કર્મયોગી માતાને શ્રદ્ધાંજલી
February 25, 2012 6 Comments
કર્મયોગી માતાને શ્રદ્ધાંજલી
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥
જય ગુરુદેવ, જયશ્રી કૃષ્ણ દિલગીરી સાથ જણાવવાનું કે,

તા.૨૨.૨.૨૦૧૨ બુધવારના રોજ અમારા માતૃશ્રી સ્વ.ભાનુબેન ગોકળભાઈ કરશાળા ઊ.વ. ૭૮ બપોરે ૪.૫૫ મિનિટે સ્થૂળ શરીર છોડીને અમારા પરિવારમાંથી વિદાય લીધેલ છે, તેમનું જીવન અમારા માટે પ્રેરણાપ્રદ રહ્યું છે, તેમનો જીવન મંત્ર કર્મ હતો, કર્મ એ જ તેમની પૂજા – સેવા અને સાધના હતી, જે જીવનમાં અમારા માટે તેમના વિચારો રૂપી જ્ઞાન, પ્રેરણા, ઉત્સાહ અને દ્રઢ સંકલ્પ અને બહાદુરી પૂર્વક સત્યનું કેમ આચરણ કરવું તે તેમના કર્મ દ્વારા સિદ્ધ કરી બતાવ્યું.
જે અમારા પરિવાર માટે અમૂલ્ય વારસો મૂકીને અમારી વચ્ચેથી વિદાય લઈને શ્રેષ્ઠ જીવન જીવવાનું શીખવી ગયા. પોતાની જાતને ધૂપસળી જેવી જીવન જીવી ને સાર્થક કરી બતાવ્યુ કે, પોતે બળીને રાખ થઈ ગયા અને સુંગધ-સુવાસ ફેલાવીને જીવનને એક યાદગાર જીવન કેમ જીવવું તેમની પ્રેરણા આપતા ગયા.
અમારા માતૃશ્રી ભલે સ્થૂળ શરીર રૂપે અમારી વચ્ચે નથી પણ સૂક્ષ્મ સ્વરૂપે તેમના વિચારો અમોને પ્રેરણા અને માર્ગદર્શન સતત આપતા રહે તેવી ઈશ્વરને હદય પૂર્વક પ્રાર્થના ….
અસતો મા સદ્દગમય | તમસો મા જ્યોતિર્ગમય | મૃંત્યોર્મા અમૃતંગમય | ૐ શાંતિ : ૐ શાંતિ : ૐ શાંતિ લી.
કરશાળા પરીવાર

“Gayela aatma ne man hruday thi aapaje shanti puri,
badhi rite Enu Prabhu ! karavje sarv kalyan Shreeji,
badha jeevo sathe gat jivan ma je thayeo sambandh,
karavi dyo ene sahu taraf thi sav nischint mukt.” -Pujy Shree Mota rachit Prarthana
karine gatatma ne yad karine Bhajan, Smaran tatha satkarm kariye.
Aap ni jeva dikara ni ma jarur sanmarge prayan kari gaya hashe.
LikeLike
જયગુરૂદેવ
શ્રી. કાંતિભાઈ, ઈશ્વર સદગત ના આત્મા ને શાંતિ આપે અને આપના પરિવારજનોને તેમની ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના!
LikeLike
જયગુરૂદેવ
શ્રી. કાંતિભાઈ અને આપનો પરિવાર
આપશ્રીના. માતૃશ્રીના દુ:ખદ અવસાનના સમાચાર મળ્યા
તે જાણી અમારો પરિવાર ઉંડા આઘાતની લાગણી અનુભવે છે.
પ્રભુ આપને અને આપના પરિવારને દુ:ખ સહન કરવાની
શક્તિ આપે, પ્રભુની લીલા આગળ માનવી લાચાર છે,
એજ તો ભગવાન અને ભક્ત વચ્ચેનું અંતર છે.
સ્વ. ભાનુબેનના આત્માને પ્રભુ ચિર શાંતિ અર્પે
એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના.
શ્રીકૃષ્ણ શરણમ મમ:
LikeLike
ઈશ્વર સદગત ના આત્મા ને શાંતિ આપે અને આપના પરિવારજનોને તેમની ખોટ સહન કરવાની શક્તિ આપે તેવી પ્રાર્થના
LikeLike
ઈશ્વર તેમની આત્મા ને શાંતિ આપે તેવી હૃદય પૂર્વક પ્રાર્થના …… ;-(
LikeLike
ઈશ્વરને હદય પૂર્વક પ્રાર્થના ….
LikeLike