ચેતનાની ક્ષણે – ૫
May 24, 2012 Leave a comment
ચેતનાની ક્ષણે – ૫
મહારાજય ભદ્રબાહુને તેમના મંત્રી જણાવી રહયા હતા કે ગુરુકુળોએ રાજય-વ્યવસ્થાને અધીન જ રહેવું જોઈએ. શિક્ષકોને રાજતંત્રની ટીકા કરવાનો કે માર્ગદર્શન આ૫વાનો કોઈ અધિકાર ન હોવો જોઈએ. આંત્રેષ્ટક નામના આ મહામાત્યના તર્ક પાછળ કુટિલતા હતી. તેમણે આગળ કહયું કે પ્રજા ભલેને ગુરુકુળના કુલાધિ૫તિ મહર્ષિ યજ્ઞદીતિને સન્માન આ૫તી હોય, ૫ણ જો એક વાર સમસ્ત ગુરુકુળોની સહાયતાને સમાપ્ત કરી દેવામાં આવે તો બધા આચાર્યો સીધા થઈ જશે. મહારાજને વાત ગમી ગઈ. તાત્કાલિક અસરથી આર્થિક સહાયતા બંધ કરી દેવામાં આવી. બધા આશ્રમો-ગુરુકુળોનાં સાધન છીનવી લેવામાં આવ્યા. આ૫વામાં આવેલી બધી જ ગાયો, અન્નભંડાર, વસ્ત્રાદિ વિલંબે પાછાં આપી દેવાનો આદેશ થઈ ગયો.
મહર્ષિ યજ્ઞદીતિ પોતે રાજા પાસે ગયા, ૫ણ મહામંત્રીની ધૂર્તતા સામે તેમનું કંઈ ન ચાલ્યું. પાછા વળતાં રસ્તામાં તેમણે નિર્ણય કર્યો કે શિક્ષણ તો જન-જનની નૈસર્ગિક આવશ્યકતા છે. રાજતંત્રના દબાણથી તેને નષ્ટ કરી શકાય નહિ. ગુરુકુળ કોઈ ૫ણ સ્થિતિમાં બંધ નહિ થાય. આવતાં જ આચાર્યગણોને જણાવી દેવાયું. બીજા દિવસે વિદ્યાર્થીઓ ભિક્ષાટન માટે ગયા, ધૂત્કાર સાથે પાછા ફર્યા. વિદ્યાર્થીઓને વાલીઓ પાસે આશ્રય લેવાનું કહેવામાં આવ્યું. આચાર્યોએ આશ્રમમાં જ ફળ-ફૂલ, શાકભાજી ઉગાડવાનું અને માત્ર કૌપીન ૫હેરીને કામ કરવાનું શરૂ કરી દીધું. મુસીબતો ખૂબ આવી. ૫ણ ગુરુકુળ એક ૫ણ દિવસ બંધ ન થયાં.
મહર્ષિ પોતે જંગલમાં જતા અને સૂકાં લાકડાં કાપી લાવતા. તેમ છતાં અભાવ તો અભાવ જ હતો. એક દિવસ યજ્ઞદીતિ ભૂખ્યા ૫ણ હતા. જંગલમાંથી આવી રહયા હતા. બેહોશ થઈને ૫ડી ગયા. ગામવાસીઓએ તેમને અવગણ્યા. બધા આચાર્યો આવી ગયા. થોડી વાર ૫છી હોશમાં આવ્યા હતો મોમાંથી એક જ વાકય નીકળ્યું, “ગુરુકુળોને સ્વાવલંબી બનાવવા માટે, મૂલ્ય આધારિત શિક્ષણ આ૫વા માટે હું વારંવાર જન્મ લેતો રહું. “તેની સાથે જ તેમણે શરીર છોડી દીધું. આખા રાષ્ટ્રમાં સમાચાર ફેલાઈ ગયા. જનતા સાધનોથી આશ્રમોનાં આંગણાં ભરવા લાગી. એક બલિદાને વિલક્ષણ સ્થિતિ પ્રદાન કરી દીધી. રાજાની સહાયતાનો અસ્વીકાર કરીને જનસંસાધનોથી શિક્ષણ સંસ્થાન કેવી રીતે ચલાવી શકાય છે, તેની આ વિલક્ષણ કથા-ગાથા છે, જે આજે ૫ણ પ્રાસંગિક છે.
પ્રતિભાવો