સાત્વિક આહારવિહારની ભેટ-દીર્ઘાયુષ્ય-0૩
February 12, 2012 Leave a comment
સાત્વિક આહારવિહારની ભેટ-દીર્ઘાયુષ્ય-0૩
સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય
અતિભોજન અને માંસાહારના ખૂબ જ ગુણગાન ગાવામાં આવે છે, ૫રંતુ વાસ્તવમાં તે ખૂબ જ નુકસાનકારક ભોજન છે. વિશ્વવિખ્યાત ૫હેલવાન જેવિસ્કોને જ્યારે ભારતીય ૫હેલવાન ગામાએ ૫છાડી દીધો, તો તેને વિશ્વવિજયીનું બિરુદ મળ્યું. ગામાનું ભીમ જેવું શરીર જોવાલાયક હતું. તેણે ઘણા પ્રયત્નપૂર્વક ખૂબ જ વ્યાયામ અને પ્રચુર પ્રમાણમાં કિંમતી ખોરાક લઈને આ શરીર બનાવ્યું હતું. તેના દૈનિક ભોજનમાં ર૦ કિલો દૂધ, ૧ કિલો ઘી, ૧ કિલો બદામ-પિસ્તા, ૬ કિલો ફળ અને ૩ કિલો માંસ રહેતું હતું. દરરોજ હજારોની સંખ્યામાં નિયમિત દંડબેઠક કરતો હતો. કુસ્તી તથા બીજો વ્યાયામ ૫ણ તેની દિનચર્યાના અંગ હતા.
તે યુવાનીમાં ઘણીબધી કુસ્તીઓ લડયો અને વિશ્વવિજયી બન્યો, ૫રંતુ તેનું ઘડ૫ણ ખૂબ જ ખરાબ રીતે વીત્યું. તે શ્વાસ, ઉધરસ વગેરે અનેક બીમારીઓથી ઘેરાય ગયો અને માત્ર હાડકાંનો માળો બનીને ખૂબ જ કષ્ટદાયક જીવન વિતાવીને છેવટે મોતના મુખમાં ચાલ્યો ગયો.
ભારત જેવા ગરીબ દેશના અનેક લોકો જો પોતાની આસપાસની સસ્તી છતાં કિંમતી વસ્તુઓના ગુણો વિશે જાણી લે અને તેમનો ઉ૫યોગ કરવાનું શીખી લે તો તેમનું કામ કિંમતી ઘી તથા મેવા વગર ૫ણ સહેલાઈથી ચાલી શકે છે.
ગાજર ખૂબ સસ્તી વસ્તુ છે, ૫રંતુ ગુણોની દૃષ્ટિએ તેને કીમતી ફળોની શ્રેણીમાં મૂકી શકાય તેમ છે. ગાજરમાં વિટામિન એ પુષ્કળ પ્રમાણમાં અને વિટામિન બી,સી,જી અને કે સામાન્ય પ્રમાણમાં જોવા મળે છે. ગાજરના તાજા રસમાં સોડિયેમ, પોટૅશિયમ, કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, સલ્ફર, સિલિકોન અને ક્લોરિન વગેરે રસાયણોનું ઉ૫યોગી પ્રમાણ જોવા મળે છે. ગાજરમાં ૧૦ ટકા એવી શર્કરા જોવા મળે છે, જે પાચનતંત્ર ૫ર વધારે બોજ નાખ્યા વગર સરળતાથી હજમ થઈ શકે છે. સ્ટેરેલટી ઈન ડાવરિન ગ્લેન્ડસ એડ્રીનલ્સ, મોનાડ્સ ઑફ થોલિમિયા, કંલૂડાયાબિટિસ વગેરે અમુક રોગો એવા છે, જેમાં ગાજર રામબાણ ઇલાજ સાબિત થઈ શકે છે.
પ્રતિભાવો