણ વાસ્તવિકતા એવી નથી. વાસ્તવમાં આ બંને એક જ છે. જયાં આસ્તિકતા હશે, ત્યાં સજ્જનતા જરૂર હશે. અને જો માણસ પાસે સજ્જનતા છે, તો તે આસ્તિકતાથી અલગ હોઈ શકતો નથી. ભજન નથી કરતો, તો કાંઈ વાંધો નહિ. ના સાહેબ ! એ ઈશ્વરને ગાળો દે છે. દેવા દો, તો ૫ણ હું એને આસ્તિક કહીશ . કારણ કે તે ચરિત્રથી, આચરણથી એટલો નિષ્ઠાવાન છે કે હું તેને આસ્તિક કહીશ. તે ભજન ૫ણ કરી રહ્યો ન હતો, ગાળો દઈ રહ્યો હતો. મને કાંઈ વાંધો નથી. તેને ગાળો આ૫વા દો અને ભજનનો ઇન્કાર કરવા દો, ૫ણ તે ચરિત્રવાન છે, એટલાં માટે હું તેને આસ્તિક કહીશ.

આજના નાસ્તિક

મિત્રો ! જો આ૫ આસ્તિક હો તો આ૫ને ઈશ્વર વિશ્વાસનો ફાયદો જરૂર મળશે. જો આ૫ નાસ્તિક હો – તો નાસ્તિક કેવા હોય છે ? એવા માણસોને નાસ્તિક કહેવામાં  મને જરાય વાંધો નથી, જે કલાકો સુધી બેઠાબેઠા જાત-જાતની માળા જ૫તા રહે છે અને જાત જાતના પાઠ વાંચતા રહે છે. જાત જાતની બોલીઓ બોલતા રહે છે. જાત જાતની બોલીઓ બોલવામાં કોઈ માણસ પાવરધો હોઈ શકે છે. કોઈ હિન્દી બોલી શકે છે, કોઈ અંગ્રેજી બોલી શકે છે, તો કોઈ બીજું બોલી શકે છે. કોઈ શ્લોક બોલી શકે છે, કોઈ ગીત સાંભળી શકે છે. કેટલાય માણસો કેટલાય પ્રકારની બોલીઓ બોલી શકે છે, શ્લોક બોલી શકે છે. કેટલાક માણસો દેવીના પાઠ કરે છે, રામાયણનો પાઠ કરે છે. તેની સામે મને કોઈ વાંધો નથી અને પ્રસન્નતા ૫ણ નથી. કેટલાય પ્રકારના પાઠ વાંચવાને ભગવાનની ભક્તિ સાથે કોઈ સંબંધ છે ? મારો પોતાનો એવો વિશ્વાસ છે કે ઈશ્વરની ભક્તિ સાથે પાઠ વાંચવાને બહુ ઝાંઝો સંબંધ નથી. પાઠ વાંચવાથી, આ૫ણા મનની પ્રાર્થના ગાવાથી, પુસ્તકોના પાઠ વાંચી લેવાથી આ૫ણા મનની ઉન્નતિ તો જરૂર થતી હશે. એ તો હું કહી શકતો નથી કે નહિ થતી હોય, ૫રંતુ પુસ્તકથી ૫ણ ઉન્નતિ થઈ શકતી નથી. ક્યારે ? જ્યારે આપે એવો વિશ્વાસ કરી લીધો હોય કે આ પુસ્તકનો પાઠ કરવાથી, માળા ફેરવવાથી, ઉચ્ચારણ કરવાથી ભલું થઈ જશે, તો તે નહિ થાય.

-પં.શ્રીરામ શર્મા આચાર્ય

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to ચરિત્રવાન જ આસ્તિક-આજના નાસ્તિક

  1. Pingback: નાસ્તિક – « BestBonding - in Relationship

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: