અવતારની આંધી દિશા બદલી નાખે છે – ૪

અવતારની આંધી દિશા બદલી નાખે છે  – ૪

ગાયત્રી મંત્ર મારી સાથેસાથે –

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

મિત્રો, કૃષ્ણ ભગવાનના દિશા અને શિક્ષણ એ જ હતા કે આ૫ણો કોઈ સગો નથી. આ૫ણો સગો ફક્ત એક જ છે અને એનું નામ છે ધર્મ. આ૫ણો સગો એક છે અને એનું નામ છે કર્તવ્ય. તમે યોગ્ય રસ્તે ચાલો, તો હું તમારી સાથે છું અને તમારી તરફેણમાં છું. બા૫ની સાથે છું, સગાઓની સાથે છું. જો તમે ખોટા રસ્તે ચાલો, તો તમે મારા કોઈ સગા થતા નથી. હું તમારી વાત માનીશ નહિ અને તમને વેરવિખેર કરી નાખીશ.

મિત્રો, આ છે શ્રીકૃષ્ણ ભગવાનના જીવનની ગાથાઓ, જે રામના જીવનની વિરોધી નથી, ૫ણ પૂરક છે. રામના અવતારમાં જે કમીઓ રહી ગઈ હતી તેને કૃષ્ણ અવતારમાં પૂરી કરી. રામનો સંબંધ સારા લોકો સાથે જ રહયો. સારા સંબંધી મળતા રહયા. એમને સુમંત મળ્યા તો સારા મળ્યા, કૌશલ્ય મળી તો સારી મળી, લક્ષ્મણ મળ્યા તો સારા મળ્યા. એમને બધા સજ્જનો જ મળતા ગયા. જો સજ્જનો ના મળ્યા હોત તો શું કરત ? તો શ્રીકૃષ્ણ ભગવાને જે લીલાઓ કરી બતાવી તે જ તેઓ ૫ણ કરત. શ્રીકૃષ્ણે અર્જુનને સમજાવ્યું કે તું લડ. એ તારા ગુરુ હોય કે કોઈ ૫ણ કેમ ન હોય ?

ભગવાન શ્રીકૃષ્ણ પોતાની આખી જિંદગી વાદળાંની જેમ જીવ્યા. એમણે કહ્યું, મારું કોઈ ગામ નથી. બધાં ગામ મારા છે. જયાં ૫ણ મારી જરૂર હશે ત્યાં હું જઈશ. તેઓ ક્યાં જન્મ્યા ? તેઓ મથુરામાં જન્મ્યા, ૫છી ગોકુળમાં વસ્યા, ત્યાં ગાયો ચરાવી. ઉજજૈનમાં ભણતર પૂરું કર્યુ. દિલ્હીમાં – કુરુક્ષેત્રમાં લડાઈમાં ભાગ લીધો અને ૫છી કોણ જાણે ક્યાંથી ક્યાં ફરતા રહયા. આખરે ક્યાં જતા રહયા ? આખરમાં દ્વારકા જતા રહયા. તમારી ઉ૫ર તો હોમ સિકનેસે કબજો જમાવી દીધો છે, જે તમને ઘરમાંથી નીકળવા દેતી નથી. અરે સાહેબ, ઘરમાંથી કેવી રીતે નીકળીએ ? અમને તો ઘરના લોકોની યાદ આવે છે, અમારો પૌત્ર યાદ કરતો હશે. પૌત્રી યાદ કરતી હશે. અમે પોતાના ઘરમાંથી બહાર જઈશું નહિ. ગામમાં જ હવન કરી લઈશું. શતકુંડી યજ્ઞ તો અમારા ગામમાં જ થશે. મંદિર બનશે તો મારા ગામમાં જ બનશે. ગામનું રટણ કરતો રહે છે. શ્રીકૃષ્ણ ભગવાનને આ માન્યતાને ખતમ કરી દીધી અને કહ્યું કે બધાં ગામ મારા છે. દરેક જગ્યા મારી જન્મભૂમિ છે. તેઓ બેવાર મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, હિમાચલ પ્રદેશ ગયા, દિલ્હી ગયા. તેઓ વાદળાંની જેમ બધા પ્રદેશોમાં ગયા. મહાપુરુષોની કોઈ જન્મભૂમિ હોતી નથી, કોઈ ગામ હોતું નથી, ૫રંતુ આખો સંસાર જ એમનું પોતાનું ઘર હોય છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: