સતત શ્રમશીલ રહો, લાંબું જીવો, સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય
February 1, 2012 1 Comment
સતત શ્રમશીલ રહો, લાંબું જીવો – સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય
પ્રકૃતિનો એક સામાન્ય નિયમ છે કે જે પ્રાણી જેટલા સમયમાં પ્રૌઢ બને છે તેનાથી પાંચગણું જીવન જીવે છે. નિયમાનુસાર ઘોડો પાંચ વર્ષમાં પુખ્ત બને છે, તો તેનું આયુષ્ય ર૫ થી ૩૦ વર્ષનું માનવામાં આવે છે. ઊંટ આઠ વર્ષમાં પ્રૌઢ બનીને ૪૦ વર્ષ સુધી, કૂતરો બે વર્ષમાં વિકસિત થઈને ૧૦ વર્ષ સુધી અને હાથી ૫૦ વર્ષમાં યુવાન બની ર૦૦ વર્ષ સુધી જીવે છે. મનુષ્ય ૫ણ સામાન્ય રીતે ર૫ વર્ષની ઉંમરે યુવાન બને છે. આથી તેનું આયુષ્ય ૧૦૦ થી ૧૫૦ વર્ષનું માનવામાં આવ્યું છે.
શરીર અને આયુષ્ય વિજ્ઞાનના અમેરિકી વિદ્વાન ડૉક્ટર કાર્લસને કહ્યું છે કે પ્રકૃતિના નિયમો અને ગણિત પ્રમાણે માનવીની ઉંમર ૧૫૦ વર્ષ થાય છે, તેમ છતાં આશરે ૧૦૦ વર્ષ તો માની લેવી જોઇએ.
Reblogged this on વિચાર ક્રાંતિ અભિયાન and commented:
સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય
LikeLike