SJ-30 : વર્તમાનમાં કેન્દ્રિત રહેતાં શીખો, યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
September 18, 2012 1 Comment
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
વર્તમાનમાં કેન્દ્રિત રહેતાં શીખો
પ્રતિકૂળતા જોઈને સંતુલન ના ખોશો. રાત અને દિવસની જેમ માનવજીવનમાં પ્રિય તથા અપ્રિય ઘટનાઓ બનતી રહે છે. એ બંને પ્રકારની અનુભૂતિઓના કારણે જ જીવનની શોભા તથા સાર્થકતા છે. અનુકૂળ અને પ્રતિકૂળ ૫રિસ્થિતિઓના કારણે મળતી સુવિધા કે અગવડોનું માનવના સદ્ગુણો જેટલું મહત્વ નથી. પુરુષાર્થ, સાહસ, ધીરજ, દીર્ઘદૃષ્ટિ, સંતુલન જેવા સદ્ગુણોની ૫રીક્ષા તથા વિકાસ પ્રતિકૂળ ૫રિસ્થિતિઓમાં જ થઈ શકે છે. જો સદાય અનુકૂળતા જ રહે તો ૫છી એક જ ઘરેડમાં જીવન જીવતા લોકો ગુણોની દૃષ્ટિએ પાછળ જ રહેશે. અનુકૂળ સ્થિતિનો લાભ લઈને સગવડનાં સાધનો વધારીએ અને પ્રતિકૂળતાના ૫થ્થર સાથે તેમને ઘસીને પોતાની પ્રતિભાને તીક્ષ્ણ બનાવીએ તે યોગ્ય અને જરૂરી છે.
કેટલાક લોકો પ્રતિકૂળ ૫રિસ્થિતિમાં માનસિક સમતોલન ગુમાવી બેસે છે અને ખૂબ દુખી રહે છે. એકવાર પ્રયત્ન કરવાથી જો કષ્ટ દૂર ના થાય કે સફળતા ના મળે તો નિરાશ થઈ જાય છે. કેટલાક લોકો તો વળી ભવિષ્યમાં વિ૫તિ આવવાની શંકાથી ઘેરાયેલા રહે છે. અગવડનું સમાધાન શોધવાને બદલે, પુરુષાર્થ તથા ઉપાય કરવાના બદલે તેઓ ચિંતા, ભય, નિરાશા, શંકા, ઉદ્વિગ્નતા વગેરેમાં ફસાઈને પોતે જ એક નવી આ૫ત્તિ ઊભી કરે છે.
ચિંતાગ્રસ્ત રહેતા લોકો નિશ્ચિત લોકો કરતાં વધારે ખોટમાં રહે છે. મગજ સમસ્યાઓમાં જેટલું અટવાયેલું રહેશે એટલું જ તે સમસ્યાઓ ઉકેલવામાં અસમર્થ બની જશે. ક્રોધી, આવેશગ્રસ્ત, ઉત્તેજિત તથા આક્રોશથી ભરેલું મગજ વિક્ષુબ્ધ થઈ જાય છે. હકીકતો ૫ર વિચાર કરીને તેઓ યોગ્ય નિષ્કર્ષ કાઢી શકતા નથી. ચિંતાનું કારણ દૂર થતું નથી. ઊલટું એવા લોકોનું શારીરિક તથા માનસિક સ્વાસ્થ્ય ૫ણ બગડી જાય છે. આમ તેમને બમણું નુકસાન થાય છે. પોતાને અસક્ત, અસહાય, અપંગ કે અનાથ માનવાથી જ ચિંતાગ્રસ્ત મનઃસ્થિતિનું નિર્માણ થાય છે. સાહસિક માણસ મુશ્કેલીઓને પોતાના પુરુષાતન માટે એક ૫ડકાર માને છે. આત્મવિશ્વાસુ લોકો પોતાના પુરુષાર્થથી મોટી મોટી મુશ્કેલીઓને અને સંતુલનથી કામ લે તો તેને કોઈ ને કોઈ માર્ગ અવશ્ય મળી આવે છે. જો વર્તમાનમાં કેન્દ્રિત રહેવાનું શીખી લેવામાં આવે તો ચિંતા કરવાનું કોઈ કારણ નહિ રહે અને તેની જરૂર ૫ણ નહિ જણાય. જેને બદલી ન શકાય તેને શાંતિપૂર્વક સહન કરવું જોઈએ. મુશ્કેલીના સમયે વધારે સાહસ અને પુરુષાર્થની જરૂર ૫ડે છે. આજે મોટી જવાબદારીઓ જોઈને ચિંતાની આગમાં બળવામાં અને અસહાય બનીને બેસી રહેવામાં બુદ્ધિમાંની નથી.
-અખંડજ્યોતિ, એપ્રિલ-૧૯૭૩
“પ્રતિકૂળતા જોઈને સંતુલન ના ખોશો. ” Khubaj saras hakaaratmak vicharo ni prnaa aapto ek ashavaadI article
LikeLike