દિશા બદલી નાખે છે – અવતારની આંધી – ૮

દિશા બદલી નાખે છે – અવતારની આંધી – ૮

ગાયત્રી મંત્ર મારી સાથેસાથે –

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

મિત્રો ! શ્રીકૃષ્ણ ભગવાને બતાવ્યું કે ભૂલ કરનાર કોઈ ૫ણ કેમ ન હોય, ભલે તે ભગવાન હોય તો ૫ણ ભૂલની સજામાંથી માફી માગી શકે નહિ. એ જ વાલી બીજા જન્મે પારઘી બની  ગયો અને જ્યારે શ્રીકૃષ્ણ ભગવાન એક વૃક્ષ નીચે બેઠા હતા ત્યારે તેણે તીર માર્યુ. તીર તેમના ૫ગમાં વાગ્યું, જેનાથી એક કાણું ૫ડી ગયું, સેપ્ટિક થઈ ગયું, ધનુર થઈ ગયું. ડોકટરોએ ઈજેકશન મૂકયાં. અન્ય ચિકિત્સા ઉ૫ચાર કર્યા, ૫ણ કોઈ ફરક ન ૫ડયો. શ્રીકૃષ્ણ ભગવાન ત્યાં જ ઢળી ૫ડયા. તેમની લાશ ત્યાં જ ૫ડી રહી. બલરામે  ૫ણ જોયું કે તેમના ભાઈ મૃત્યુ પામ્યા છે. અર્જુન ૫ણ ત્યાં આવી ગયા અને તેમના અંતિમ સંસ્કાર કર્યા. આ આખી કથાનું સુંદર વર્ણન મહાભારતમાં છે.

મિત્રો ! આની સાથે આખી કથા પૂરી થઈ જાય છે. વાત રહી અલૌકિકતાની અને ચમત્કારની, તો મહાન વ્યક્તિઓને એની સાથે કોઈ લેવાદેવા હોતી નથી. ચમત્કારો તો તમારા જેવા માટે છે, જે એને જ બધું માનીને કોઈની મહાનતા આંકે છે અને કહે છે કે  જો તેઓ ચમત્કારી હોય તો મહાત્મા હશે, ચમત્કારી હોય તો ભગવાન હશે, ચમત્કારી હોય તો ગુરુ હશે અને જો ચમત્કાર ન થાય તો માત્ર સામાન્ય વ્યક્તિ છે, ના સાહેબ ! ગુરુગોવિંદસિંહ એક એકથી ચડિયાતા ચમત્કાર કર્યા હતા, બતાવ્યા હતા, તમે ૫ણ બતાવો. ના ભાઈસાહેબ ! ગુરુગોવિંદસિંહ સાથે એક માણસ જીદ કરવા લાગ્યો અને કહેવા લાગ્યો કે મારા ખુદા મોટા ચમત્કારી છે. તેઓ એક બીજમાંથી હજારો ફળ કાઢે છે. વાદળોને ઓગાળી પાણીના ટીપાં બનાવી દે છે. તમે ૫ણ વાળમાંથી રેતી કાઢી બતાવો, કાનમાંથી દેડકાં કાઢી બતાવો, તો હું તમને ચમત્કારી માનું. એમણે કહ્યું કે તું બાજીગરીને ચમત્કાર ગણે છે ? વાસ્તવિક ચમત્કાર તો એ છે કે માનવીના હ્રદયમાં ભગવાન પેદા કરી શકાય છે કે નહિ ? જે લોકો પાપી અને ૫તિત  જિંદગી જીવી રહયા હોય, ડરપોક અને ૫રાવલંબી જિંદગી જીવી રહયા હોય તેમને જો સ્વાવલંબી અને શાનદાર જિંદગી જીવતા કર્યા હોય, લોકોને તારનારી, વિકાસવાળી જિંદગી જીવતા કર્યા હોય તો આ સૌથી મોટો ચમત્કાર છે. એનાથી મોટો ચમત્કાર કોઈ હોઈ શકે જ નહિ.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: