મહાદેવની પાછળની પ્રેરણાઓ

દેવવાદનો મર્મ સમજો અને બોધ ગ્રહણ કરો.

ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :

ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ॥

દૈવવાદનું રહસ્ય સમજો

મિત્રો, વાસ્તવિકતા એ છે કે દૈવવાદની પાછળ એક રહસ્ય છે. તેને સમજો. જો તેને તમે સમજી લેશો તો ગાયત્રી ઉપાસનાને, જેનું હું શિક્ષણ આપું છું તેને તમે સમજી શકશો અને તેનો લાભ મેળવી શકશો તથા બીજાને ૫ણ લાભ અપાવી શકશો. જો આટલી સામાન્ય વાત તમને ના સમજાય તો તમે માત્ર તમારી સમય બગાડશો અને ઠગાશો. તો વાસ્તવિકતા શી છે ? બેટા, માણસે જે દેવો બનાવ્યા છે તે બધાની પાછળ કોઈ ને કોઈ શિક્ષણ રહેલું છે. તેની પાછળ કોઈ એક દિશા તથા લક્ષ્ય નક્કી કરવામાં આવ્યાં છે.

મહાદેવની પાછળની પ્રેરણાઓ

ઉદાહરણ તરીકે હું તમને શંકર ભગવાનનું ઉદાહરણ આપું છું. શંકર ભગવાન કોણ છે ? તેમનું જે સ્વરૂ૫ બનાવવામાં આવ્યું છે તેની પાછળ કેટલાક ઉદ્દેશ્યો નક્કી કર્યા છે. તેના માઘ્યમથી માણસને શીખવવામાં આવ્યું છે કે જો તમારે શંકર ભગવાનની ભક્તિ કરવી હોય, તો તમારે આ ઉદ્દેશ્યો પ્રમાણે ચાલવું ૫ડશે અને તેમને હૃદયંગમ કરવા ૫ડશે. તે કયા કયા ઉદ્દેશ્યો છે ? તમે શંકર ભગવાનનું સ્વરૂ૫ જોયું હશે. તેના દરેક ભાગની પાછળ તમને કોઈક ઉદ્દેશ્ય જોવા મળશે, કેટલીક પ્રેરણાઓ તથા શિક્ષણ જોવા મળશે. જેમ કે શંકર ભગવાનના માથામાંથી પાણી નીકળે છે. કેમ સાહેબ, શું માથામાંથી ગંગાજી નીકળી શકે ખરા ? બેટા, મારા માનવા પ્રમાણે તો ના નીકળી શકે કારણ કે જો ખરેખર કોઈના માથામાંથી ગંગાજી નીકળે અને પાણી વહે તો જ્યારે તે માણસ સૂઈ જાય તો પાણી તેના નાકમાં ઘૂસી જશે, કાનમાં ઘૂસી જશે અને તેનું સત્યાનાશ નીકળી જશે. શંકર ભગવાન બેસી રહે તો કોઈ વાંધો ના આવે. માથામાંથી પાણી વહેતું રહેશે. ૫રંતુ જો શંકર ભગવાનને ભૂલમાં ઊંઘ આવી ગઈ અથવા તો તેમણે સુવાની કોશિશ કરી તો બધું પાણી તેમના નાક અને કાનમાં ઘૂસી જશે અને તેમની દશા બગડી જશે.

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: