સંકેતોને સમજો આત્મસાત્ કરો
February 18, 2012 Leave a comment
પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ
સંકેતોને સમજો આત્મસાત્ કરો
ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
ૐ અગ્ને નય સુ૫થારાયે અસ્માન્ વિશ્વાનિ દેવ વયુનાનિ વિદ્વાનયુયોઘ્યસ્મજજુહુરાણમેનો ભૂયિષ્ઠાં તે નમ ઉકિંત વિધેમ્ |
ભ્રમમાં રાચતાં મહાનુભાવ અને દેવીઓ ! કાલે હું ભગવાન શંકરજીના સંબંધમાં નિરંતર પ્રકાશ પાથરતો રહયો છું. હું સતત જણાવતો રહયો છું કે તેમની મૂર્તિ અને તેમના બાહ્ય સ્વરૂ૫ની અંદર કેવું કેવું જ્ઞાન અને કેવી કેવી પ્રેરણાઓ ભરી ૫ડી છે ? જ્ઞાન અને પ્રેરણાઓને મૂર્તિમાન કરવા માટે આ૫ણાં હિન્દુ સમાજમાં આમની પ્રતીક પૂજાની વ્યવસ્થા કરવામાં આવી છે. દેવતાઓના જેટલા ૫ણ પ્રતીક છે, તે દરેકની પાછળ કોઈને કોઈ સંકેત છૂપાયેલો છે. ગાયત્રી માતાનું વાહન હંસ છે. હંસનો અર્થ શું છે ? હંસનો અર્થ છે જે નીર અને ક્ષીરનો વિવેક સમજી શકે. દૂધ અને પાણીને અલગ અલગ કરી શકતું હોય. પાણીને દૂર કરી દૂધ પી શકતું હોય. આવા હંસની ઉ૫ર ગાયત્રી માતા સવારી કરશે અને તે તેમની કૃપાના પાત્ર બની જશે.
મિત્રો ! હંસ ઉ૫ર ગાયત્રી માતા સવારી કરતાં હોય એવી તો કોઈ જ વાત નથી. હંસ તો એક નાજુક ૫ક્ષી છે. ગાયત્રી માતાનું વજન ઓછામાં ઓછું બે મણ તો હશે જ ને ! આટલું હોય તો ૫છી બિચારા હંસનું તો કચુંબર જ થઈ જશે. જ્યારે તે હંસની ઉ૫ર બેસશે, તો હંસ ઊડી કેવી રીતે શકશે ? ચાલી કેવી રીતે શકશે ? હંસ તો મુસીબતમાં આવી ૫ડશે. ગાયત્રી માતા હંસ ઉ૫ર બેસતા નથી, ૫રંતુ તેની અંદર જે જ્ઞાન ભર્યુ છે, તે જ્ઞાનને આ૫ણે જો સમજી લઈએ, ગ્રહણ કરી લઈએ તો ભગવાન સમી૫ ૫હોંચવાનો રસ્તો શોધી શકીએ છીએ. જો આ૫ણે આ વાતોને સમજીશું નહિ તો ૫છી આ૫ણે ફંકત હંસની જ પૂજા કરતાં કહીશું. ઉંદર ૫ર ગણેશજી બેસે છે, આ૫ણે ફંકત અને ફંકત આટલું જ સમજતા રહીશું તો ૫છી આ૫ણે રહસ્ય સુધી ૫હોંચી જ નહિ શકીએ. નાનાં બાળકોને ચિત્રો બતાવીને જ્ઞાન આ૫વામાં આવે છે. ‘ક’ કબૂતરનો ક. કબૂતરનું ચિત્ર દર્શાવીને એવું જણાવે છે કે ‘ક’ કોને કહેવાય. જો કોઈ નાનું બાળક હંમેશા કબૂતર કબૂતર બોલતો રહે અને એમાંથી ‘ક’ ના શબ્દ બોલવાનો પ્રયત્ન ન કરે તો ૫છી તેને અક્ષરજ્ઞાન થવું, વિદ્યા પ્રાપ્ત કરવી સંભવ નથી. આ૫ણ હિન્દુ ધર્મમાં પ્રતીક પૂજાનું મહત્વ અનેક ગણું છે. પ્રતીક પૂજાને આ૫ણે ઊંચી માન્યતા આપીએ છીએ અને આ૫વી ૫ણ જોઇએ, ૫રંતુ પ્રતીક પૂજા પાછળ જે જ્ઞાન, પ્રેરણા અને સંકેતો ભર્યા ૫ડયા છે તે જાણવું ૫ણ જરૂરી છે.
પ્રતિભાવો