દિશા બદલી નાખે છે – અવતારની આંધી – ૧

દિશા બદલી નાખે છે – અવતારની આંધી – ૧

ગાયત્રી મંત્ર મારી સાથેસાથે –

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

મિત્રો ! લોકો પોતપોતાની જન્મભૂમિનું રટણ કરે છે કે આ મારી જન્મભૂમિ છે, તે મારી જન્મભૂમિ છે. અરે ! જન્મભૂમિ કોની હોય છે ? જેઓ માત્ર શરીરને જ સર્વસ્વ માને છે તેમની જન્મભૂમિ હોય છે, શ્રેષ્ઠ મનુષ્યોની કોઈ જન્મભૂમિ હોતી નથી. મારી તો દરેક જગ્યા જન્મભૂમિ છે. જયાં મારી જરૂર ૫ડશે ત્યાં હું જઈશ. ના સાહેબ ! મારી તો અમુક જગ્યાએ જન્મભૂમિ છે, એટલે હું ત્યાં જઈશ. ના ! કોઈ જન્મભૂમિ નહિ. શંકરાચાર્ય ક્યાં પેદા થયા હતા ? કેરાલામાં જન્મ્યા હતા. ૫રંતુ તેઓ આખા ભારતમાં ફરતા રહયા. તેમની પ્રેરણાથી દક્ષિણ ભારતના લોકો ઉત્તરમાં આવી ગયા અને ઉત્તર ભારતના લોકો દક્ષિણ ભારતમાં ચાલ્યા ગયા.

કુમારજીવ કાશ્મીરમાં જન્મ્યા હતા, છતાં મોંગાલિયા ગયા અને ચીનમાં જિંદગી પૂરી કરી, ઈસુ ખ્રિસ્ત ક્યાં જન્મ્યા અને મદીના જતા રહયા. ત્યાં રહયા અને ૫છી એ ગામ છોડીને બીજે ગામને જ સેવાઓ આપીશ અને ત્યાં જ મરીશ. ના મિત્રો ! આની કોઈ જરૂર નથી. ગમે ત્યાં જગ્યા હોય, ગમે ત્યાં જમીન હોય, ગમે ત્યાં તક હોય, ગમે ત્યાં તમારી જરૂર હોય, ત્યાં તમે જજો. ના સાહેબ ! હું તો ગામમાં જ રહીશ. ગામમાં જ મારા બાળકો રહેશે. મારા જ ગામમાં પુસ્તકાલય બનશે. ના, કોઈ જરૂર નથી.

જયારે તમારા ગામના લોકો અભણ છે તો પોતાના ગામમાં પુસ્તકાલય શા માટે બનાવો છો ? ગામ ગામની બૂમો પાડયા કરો છો ? આ હોમ સિકનેસ છે, બીજાથી પોતાને અલગ કરવાની પ્રવૃત્તિ છે. ના સાહેબ ! આ કારણોસર તો બધા છોડીને ચાલ્યા ગયા. ચાલ્યા ગયા તો ચાલ્યા ગયા. એમના પ્રત્યે મોહ કેવો ? મોહ રાખવો જ હોય, પ્રેમ કરવો જ હોય તો સિદ્ધાંતો સાથે કરો, આદર્શો સાથે કરો, ગામનો મોહ શા માટે ? ગામ પ્રત્યે શો પ્રેમ ? કયો સંબંધ ? એનું સૌથી સારું ઉદાહરણ આ૫ણને શ્રીકૃષ્ણ ભગવાનના જીવનમાં જોવા મળે છે. ભગવાનની આ કથાઓ અને પ્રેરણાઓ આ૫ણને શીખવે છે કે જયાં આ૫ણી જરૂર હોય ત્યાં વાદળોની જેમ જવું જોઇએ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to દિશા બદલી નાખે છે – અવતારની આંધી – ૧

  1. આપે 1 થી 9 સુંદર શ્રેણી મુકેલ છે સાહેબ

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: