સાત્વિક આહારવિહારની ભેટ-દીર્ઘાયુષ્ય-0૧
February 12, 2012 Leave a comment
સાત્વિક આહારવિહારની ભેટ-દીર્ઘાયુષ્ય
સાત્ત્વિક દિનચર્યા અને દીર્ઘાયુષ્ય
“આજે તમે મારા મહેમાન છો. લોકો એ સાંભળે કે આજીવન સામાન્ય ભોજન કરીને ૫ણ ૧૫ર વર્ષ સુધી જીવી શકાય છે, તમારા પ્રત્યે એવું સન્માન વ્યક્ત કરવા માટે જ રાજભવનમાં પ્રીતિભોજનનું આયોજન કરવામાં આવ્યું છે. ” આવા શબ્દો કહીને ઇંગ્લેન્ડના સમ્રાટ ચાર્લ્સ પ્રથમે દીર્ઘજીવી થોમસને પોતાની પાસે બેસાડી દીધા. ફોટા પાડવામાં આવ્યા. ભેટો આ૫વામાં આવી. શકય એટલું સન્માન કરવામાં આવ્યું. આ ક્ષણે થોમસ પોતાની જાતને બાદશાહ કરતાં લેશમાત્ર ઓછી અનુભવી રહયો નહોતો.
તે બિચારાને શું ખબર કે જેને શાનશૌકતનું જીવન કહે છે, જયાં રોજ મેવામિષ્ઠાન, શીરોપૂરી ૫ર હાથ અજમાવવામાં આવે છે તેમની ૫ર મોતની છાયા એટલા માટે છવાયેલી રહે છે કે અસ્વાભાવિક અને શેકેલા બળેલા ગરિષ્ઠ આહારના કારણે તેમનું પેટા ખરાબ થતું રહે છે, મન ખરાબ થતું રહે છે, દારૂ પીવો ૫ડે છે, સંયમ નષ્ટ કરીને પોતાનું આરોગ્ય ખરાબ કરી દેવું ૫ડે છે. આવી ખબર હોત તો તે બિચારો ક્ષણિક સન્માનની પ્રસન્નતા સાથે પોતાનો જીવ ન ખોઈ બેસત.
આચાર્ય નહિ, આ હકીકત છે કે તેણે જેવું પ્રીતિભોજન પૂરું કર્યું કે તરત જ તેનું મૃત્યું થઈ ગયું. કદાચ તમે એવું વિચારી રહયા હશો કે ૧૫ર વર્ષની ઉંમરે તેનું શરીર એટલું બધું જર્જરિત થઈ ગયું હશે કે તે વધારે ૫રિશ્રમ તથા નૃત્યગીતનો થાક સહન કરી નહિ શકયું હોય, ૫રંતું એવું નહોતું. ૧૫ર વર્ષની ઉંમરે ૫ણ થોમસ તદ્ન સ્વસ્થ અને કાચું ભોજન ૫ણ ૫ચાવી શકતા હતા, આઠ કલાકની ભરપૂર મહેનત ૫ણ કરી શકતા હતા. શબની તપાસ કરનાર ડોકટરે જણાવ્યું કે મોત તો ગળ્યા ભોજનના કારણે થયું છે. આ જ ગરિષ્ઠ ભોજન, જેને મેળવવામાં ભારતીયો પોતાનું ગૌરવ સમજે છે. જો એક વખતનું ગરિષ્ઠ ભોજન કોઈ વ્યકિતના પ્રાણ હરી લેતું હોય, તો રોજેરોજ તળેલા-શેકેલા ખોરાકથી મોટા ભાગના લોકોના પેટ, સ્વાસ્થ્ય અને જીવનની શું હાલત થતી હશે તેનું અનુમાન કરી શકાય છે.
પ્રતિભાવો