જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા
September 21, 2012 Leave a comment
જન્મ દિવસની હાર્દિક શુભેચ્છા
આજે મારા જન્મ દિવસે જે નામી – અનામી મિત્રો તરફ જે શુભેચ્છા મળેલ છે, ૫૦ વર્ષ પર્ણ એકાવનમાં વર્ષમાં પ્રવેશ આપ સૌ મિત્રોનો હું અંતઃકરણ પૂર્વક આભાર માનું છું.
જન્મ દિવસ તા.૨૧-૦૯-૨૦૧૨ ની શુભેચ્છા નિમિત્તે : જ્ઞાન મંદિરની સ્થાપના કરો…
“ઉત્તમ પુસ્તકો એવું અમૃત છે કે જેનું સાંનિધ્ય મેળવીને મનુષ્ય પોતાનું દુ:ખ – દર્દ, કલેશ બધું જ ભૂલી જાય છે.
– શ્રીરામ શર્મા આચાર્ય
“ઋષિ ચિંતનના સાંનિધ્યના”
તા. ૨૭.૭.૨૦૦૮ થી શરૂ કરેલ જે તા.૨૬.૭.૨૦૧૨ ના રોજ ચાર વર્ષ પૂરા થયા, અને પાચમાંવર્ષના પ્રવેશ થઈ ચૂક્યું છે.
શ્રી ગાયત્રી પરિવાર યુગ નિર્માણના આર્ધસ્થંભ વેદમૂર્તિ, તપોનિષ્ઠ, યુગ દ્રષ્ટા પં. શ્રીરામ શર્મા આચાર્યના વિશાલ “વિચારક્રાંતિ”ના સાહિત્ય સાગરમાંથી પસંદ કરેલા આર્ટીકલ્સ “ગાયત્રી જ્ઞાનયજ્ઞ’માં તા.૨૧-૯-૨૦૧૨ સુધીમાં
૩૦૩૬ આર્ટીકલ્સ પોસ્ટ્સનું સાત્ત્વિક, ચિંતનાત્મક અને જ્ઞાનદાયક વાચન પ્રસાદીરૂપ જે અમૃતપાન કરાવવામાં આવ્યું તે બધું જ આજે મારા જન્મ દિવસના શુભ અવસર નિમિત્ત આજ સુધીમાં ઋષિ ચિંતનના સાંનિધ્યમાં મુકવામા આવેલ.
બધી જ પોસ્ટ (આર્ટીકલ્સ) પી.ડી.એફ. ફાઈલ એ ગાયત્રી જ્ઞાન મંદિરની સ્થાપના માટે પ્રસાદી સ્વરૂપે મોકલી રહ્યો છું.
Free Down Load : pdf.file 1.88 mb
Click here : “ઋષિ ચિંતનના સાંનિધ્યના”
આર્ટિકલ વાંચીને તેને યથાશક્તિ–મતિ જીવનમાં ઉતારવા પણ પ્રયત્ન કરશો તો ખરેખર જીવન ધન્ય બની જશે. આ૫ ૫ણ આ૫નાં સ્નેહી–સંબંધી–મિત્રોને માહિતગાર કરશો, તો મારી આ મહેનતને હું સફળ ગણીશ.
પ્રતિભાવો