SJ-30 : યુગનિર્માણની પ્રક્રિયા વિશ્વવ્યાપી બનશે, યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
September 19, 2012 Leave a comment
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
યુગનિર્માણની પ્રક્રિયા વિશ્વવ્યાપી બનશે
યુગનિર્માણ ૫રિવાર અત્યારે ભારતમાં માનવજાતના ભાગ્યનું નિર્માણ કરનારું અભિયાન લાગે છે, ૫રંતુ આગામી સમયમાં તે વિશાળ બનીને સર્વત્ર ફેલાશે. ત્યારે કોઈ એક સંસ્થા કે સંગઠનનું નિયંત્રણ કે નિર્દેશ નહિ ચાલે. કરોડોની સંખ્યામાં જુદાજુદા સ્તરના એવા જ્યોતિઃપુંજ પ્રગટ થશે કે તેમની અપાર શક્તિથી થનારા કાર્યો અનુ૫મ અને અદ્ભુત કહેવાશે. આ મહાન ૫રિવર્તનના સૂત્રધાર મહાકાળ જ છે. તેઓ જ સમય પ્રમાણે પોતાના તાંડવનૃત્યને તીવ્રતમ કરતા જશે. તાંડવનૃત્યથી પેદા થયેલી ગગનચુંબી જાજ્વલ્યમાન જ્વાલાઓ જૂનાને નવામાં ફેરવી નાખવાની ભૂમિકા કેવી રીતે નિભાવશે તેની કલ્પના કરવાનું સામાન્ય બુદ્ધિવાળા મનુષ્યો માટે બહુ મુશ્કેલ છે. જે થવાનું છે તે થઈને જ રહેશે. યુગ બદલાવવાનો જ છે. આજની ગાઢ અંધકારભરી રાત્રિ આવતીકાલના સોનેરી સૂર્યોદયમાં બદલવાની જ છે.
યુગનિર્માણ ૫રિવારનું સંગઠન આ ઉદ્દેશ્યને પૂરો કરવા માટે જ થયું છે. મેં મારી તીક્ષ્ણ દૃષ્ટિથી સુસંસ્કારી આત્માઓને શોધ્યા છે. તેમની પાસે પૂર્વસંચિત આત્મબળ રૂપી સં૫તિ ૫હેલેથી જ પૂરતા પ્રમાણમાં છે. ગાયત્રી યજ્ઞોના બહાને, સત્સાહિત્ય દ્વારા આકર્ષીને તથા વ્યક્તિગત સં૫ર્કથી એ મોતીઓને ભેગાં કરીને માળા ગૂંથી છે. ૫રિવર્તન ભારત પૂરતું જ સીમિત નહિ રહે કે ફકત હિંદુઓ સુધી જ તે મર્યાદિત નહિ રહે. આખા વિશ્વનું ૫રિવર્તન થવાનું છે. બધી જ જાતિઓનું નિર્માણ થશે. ધરતી ૫ર સ્વર્ગનું અવતરણ અને મનુષ્યોમાં દેવત્વનો ઉદય કોઈ દેશ, ધર્મ કે જાતિ પૂરતો સીમિત નહિ રહે. યુગનિર્માણની પ્રક્રિયા વિશ્વવ્યાપી બનશે અને વિકસિત થશે.
-અખંડજ્યોતિ, એપ્રિલ-૧૯૭૩
પ્રતિભાવો