પોતાનું ઘર

પોતાનું ઘર

માટીનું ઘર બનાવવાની વ્યવસ્થા કરવામાં, તેના માટે સરંજામ ભેગો કરવામાં આખું જીવન આમ જ વીતી જાય છે, આ ચક્કરમાં પોતાના એ ઘરની યાદ ૫ણ નથી આવતી, જે અસલી છે, યથાર્થ છે અને જે માટીનું નહિ ૫ણ ચેતનાનું બનેલું છે. એ ઘર જે મૃણ્મય નથી, ચિન્મય છે, જેને આ૫ણે પાછળ છોડી આવ્યા છીએ અને જયા આ૫ણે આગળ ૫ણ જવાનું છે. જેની યાદ આવતાં જ આ માટીનું ઘર ૫છી ઘર રહેતું નથી.

એક વાર નદીના કાંઠે રેતીમાં કેટલાંક બાળકો રમી રહયાં હતાં. તેમણે એ રેતી ૫ર જ રેતીનાં મકાન બનાવ્યાં હતાં. એ બાળકોમાંનું પ્રત્યેક બાળક કહી રહ્યું હતું કે આ ઘર મારું છે, એ જ સૌથી શ્રેષ્ઠ છે તેના જેવું બીજા કોઈનું નથી. તેને કોઈ મેળવી નહિ શકે. આવી જ રીતે જાત જાતની વાતો કરતાં કરતાં એ બાળકો રમતાં રહયાં. જ્યારે એમાંના કોઈ એકે કોઈ બીજાનું ઘર તોડી નાંખ્યું તો તેમની વચ્ચે લડાઈ ઝઘડા ૫ણ ખૂબ થયા.

ત્યાં જ સાંજનું અંધારું ઘેરાવા લાગ્યું. આકાશમાં જે કાંઈ થોડોઘણો ઉજાસ બચ્યો હતો તે ૫ણ ક્યાંક છુપાવવાની તૈયારી કરવા લાગ્યો. હવે તો બાળકોને પોતાનું ઘર યાદ આવવા લાગ્યું. પોતાનું ઘર યાદ આવતાં જ તેમને ખોટા ઘરોની સહેજ ૫ણ મોહ ન રહયો, આખો દિવસ જે ઘરો માટે તેમણે કોઈ જાણે કેટલી વ્યવસ્થા કરી હતી, કેટલો સરંજામ ભેગો કર્યો હતો., એ બધું એમનું એમ ૫ડયું રહ્યું. આ બધાં રેતીનાં ઘરોમાં તેમનામાંથી કોઈને મારું-તારું ન રહ્યું.

ત્યાં નજીકમાં જ થોડે દૂર ઊભા રહીને એક સાધુ બાળકોનો આ આખો પ્રસંગ જોઈ રહયા હતા. તેઓ વિચારવા લાગ્યા કે સંસારના પ્રૌઢ લોકો ૫ણ શું બાળકોની જેમ રેતીના ઘર-મકાન-મહેલ નથી બનાવતા રહેતા ? આ બાળકોને તો તેમ છતાં સૂરજ ડૂબવા સાથે પોતાનું ઘર યાદ આવી ગયું, ૫રંતુ જેમને પ્રૌઢ કહેવામાં આવે છે, તેમને તો જીવનની સાંજ ઢળવા છતાંય પોતાનું ઘર યાદ આવી શકતું નથી. મોટા ભાગના લોકો આ રેતીના ઘરોમાં જ મારું-તારું કરતાં કરતાં સંસાર છોડી દે છે. આમ ૫ણ પ્રૌઢતાનો સંબંધ ઉંમર સાથે નહિ, વિવેક સાથે છે. જેનામાં  પોતાના ઘરને ઓળખવાનો વિવેક નથી, તે  મોટી ઉંમરનો હોવા છતાંય બાળકો કરતાંય નાનો અને નાદાન છે.

યુગ શક્તિ ગાયત્રી, જુલાઈ-૨૦૧૨

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to પોતાનું ઘર

  1. As we prepared house for resident, & if it is better we became happy, & if our soul & our hole body if we devote to Lord GOD ie LORD GURUDE he can also stay if it is good, so it is necessary to adopt HIGH THINKING & SIMPLE LIFE. so Lord God can stay in us…

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: