આ ખોટનો ધંધો નથી – ૧

ભગવાનનું કામ ખોટનો સોદો નથી – આ ખોટનો ધંધો નથી

ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-

ૐ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

સર્જનહાર સતત સર્જન કરતો જ રહે છે. કહ્યું છે કે- યદા યદા હિ ધર્મસ્ય  ગ્લાનિર્ભવતિ ભારત | અભ્યુદત્થાનમધર્મસ્ય  તદાત્માનં સૃજામ્યહમ્ ॥

 આવી વિષમ પરિસ્થિતિમાં સર્જક તો પોતાની રીતે પોતાનું કામ કરશે જ, પરંતુ એના સહયોગી તરીકે મનુષ્યોએ પણ કામ કરવું પડશે. ક્રાંતિઓ થાય કે યુગપરિવર્તન થાય, એવાં મહાન કામો ઇશ્વરની ઇચ્છા અને શક્તિથી થાય છે. તમારે અને મારેતો માત્ર નિમિત્ત બનવાનું છે. જો તમે આ જમાનાનું મહત્વનું કામ કરી શકો એમ હો, તેનું શ્રેય લેવાની સ્થિતિમાં હો, તો મારું તમને એક જ નિવેદન છે કે તમે મારી સાથે ચાલી નીકળો. તમને નુકશાન નહિ જાય. મિત્રો, કંજૂસાઇ કે સંકુચિતતા ન હોય તો ખોટ જવાની કોઈ ચિંતા નથી. તમે જો એ દુર્ગુણને ત્યાગી શકો તો પછી ફાયદો જ છે. હું તમારા ભવિષ્યની ગેરંટી આપી શકું, પણ તમારી કંજૂસાઇ અને સંકુચિતતાની નહિ. તેને છોડવાના બદલામાં જે મહાનતા મળશે તે સૌથી મોટો ફાયદો છે.

મેં તમને આ શિબિરમાં એટલા માટે જ બોલાવ્યા. છે અને વારંવાર પૂછું છું કે શું આમ કરવું શક્ય છે ? હું જાણું છું કે તમારી પાસે અક્કલ વધારે છે, પરંતુ શું તમે હિંમત કરી શકશો ? હું તો મારી અક્કલ ઘટે, મહત્વાકાંક્ષીઓ ઘટે અને તમારી ભાવનાઓ વધે એવું ઇચ્છું છું. એટલા માટે તમને બોલાવ્યા હતા અને આજે વિદાય આપું છું. તમારે તમારા આદર્શ અને સિદ્ધાંતો અહીંથી લઈ જવાના છે અને તમારા ચિંતનને, તમારા કાર્યોને નવા યુગના ઘડતરમાં લગાડવાના છે. હું ઇચ્છું છું કે તમારા વિચારોની દિશા બદલાઈ જાય. તમે નવા યુગને અનુરૂપ બનવા લાગો. અત્યારે તો તમે તમારો પૂરોપૂરો સમય ભૌતિક જરૂરિયાતો પાછળ જ ખર્ચો છો. તમે માત્ર તમારા માટે જ જીવો છો. તમે પૂજા અને ભજન કરો છો, પણ જો એને બદલે સેવાસાધના કરી હોત તો તમારી આંખોમાં એક તેજ દેખાતું હોત. જેની ઉ૫ર તમારી નજર પડે તે સાવ બદલાઈ જાય એવું તેજ હોત. પરંતુ તમે કદી એવો પ્રયત્નો જ નથી કર્યો. તમે તમારા વિચારો, લાગણીઓ અને કાર્યોને નવા યુગના કાર્યો માટે ખર્ચશો તો હું અને તમે બંને ધન્યો બની જઇશું. 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: