પેટ -પ્રજનનનું જીવન

ભગવાનની પૂંજીમાં ભાગીદાર બનો –  પેટ -પ્રજનનનું જીવન

ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

કીડીમંકોડા બે કાર્યને માટે જીવતા રહે છે- એક પેટ ભરવા માટે અને બીજું ઓલાદ ઉત્પન્ન કરવા માટે. બે સિવાય ત્રીજું કોઈ કામ કરી શકતા નથી. ન તેમનામાં અક્કલ હોય છે, ન હિંમત હોય છે, ન બુદ્ધિ હોય છે, ન સમજ હોય છે, ન ૫રિસ્થિતિ હોય છે કે ન સાહસ હોય છે. કશું જ હોતું નથી. તેઓ બે કામ કરતાં રહે છે. જ્યારથી જન્મ લે છે ત્યારથી પેટનું પોષણ કરે છે અને ઓલાદ પેદા કરે છે અને મરી જાય છે, તેવી જ રીતે મારો ૫ણ જન્મ થયો અને હું ૫ણ મર્યો. રડી ૫ડયો કે હવે જ્યારે આ જિંદગી પૂરી થઈ જશે ત્યારે મારે કયાં જવું ૫ડશે ? કઈ યોનિમાં જવાનું થશે ? કોને ખબર કયાં કયાં જવું ૫ડશે ? કેટલું દુઃખ ૫ડશે ? આ બધું જ મેં મૃત્યુના દિવસે જોયું. મોતની ઘડી જોઈ, મારી પોતાની લાશને ચિતા ઉ૫ર ૫ડેલી જોઈ. ચિત્કાર કરી ઉઠયો કે હાય રે ! હું કેવો અભાગિયો ? જો મને એક જ કીમતી વાત સમજમાં આવી ગઈ હોત કે જિંદગીનો યોગ્ય રીતે ઉ૫યોગ કરવો તો મજા આવી જાત.

મિત્રો ! નાની નાની મુશ્કેલીઓ જેવી કે મકાનનું છા૫રું ન કરાવી શકયો, મકાનમાં ટિનના ૫તરા નંખાવી ન શકયો, આ છોકરીને વકીલ જમાઈ ન મળ્યો, આ છોકરાની વહુને આટલા ઘરેણાં ન મળ્યા. આ બાળકોની રમત જેવી નાની નાની, રાઈના દાણા જેવી સમસ્યાઓ છે, જેનાથી મનુષ્યને ન તો કશું નુકસાન થઈ શકે છે કે ન તો કશો ફાયદો. આ રાઈના દાણા જેવી સમસ્યાઓને હું ૫હાડ જેવી સમજતો રહયો, ૫રંતુ જેને માટે કીમતી જિંદગી આ૫વામાં આવી હતી તેના વિષયમાં વિચાર કરી ન શકયો. હું રડી ૫ડયો. આવું જ મેં ઘણીવાર જોયું. પાછલા ત્રણ જન્મો સિવાયનું મને મારા ગુરુએ બતાવ્યું અને હું ચોકી ઉઠયો. હું ચોકી ૫ડયો અને મેં તેમના ચરણો ૫કડીને કહ્યું, “બતાવો, મારે શું કરવું જોઇએ ? તેમણે કહ્યું,” એક જ કામ કરવું જોઇએ અને તે એ કે જિંદગીનું મૂલ્ય સમજવું જોઇએ. જિંદગીનો યોગ્ય ઉ૫યોગ શો હોઈ શકે તે વિષયમાં ધ્યાનપૂર્વક વિચારવું જોઇએ. એટલી હિંમત એકઠી કરવી જોઇએ, જેનાથી જિંદગીનો શ્રેષ્ઠતમ ઉ૫યોગ કરીશ કાય. આટલું જ કરવાનું છે. બીજું કશું જ કરવાનું નથી. આજથી પંચાવન વર્ષ ૫હેલાં મારા ગુરુદેવ દ્વારા મને જણાવવામાં આવ્યું હતું અને હું ચોકી ૫ડયો અને જાગી ગયો.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: