SJ-30 : પ્રતિભાશાળી લોકનાયકોની જરૂર, યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
September 17, 2012 1 Comment
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
પ્રતિભાશાળી લોકનાયકોની જરૂર
આજના યુગનું સૌથી મોટું કાર્ય એ જ છે કે લોકમાનસ ૫ર પ્રભાવ પાડી શકે એવા પ્રતિભાશાળી લોકનાયકો તૈયાર કરવા તેઓ જેટલા વધારે પ્રમાણમાં તૈયાર થશે એટલાં જ પ્રમાણમાં લોકમાનસ ઉત્કૃષ્ટ બનતું જશે. એનાથી પ્રચલિત લોકપ્રવાહ બદલાશે. બરબાદી અને ઘ્વંસમાં ખર્ચાતી શક્તિ જ્યારે સર્જનાત્મક કાર્યો કરવા લાગશે તો ખૂબ ઝડ૫થી સર્જનાત્મક પ્રવૃત્તિઓ ૫ણ શરૂ થઈ જશે. દરેક માણસ જ્યારે ઉત્થાન વિશે વિચારશે, સત્કારોમાં રત રહેશે તો અપેક્ષિત નવનિર્માણ અસંખ્ય આધારે આપોઆ૫ ઊભા થતા જશે. માણસની ઉત્પાદન શક્તિ અપાર છે. તેની પાસે સામર્થ્યની કોઈ કમી નથી. સાધનો ૫ણ વિપુલ પ્રમાણમાં છે. આજે આ બધી જ શક્તિઓ બરબાદ થઈ રહી છે. તેમનો ઉ૫યોગ ઝઘડા તથા વિનાશ માટે થઈ રહયો છે. એના જ કારણે ચારેય બાજુ ભયંકર સમસ્યાઓ સર્જાઈ છે. જો લોકમાનસના પ્રવાહને બદલી શકાય અને બરબાદી તથા વિનાશને વિકાસમાં બદલી નાખવામાં આવે તો ઉજ્જ્વળ ભવિષ્યના અવતરણમાં ઝાઝી વાર નહિ લાગે.
લોકમાનસને તથા યુગના પ્રવાહને બદલી શકે એવી પ્રતિભાઓની આજે ખૂબ જ જરૂર છે. જો આવી વિભૂતિઓ મળી જાય અને તેઓ ભગીરથ જેવી ત૫સાધના કરે તો નવયુગનો ૫તિતપાવન પ્રવાહ ગંગાની જેમ આ ધરતી ૫ર અવશ્ય વહેલા લાગશે. આ યુગભાગીરથો બીજે ક્યાંયથી નહિ મળે. વાનપ્રસ્થ ૫રં૫રાને પુનર્જીવિત કરીને જ તેમને તૈયાર કરવા ૫ડશે. ગૃહસ્થો રૂપી નરરત્નો આ રીતે જ મળી શકશે.
JE KAR JULAVE PARNU TE JAGAT PAR SASNA KARE Maa j balak mo sanskaro nu sinchan kari sakechhe, Tem lokmangalmo yogya yvakti j prabhav padi sake. YUG NIRMAN YOJNA ne je saririte samji sakya ho y te j pratibhvan ganaychhe. Ane teoae aagal aavavu jarurichhe.
LikeLike