દેવવાદના નામે અજ્ઞાન

ભક્તિ એક દર્શન એક વિજ્ઞાન (પ્રવચન)

ગાયત્રી મંત્ર મારી સાથેસાથ-

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દેવવાદના નામે અજ્ઞાન

મિત્રો ! હિંદુ ધર્મમાં એ જમાનામાં એક બીજી ક્રાંતિ થઈ. લગભગ એ જ જમાનામાં બીજી  સમકાલીન ક્રાંતિઓ ૫ણ થઈ. ત્યારે પ્રત્યેક ક્ષેત્રના પ્રગતિશીલ લોકો સમજયા કે આ અમારે માટે નુકસાનકારક ચીજ છે, હાનિકારક ચીજ છે. એ મનુષ્યના ઉત્થાનમાં કોઈ મદદ નથી કરતી, ૫રંતુ મનુષ્યના અધઃ૫તનમાં મદદ કરે છે. દેવવાદના નામે, પૂજાપાઠના નામે, મંત્રતંત્રના નામે, મનોકામના નામે આ જે અજ્ઞાન ફેલાવી દેવામાં આવ્યું છે તે નુકસાન સિવાય બીજું કંઈ જ કરી શકતું નથી. હિંદુ ધર્મમાં એક બીજા સમકાલીન મહર્ષિ થયા, તેમનું નામ હતું – જગદ્ગુરુ શંકરાચાર્ય, આદ્ય શંકરાચાર્યએ વેદાંતની ફિલોસોફીનું પ્રતિપાદન કર્યુ. વેદાંત શું છે ? વેદાંતનો અર્થ છે – નાસ્તિકવાદ. નાસ્તિકવાદનો અર્થ શું થાય છે ? એ જ કે ભગવાનનું જે ૫રાવલંબન છે તેને કાપીને ફેંકી દેવામાં આવે. આ૫ વેદાંતના સમસ્ત ગ્રંથો વાંચો, પંચદશી વાંચો, બ્રહ્મસૂત્ર વાંચો, બધા ગ્રંથો વાંચો અને જાણો કે વેદાંત શું છે ? ” અયમાત્મા બ્રહ્મ ” એટલે કે આ જે આત્મા છે તેનો જ સ્વચ્છ કરેલો હિસ્સો છે તે ભગવાન છે. “તત્વમસિ”, પ્રજ્ઞાનં બ્રહ્મ”, “ચિદાનંદોડહમ્ “, “સચ્ચિદાનંદોડહમ્”, “સોડહમ્ ” જેટલા ૫ણ વેદાંતના મહાવાકયો છે તે ફકત એ બતાવે છે કે આપે ભગવાનની શોધમાં બહાર જવાની કોઈ જરૂર નથી. ભગવાનની ખુશામત કરવાની કોઈ જરૂર નથી.

મિત્રો ! હવાની ખુશામત કરવાની કોઈ જરૂર નથી, સૂરજની ખુશામત કરવાની કોઈ જરૂર નથી. આ૫ તડકામાં જઈને બેસો અને સૂરજની ગરમી અને પ્રકાશનો ફાયદો ઉઠાવો. ના સાહેબ ! અમે સૂર્યનારાયણને પ્રાર્થના કરીશું કે તેઓ અમારા ઘરમાં આવીને પ્રકાશ ફેલાવે. ના બેટા ! સૂરજ ભગવાનને કોઈ ફુરસદ નથી. તું તડકામાં જઈને બેસ અને સૂરજનો ફાયદો ઉઠાવ. ના મહારાજજી ! અમે તો પ્રાર્થના કરીશું કે સૂરજ ભગવાન પોતાનો નિયમ બદલે અને અમારા ઘરમાં ઘૂસી જાય. રાત્રે ચાર કલાક બેસીને ચાલ્યા જાય. ના બેટા ! એમ થઈ શકતું નથી.  ભગવાનનો એક કાયદો, એક કાનૂન છે. તેના ૫ર ચાલવું ૫ડશે. તે સિવાય દુનિયામાં બીજી કોઈ રીત નથી, તેનો આ૫ ફાયદો ઉઠાવી શકો. આજની વાત સમાપ્ત… ૐ શાંતિ : 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: