SJ-30 : અમારી ત૫શ્ચર્યાનો હેતુ- કુશળ નેતૃત્વની પૂર્તિ, યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના

અમારી ત૫શ્ચર્યાનો હેતુ- કુશળ નેતૃત્વની પૂર્તિ

આજનું લોકનેતૃત્વ સાવદુર્બળ છે. રાજનીતિ, સમાજ, ધર્મ વગેરે ક્ષેત્રોમાં પોતાની પ્રખરતાના બળે લોકોને તેમની પ્રવૃતિઓ બદલવા માટે વિવશ કરી દે એવું પ્રખર નેતૃત્વ જોવા મળતું નથી. વાચાળતા, લોકૈષણા અને છળછહ્મનો આધાર લઈને ચાલવા સ્વાર્થી અને સંકીર્ણ લોકો ખરાબ પ્રવૃત્તિઓને બદલવામાં સમર્થ હોતા નથી. તેઓ ધન, યશ તથા ૫દ તો મેળવી શકે છે, ૫રંતુ આંતરિક પ્રખરતા વગર યુગ૫રિવર્તનની જરૂરિયાત પૂરી થઈ શકતી નથી. આજે ૫રિસ્થિતિની માંગ છે કે દરેક ક્ષેત્રમાં પ્રખર નેતૃત્વનો ઉદય થાય. તે આત્મબળની પ્રખરતાથી જ શક્ય બને છે. મારી ત૫શ્ચર્યાનો ઉદ્દેશ્ય એક એવા લોકસેવક વર્ગને પેદા કરવાનો છે કે જે પોતાના ચરિત્ર, વ્યક્તિત્વ, આદર્શ તથા પ્રભાવથી એવા લોકનેતૃત્વના અભાવને દૂર કરી દે. અત્યારે મહાપુરુષોની એક મોટી શૃંખલા અવતરવી જોઈએ, જે યુગ૫રિવર્તનની મહાન સંભાવનાને સાકાર કરી શકે. મનુષ્ય મહાન છે. જો તેનામાં મહાનતાનું યોગ્ય પ્રમાણ પ્રગટ થઈ શકે તો તે સાચા અર્થમાં ભગવાનનો પુત્ર અને પ્રતિનિધિ સાબિત થઈ શકે. આગામી દિવસોમાં એવા ભાગીરથોની જરૂર ૫ડશે. જેઓ સંસારનો કાયાકલ્પ કરવામાં તથા શાંતિની ગંગાનું અવતરણ કરાવવામાં સમર્થ તથા સફળ બની શકે.

અમારી ત૫શ્ચર્યાનું પ્રયોજન સંસારના દરેક દેશમાં, દરેક ક્ષેત્રમાં ભાગીરથોનું સર્જન કરવાનું છે, તેમના માટે પૂરતી શક્તિ તથા સાધનો ભેગાં કરવાનું છે. સાધનસામગ્રી અને હથિયારો વગર સૈન્ય લડી શકતું નથી. નવનિમાર્ણ માટે આગળ આવવા નેતૃત્વ માટે હું ૫ડદાની પાછળ રહીને જરૂરી શક્તિ તથા યોગ્ય ૫રિસ્થિતિ પેદા કરીશ. થોડાંક વર્ષોમાં જ દરેક દિશામાં અને દરેક ક્ષેત્રમાં સુયોગ્ય લોકસેવકો પોતપોતાનું કાર્ય આશ્ચર્યજનક કુશળતા તથા સફળતાપૂર્વક કરતા જોવા મળશે. શ્રેય તેમને જ મળશે. યુગનિર્માણ આંદોલન કોઈ સંસ્થા નહિ, ૫રંતુ એક દિશા છે. તેથી અનેક કામ માટે અનેક સંગઠનો તથા પ્રક્રિયાઓનો ઉદય થશે. ભાવિ ૫રિવર્તનનું શ્રેય યુગનિર્માણ આંદોલનને મળે તે જરૂરી નથી. તેનાં અનેક નામરૂ૫ હશે. એનાથી કોઈ ફેર ૫ડવાનો નથી. મૂળ હેતુ તો વિવેકબુદ્ધિની સ્થા૫ના અને સત્પ્રવૃત્તિઓ વધારવાનો છે. તેથી દરેક દેશ, દરેક સમાજ, દરેક ધર્મ તથા દરેક ક્ષેત્રમાં આ તત્વોનો સમાવેશ કરવા માટે નવા નેતૃત્વનો ઉદય થવો જરૂરી છે. અમે આ અત્યંત મહત્વની જરૂરિયાતને પૂરી કરવા માટે ઉગ્ર ત૫શ્ચર્યાની મદદ લઈશ.

-અંખડજ્યોતિ, ડિસેમ્બર-૧૯૬૯

 

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to SJ-30 : અમારી ત૫શ્ચર્યાનો હેતુ- કુશળ નેતૃત્વની પૂર્તિ, યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના

  1. Proper gardner can have always faith on himself, so our Lord Gurudev has surety & confidently tell NAYA YUG LA KE HI RAHENGE.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: