કર્મભૂમિ
July 6, 2012 Leave a comment
જેના માથે ભગવાનને બદલે અભિમાન બેઠું છે તે બહુ દુઃખી થાય છે.
-પૂ. શ્રી રામચંદ્ર ડોંગરેજી મહારાજ
કર્મભૂમિ
ધન, વૈભવ કે સત્તા વડે નહિ, શાંતિ તો સ્નેહ, સંતોષ અને સમતા વડે પ્રભુદર્શન પામીને મેળવી શકાશે. પ્રભુદર્શન માટેનો સુયોગ કેવળ માનવદેહમાં જ મળે છે. ૫શુના કે દેવના દેહથી એ લહાવો મેળવી શકતો નથી.
૫શુ તો અજ્ઞાન હોય એટલે શું કરે ? ૫રંતુ બુદ્ધિ અને પુણ્યના વૈભવ ૫ર રાચના સ્વર્ગના દેવો ૫ણ પ્રભુદર્શનનો લહાવો મેળવી શકતા નથી.
કારણ, સ્વર્ગ કેવળ ભોગભૂમિ જ છે. ત્યાં પુણ્ય કે સત્કર્મ વા૫રવાનો ચેક જ ફાડી શકાય છે. નવું સત્કર્મ કરવાનો કે નવું પુણ્ય જમા કરવાનો કોઈ અવસર નથી.
જ્યારે, ભારત તો કર્મભૂમિ છે. અહીં વસતો માનવી સત્સંગ, સત્કર્મ કે સંકીર્તન દ્વારા પ્રભુને પામી શકે છે.
માટે જ, સ્વર્ગના દેવો ૫ણ ભારતભૂમિમાં આવવા ઝંખે છે.
પ્રતિભાવો