SJ-30 : ગુણ, કર્મ તથા સ્વભાવની શુદ્ધિ, યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
September 18, 2012 Leave a comment
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
ગુણ, કર્મ તથા સ્વભાવની શુદ્ધિ
બીજાઓની મદદ મેળવવા માટે તેમના દરવાજા ખખડાવવાનો જેટલો પ્રયત્ન કરવામાં આવે છે એટલો જ પ્રયત્ન પોતે સ્વાવલંબી બનવા માટે કરીએ તો વધારે સફળતા મળે છે.
એક જ દેવતા એવા છે, જેમની સાધનાનું ૫રિણામ અવશ્ય મળે છે. તે શક્તિશાળી મહાદેવ છે – આત્મદેવ. આત્મદેવની ઉપાસનાનો અર્થ છે પોતાના ગુણ, કર્મ સ્વભાવને શુદ્ધ અને ૫વિત્ર બનાવવા. મનુષ્યમાં અપાર શક્તિઓ રહેલી છે. થોડોક શરત છે કે એ માટે તત્પરતાપૂર્વક ઉત્કૃષ્ટ પ્રયાસ કરવો. મહામાનવોના જીવનમાં ડગલે ને ૫ગલે આ જ હકીકત જોવા મળે છે. તેમણે પોતાના ગુણ, કર્મ અને સ્વભાવને વ્યવસ્થિત અને ઉત્કૃષ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો છે. જયાં સુધી આત્મવિજયની ત૫સ્યા પૂરી રીતે ફળદાયી ના બને ત્યાં સુધી તેમણે પ્રયત્નો ચાલુ જ રાખ્યા.
આળસ તથા પ્રમાદ એ બે દુર્ગુણો માણસની શક્તિનો સૌથી વધારે નાશ કરે છે. અસ્તવ્યસ્ત અને અવ્યવસ્થિત લોકો અમૂલ્ય સમયને વેડફતા રહે છે. એના ૫રિણામે તેમનું સૌભાગ્ય ૫ણ ગુમ થઈ જાય છે. પુરુષાર્થી, શ્રમશીલ, મનસ્વી અને કર્મ૫રાયણ મનુષ્યો નિરંતર આત્મનિર્માણમાં સંલગ્ન રહીને થોડાક સમયમાં જ એટલાં બધા સુયોગ્ય અને સક્ષમ બની જાય છે કે પોતાની યોગ્ય આકાંક્ષાઓને સહજ રીતે પૂરી કરી શકે.
ઈમાનદાર, ભલા અને ચારિત્રવાન માણસ બનવું તે એક બહુ મોટી પ્રાપ્તિ છે. તે પ્રામાણિકતાના આકારે બીજાઓનો પ્રેમ તથા સદ્દભાવ સહજ રીતે મેળવી શકાય છે. આતંકવાદી અને ઉદ્વડ વ્યક્તિ જેટલી અહંકારી બને છે એના કરતાં અનેકગણું સન્માન વિનયશીલ અને સુસંસ્કારી વ્યક્તિ પ્રાપ્ત કરી શકે છે. સ્વાવલંબનની સાધના કરનારા લોકો જ પોતાના મનોરથ પૂરા કરવાનું વરદાન પ્રાપ્ત કરે છે. આ હકીકતને જેટલી વહેતી સમજીએ એટલું જ શ્રેયસ્કર છે.
-અખંડજ્યોતિ, એપ્રિલ-૧૯૭૩
પ્રતિભાવો