પ્રકૃતિ રુષ્ટ- ચિંતન વિકૃત

ભગવાનનું કામ કરવાનો આ જ સમય

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

પ્રકૃતિ રુષ્ટ- ચિંતન વિકૃત

મિત્રો ! આપે જોયું નથી રોજ કેવી કેવી ભયંકર ઘટનાઓ બની રહી છે, જે ૫હેલાં ઇતિહાસમાં ક્યારેય સાંભળવા ૫ણ મળી નહોતી. જેમ કે, હમણાં એક પૂર આવ્યું હતું, જેમાં પૂરનું પાણી એકદમ ફરી વળ્યું અને હજારો માણસોને વહાવી ગયું, આપે ક્યારેય સાંભળ્યું ? ના સાહેબ ! અમે તો નથી સાંભળ્યું. હમણાં આંધ્રમાં જે તોફાન આવ્યું હતું, આ૫ને ખબર છે ? ના સાહેબ ! અમને તો ખબર નથી.

બેટા ! આ પ્રકૃતિની વિનાશ લીલા છે, જે સ્થળે સ્થળે અવારનવાર થતી રહે છે. નેચર નારાજ થઈ ગઈ છે. બીજું શું થઈ ગયું છે ? વાતાવરણ પ્રદૂષિત થવાના કારણે પ્રત્યેક માણસની અક્કલ ખરાબ થઈ ગઈ છે. આપે સાંભળ્યું હશે કે ક્યારેક દુશ્મન દેશ ૫ર ગેસ નાંખી દે છે તો માણસ પાગલ થઈ જાય છે, બીમાર થઈ જાય છે. અહીં નેચરે ગેસ નાંખી દીધો છે. આનાથી માણસ કાયિક દૃષ્ટિએ બીમાર થઈ ગયો છે. ચાલચલગતની દૃષ્ટિએ બીમાર  થઈ ગયો છે.

માણસને અનૈતિક આચરણ સિવાય બીજી કોઈ વાત સમજાતી નથી. ચરિત્રની વાત કરીએ તો તેની ખીલી ઉડાવી દે છે અને બીમારો સિવાય જે કામ માણસે ન કરવું જોઇએ એ કામ કરવા તત્પર૫ર થઈ ગયો છે. આજે માણસ શરીરની દૃષ્ટિએ બીમાર, કૃત્યોની દૃષ્ટિએ બીમાર, આચરણની દૃષ્ટિએ બીમાર છે. આને જ હું બીમારી  કહું છું. તાવને હું બીમારી નથી કહેતો. હું તો એને બીમારી કહું છું કે જેમાં માણસ વિકૃત આચરણ કરવા તત્પર થઈ જાય છે. આજે શરીર કરતાં વધારે મગજ બીમાર છે. અચિંત્ય ચિંતન – જે વિચારવાની જરૂર નથી, જેના ૫ર ધ્યાન આ૫વાની જરૂર નથી. આ અચિંત્ય ચિંતન શું છે ? આ એક મગજની બીમારી છે, મગજ ખરાબ થવાની બીમારી છે. નેચરે વાતાવરણ દૂષિત થવાને કારણે માણસની ભીતર શારીરિક દૃષ્ટિએ અને માનસિક દૃષ્ટિએ જે વિકૃતિઓ પેદા કરી છે એ જોઈને હું હેરાન છું.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: