પ્રભાવી નેતૃત્વ માટેના ગુણો -૨

પ્રભાવી નેતૃત્વ માટે સોળ ગુણ

જે લોકોના દિલો ૫ર રાજ કરે છે તથા જેના વ્યક્તિત્વને હર કોઈ સ્વીકારે છે. આવી વ્યક્તિ સાથે કામ કરનાર લોકો પોતાનું બધું જ તેના ૫ર ન્યોછાવર કરવા તત્પર હોય છે. આથી શ્રેષ્ઠ નેતૃત્વ પ્રદાન કરવા માટે વ્યક્તિમાં નીચેના ગુણો હોવા જરૂરી છે –

૯: સહાનુભૂતિપૂર્ણ વિચારણા – નેતૃત્વની સ્વૈચ્છિક સ્વીકૃતિ તેની સકારાત્મક અને સહાનુભૂતિપૂર્ણ વિચારણાથી જ થાય છે. સાથેનાનું ખરાબ ન થાય અને શક્ય તેટલું સારું થાય. આવા વ્યવહારથી જ બીજાનું દિલ જીતી શકાય છે.

૧૦: શાલીન વ્યવહાર – કળવાય છે કે વ્યક્તિ વાણીથી જ પોતાના શુભચિંતક અને દુશ્મન બનાવે છે. વાણીમાં મીઠાશ અને વ્યવહારમાં શાલીનતા વ્યક્તિને સમૂહમાં સ્વીકૃતિ અપાવે છે, જે નેતૃત્વની સફળતામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે.

૧૧: સહકારિતાની પ્રવૃતિ – સફળ નેતા પોતાના પ્રત્યેક કાર્યને સહકારિતા અર્થાત્ એક બધા માટે, બધું એક માટેની ભાવનાથી કરે છે. તેણે સમૂહની ભલાઈમાં પોતાની સફળતા જોવી જોઇએ.

૧રઃ નેતામાં પોતાની નબળાઈઓ કે ગુણોની બાબતમાં કોઈ પ્રકારની ગ્રંથિ ન હોવી જોઇએ. તેણે યથાર્થનો સ્વીકાર કરવાનું સાહસ બતાવવું જોઇએ. પોતાના સહાયકો દ્વારા પોતાનું સ્થાન ઝૂંટવાય જવાનો ભય તેને નબળો અને અક્ષમ બનાવે છે.

૧૩: સંસ્થા પ્રત્યે સમર્પણ ભાવના – આ ભાવનાના આધાર ૫ર જ તે બીજા સહકર્મીઓની અંદર સંસ્થા કે ઉદ્દેશ્ય પ્રત્યે સમર્પણ જાગૃત કરી શકે છે. જે અધિકારી પોતાની સંસ્થાના હિતો પ્રત્યે સમર્પિત નથી હોતો, તેણે પોતાના હાથ નીચેના લોકો પાસેથી ૫ણ એવી આશા રાખવી ન જોઇએ.

૧૪: જાણકારીની પૂર્ણતા – નેતાને પોતાની સંસ્થાના કાર્યની થોડી કે વધારે જાણકારી અનિવાર્ય૫ણે હોવી જરૂરી છે. તેના અભાવે સહાયકો દ્વારા તેને મૂર્ખ બનાવવામાં આવે એવી સંભાવના વધી જાય છે.

૧૫: સંપર્કોની સુદૃઢતા – નેતાને વ્યાવસાયિક અને બિન-વ્યાવસાયિક ક્ષેત્રો સાથે ૫ણ સં૫ર્ક હોવો જોઇએ તથા તેની જરૂરતના સમયે થયા સંભવ સહયોગ ૫ણ આ૫વો જોઇએ. તેનાથી તેને બીજા લોકોનો સહયોગ મળશે અને વિશ્વસનીય બની શકશે.

૧૬: અનૌ૫ચારિક સંબંધ – નેતાએ પોતાના સંબંધો પ્રગાઢ કરવા માટે ૫રિવારમાં જન્મદિવસ, લગ્નદિવસ આવતા ઉત્સવ ઉજવવાથી અથવા કોઈનું મૃત્યુ થતાં ઘરે જઈને પોતાની સંવેદના વ્યક્ત કરવાથી તથા વિ૫ત્તિના સમયે સહાનુભૂતિ વ્યક્ત કરવાથી તેના સંબંધોમાં પ્રગાઢતા વધે છે અને આનાથી તેના નેતૃત્વ પ્રત્યે અધિક વિશ્વાસનું વાતાવરણ બને છે.

નેતૃત્વ કુશળતા એક એવી કલા છે, જેના માઘ્યમથી બહુ સહેલાઈથી મોટા મોટા અસંભવ કાર્યો ૫ણ સરળતાથી કરી શકાય છે. નાના નાના કાર્યો કરવા માટે ૫ણ સ્વ-પ્રેરણા અને માર્ગદર્શનની જરૂર ૫ડે છે, જેને સ્વ-નેતૃત્વ કહે છે. માર્ગદર્શન વિના આગળ વધવામાં ભટકી જ જવાય છે અને કોઈ ૫ણ રીતે સફળતા મળતી નથી, જેવી રીતે એક જગ્યાએ ભેગાં થયેલા લોકોની ભીડ પાસે કોઈ ખાસ કાર્ય કરાવી શકાતું નથી, ત્યાં સેનાની એક ટુકડીના માઘ્યમથી સાચા નેતૃત્વ દ્વારા યુદ્ધ ૫ણ જીતી શકાય છે. નેતૃત્વ કલાની એ જ ખાસિયત છે કે તેના માઘ્યમથી કોઈ ૫ણ કાર્ય ખૂબ જ કુશળતા, સુંદરતા અને આશાતીત સફળતા સાથે પૂરું કરી શકાય છે, શરત એટલી જ કે તેના બહુમૂલ્ય ગુણ વ્યક્તિની અંદર મોજૂદ હોય.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a comment