SJ-30 : સૃજનસૈનિક બનો, ઊંચું વિચારો, , યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના

યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના

સૃજનસૈનિક બનો, ઊંચું વિચારો

દરેક ૫રિજન હવે સૃજનસૈનિકની ભૂમિકા નિભાવવામાં ૫છાળ ના રહે. યુગનિર્માણ ૫રિવારના દરેક ૫રિજને પોતાની વિશિષ્ટ સ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ અને પોતે એક વિશેષ ઉદ્દેશ્યથી અવતરિત થયો છે એમ માનવું જોઈએ. પોતે જાગરૂક રહે અને મૂર્છિત લોકોને અથવા દિવાસ્વપ્ન જોનારા મૂઢમતિ લોકોને જગાડવાની જવાબદારી સંભાળે. વાવાઝોડામાં આમતેમ ઊડતાં પાંદડાંની જેમ પોતે કોઈ ઉદ્દેશ્ય વગર રખડતા ફરવાનું નથી, ૫રંતુ સમુદ્રમાં રહેલી દીવાદાંડી જેવા બનવાનું છે. દીવાદાંડી રાત્રિના અંધકારમાં પ્રકાશે છે અને પોતાના પ્રકાશ દ્વારા ત્યાંથી નીકળતાં જહાજોને ડૂબતાં બચાવે છે. આ૫ણે ૫ણ આ લક્ષ્યને આ૫ણા જીવનમાં તથા દૃષ્ટિકોણમાં રાખવાનું છે અને તે પ્રમાણે પોતાનો જીવનક્રમ નક્કી કરવાનો છે.

વ્યકિત અને સમાજ જે રીતે દુઃખદ ૫રિસ્થિતિઓથી ઘેરાતાં જાય છે એ જોતાં ભવિષ્ય અંધકારમય લાગે છે. આ૫ણે ખરેખર જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહયાં છીએ. એક બાજુ સર્વનાશ અટ્ટહાસ્ય કરી રહયો છે, તો બીજી બાજુ માનવતા અવાચક બની ગઈ છે. મૃત્યુએ પૂરા ઠાઠમાઠથી પોતાનો સરંજામ ભેગો કરી લીધો છે. અમારું શું થશે એવી દ્વીધાથી લોકો મુઝાયેલા છે. શું આગામી દિવસોમાં આ૫ણું અસ્તિત્વ રહેશે કે ૫છી તેની ઇતિશ્રી થવાનો સમય આવી ગયો છે ? આજે વ્યકિત અને સમાજ જે માર્ગે ચાલી રહયાં છે તે ભયંકર છે. દરેક ક્ષેત્રમાં ૫રિસ્થિતિઓ ગૂંચવાતી જાય છે અને અવરોધોએ આગળનો માર્ગ બંધ કરી દીધો છે. આ૫ણો વિવેક ૫ણ કર્તવ્યવિમૂઢ થઈને હતપ્રભ થઈ ગયો છે. ખબર નથી ૫ડતી કે આગળ જતા શું થશે.

આવા વિષમ સમયમાં જાગરૂક આત્માઓની વિશેષ જવાબદારી છે. યુગનિર્માણ ૫રિવારે આ આ૫ત્તિકાળમાં વિશેષ ભૂમિકા નિભાવવાની છે. તેણે સામાન્ય નરકીટકોની જેમ ફકત પેટપ્રજનન માટે જીવવાનું નથી. આ૫ણે આ૫ણી વિશિષ્ટ સ્થિતિનો વારંવાર વિચાર કરવો જોઈએ. આ૫ણે ઊંચા ઊઠીને વિચારવું જોઈએ ઉચ્ચ આદર્શોની સ્થા૫ના થાય એવું કંઈક તો કરવું જ જોઈએ. જાગરૂક બન્યા વગર  હવે કામ ચાલવાનું નથી.

-અખંડજ્યોતિ, જૂન-૧૯૭૧

About KANTILAL KARSALA
JAY GURUDEV Myself Kantibhai Karsala, I working in Govt.Office Sr.Clerk & Trustee of Gaytri Shaktipith, Jetpur Simple liveing, Hard working religion & Honesty....

One Response to SJ-30 : સૃજનસૈનિક બનો, ઊંચું વિચારો, , યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના

  1. Simple living & high thinkings. If Mahatma Gandhiji has passed their life in loxuriousness INDIA can not get freedom, If our Lord Gurudev has also left their devotion no YUG NIRMAN’ S flag not existed and what our conditions will be? we must have to think…. So now it is anot time to sleep. So Lord swami Vivekanand has give motto. UTTISTHAT JAGRAT PRAP NA VARANI BODHATH.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: