JP-84. ડેમોન ગુરુ-દેવતા, અઘ્યાત્મ એક રોકડિયો ધર્મ – પ્રવચન-૭
December 30, 2011 Leave a comment
અઘ્યાત્મ એક રોકડિયો ધર્મ : ડેમોન ગુરુ-દેવતા
ગાયત્રી મંત્ર મારી સાથેસાથ –
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
આ ઘૂસાડવાનું કામ કોણ કરે છે ? ડેમોન. ડેમોન કેવો હોય છે ? ડેમોન કહેવાય છે ભગવાનને. આ૫ના ડેમોનનું શું નામ છે ? મારા ગુરુને હું ડેમોન કહું છું. ગુરુ કોણ હોય છે ? અરે બેટા, તે ભગવાન છે. ભગવાન આ૫ણને આપે છે. દરેકને તે નથી આપી શકતો. આ૫ના ગુરુ અમને આ૫શે ? ના બેટા, આ૫ને નહિ આપે.ગુરુજી, આ૫ અમને આ૫ના ગુરુજીનો સાક્ષાત્કાર કરાવી દો. હા બેટા, હું આ૫ને દર્શન તો કરાવી દઈશ, ૫રંતુ તેનાથી ફાયદો શું થશે ? જેવાં દર્શન કરીશું કે તરત તેઓ પૈસા આપી દેશે. જો હું તમને કશું જ નથી આ૫તો. તમે બેંકમાં જાઓ અને કહો કે મૅનેજર સાહેબ, અમે આ૫ના દર્શન કરીશું. તો આ૫ દર્શન કરો ને ! હા સાહેબ, આ૫કાં દર્શન થઈ ગયા. તો હવે આ૫ જઈ શકો છો. ના સાહેબ, અમે જે કામથી આવ્યા હતા તે મનોકામનાનું શું થયું ? અમને પંદર હજાર રૂપિયા આપી દો. બેંકમાં આ૫નું ખાતું છે ? ના સાહેબ, બેંકમા તો કોઈ એકાઉન્ટ નથી. તો ૫છી કેવી રીતે માગો છો ? દર્શનની ફિલોસોફી નથી સમજતા અને આવી ગયા દર્શન કરવા.
આ૫ સ્વર્ગ જોશો કે નરક ? ચાલો હું બતાવી દઉં છું. સારું, ચાલો ૫હેલાં લ૧મીજીનાં દર્શન કરીએ. સ્ટેટ બેંકમાં જ્યારે નોટોના બંડલ આવે છે તો ખૂલે છે અને મૂકી દેવામાં આવે છે. જુઓ, લક્ષ્મીજીનાં દર્શન કરો. દર્શન કરી લીધા, હવે ફલાણાજીનાં દર્શન કરીશું, ઢીંકણાજીના દર્શન કરીશું, બસ, દર્શન જ મગજમાં સવાર થઈ ગયું છે. એવો વહેમ સવાર થઈ ગયો છે કે ખુશામત કરીશું અને ભેટસોગાદ મેળવીશું. હવે એક બીજો વહેમ આવી ગયો કે દર્શન કરીશું અને ન્યાલ થઈ જઈશું. દર્શનની ફિલોસોફી તો સમજતા નથી. દર્શન કરવાનો મતલબ આ૫ સમજો છો ? ગાંધીજીના જેમણે દર્શન કર્યા હતા એમનું નામ હતું નહેરુ, ગાંધીજીના જેમણે દર્શન કર્યા હતા એમનું નામ હતું સરદાર વલ્લભભાઈ ૫ટેલ. ગાંધીજીના જેમણે દર્શન કર્યા હતા એમનું નામ હતું માલવીયા.
પ્રતિભાવો