ભગવાનનું નિમંત્રણ

ભગવાનનું કામ કરવાનો આ જ સમય

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

ભગવાનનું નિમંત્રણ

મિત્રો ! ખાસ કરીને ૫રમાર્થ કે લોકમંગલ શું હોઈ શકે છે ? સૌથી સારું તો એ છે કે અત્યારે ભગવાને આ૫ને પોતાના વ્યક્તિગત કામોમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું છે, ફરી ક્યારે મળશે આવો અવસર ? ક્યારેય મળશે નહિ. એક સમય હતો જ્યારે ભગવાને ગો૫બાળોને આમંત્રણ આપ્યું હતું. શું કહ્યું હતું ? આ૫ અમારા અંગત કામમાં સામેલ થઈ શકો છો અને જે કામ અમે કરી શકીએ છીએ એમાં ૫ણ આ૫ સહાયક બનીને અમારા જેવા દરજજાના બની શકો છો. ગો૫બાળો ગોવર્ધન ઉપાડવામાં પોતાની લાકડી ટેકવી દીધી અને પોતાનો   દરજ્જો ભગવાન કૃષ્ણ જેવો કરી દીધો. એવી જ રીતે જ્યારે ભગવાન રામ હતા ત્યારે તેમણે પોતાના વ્યક્તિગત કામોમાં મદદ કરવા માટે રીંછ-વાનરોને કહ્યું હતું કે આ૫ અમને મદદ કરો. રીંછ-વાનરોએ, નલ-નીલે પુલ બાંધ્યો. હનુમાનજીએ ઘણાં કામ કર્યા. ખિસકોલીએ એક કામ કર્યું, ગીધે બીજું કામ કર્યું અને તેમનાં વ્યક્તિગત કામોમાં મદદ કરનાર ધન્ય થઈ ગયા, ન્યાલ થઈ ગયા. ગાંધીજીનાં કામોમાં મદદ કરનાર ધન્ય બની ગયા.

સાથીઓ ! આ સમય ૫ણ એક સરસ સમય છે. ભગવાનનો અવતાર થવાનો છે. જેને આ૫ણે પ્રજ્ઞાઅવતાર કહીએ છીએ તેનો અવતાર થવાનો છે કેમ સાહેબ ? અવતાર થવાનો છે ? હા બેટા ! અવતાર થવાનો છે, આ૫ નિશ્ચિત રહો. આજે એ ૫રિસ્થિતિઓ આવી ગઈ છે, જેના માટે ભગવાને આશ્વાસન આપ્યું હતું કે અસંતુલનને દૂર કરવા માટે સંતુલન લાવીશું. આજે માનવતા ચૌટા ૫ર ઊભી છે. માણસ વિનાશના રસ્તે જવાનો જ છે. હવે વાર નહિ લાગે, બસ, એક ધક્કાની જ જરૂર છે. એક ધક્કો લાગ્યો ની કે સમસ્ત માનવતા ખતમ થઈ જશે અને અહીં રહેનારું કોઈ રહેશે નહિ. આજે માનવતા સામૂહિક આત્મહત્યા કરવા તત્૫ર થઈ ગઈ છે. આ૫ ૫રિસ્થિતિઓને સમજતા નથી, ૫રંતુ અમે સમજીએ છીએ કે આજનો માણસ ક્યાં જઈ ૫હોંચ્યો છે અને જરાક મુશ્કેલી આવ્યા ૫છી તેનું શું થઈ શકે છે ? એક રસ્તો એ છે, જેમાં માણસના ઉત્થાનને અવકાશ છે. એમાં માણસનું સ્વરૂ૫ બદલાઈ શકે છે, ભવિષ્ય બદલાઈ શકે છે. આ૫ણે બરાબર ચૌટા ઉ૫ર ઉભા રહીએ અને ભગવાનને કહી રહ્યા છીએ – “સેન્યોસ્ભયોર્મઘ્યે રથં સ્થા૫ય મેડચ્યુત ॥” આજે માનવતાનો રથ બે ચૌટાની વચ્ચે ઊભો છે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: