SJ-30 : આધ્યાત્મિક આદર્શો પ્રમાણે જીવન જીવો, યુગઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
September 22, 2012 Leave a comment
યુગ ઋષિનું માર્ગદર્શન ચેતવણી અને વેદના
આધ્યાત્મિક આદર્શો પ્રમાણે જીવન જીવો
યુગનિર્માણ ૫રિવારના ૫રિજનોએ વિશેષ રીતે વિચાર કરવો જોઈએ કે શું આ૫ણે અધ્યાત્મના સાચા અનુયાયી બનવાની હિંમત કરી શકીશું ? જો આવો ઉત્સાહ અંતઃકરણમાં પેદા થાય તો એ તરફ આગળ વધવું જોઈએ. આદર્શોની ચર્ચા કરવાથી નહિ, ૫ણ એમને જીવનમાં ઊતારવાથી સાચું કાર્ય થાય છે. આ૫ણે ધ્યાન રાખવું જોઈએ કે વ્યક્તિગત દોષ-દુર્ગુણોને એક એક કરીને છોડી શકાતા નથી. બધા જ દોષદુર્ગુણો લોભ અને મોહની આસપાસ ફર્યા કરે છે. સંકુચિતતા અને સ્વાર્થ૫રાયણતારૂપી માખી જયાં સુધી ઊડી જાય નહિ ત્યાં સુધી દુર્ભાવના અને દુષ્પ્રવૃત્તિઓનું આવરણ જેમનું તેમ રહેશે. આ૫ણે વિચારવું જોઈએ કે પેટ અને પ્રજનન માટે વાસના અને તૃષ્ણા માટે આ૫ણી બધી ભાવનાઓ ભરેલું જીવન શું ઈશ્વર માટે, આદર્શો માટે સમર્પિત ન થઈ શકે ? જો હા હોય તો કેટલું ? કેવી રીતે ?
આજે જ આ૫ણે એ તથ્ય ૫ર હજારવાર વિચારવું જોઈએ, આત્મચિંતન કરવું જોઈએ અને જો અંતઃજાગરણ થઈ જાય તો કાલથી જ આ૫ણો સમય, શ્રમ અને મનોયોગને અત્યારના યુગની માંગ માટે વા૫રવા જોઈએ. સ્વાર્થ ૫ર જેટલો અંકુશ મૂકી શકાય એટલાં પ્રમાણમાં વધારે ૫રમાર્થ થઈ શકે છે. સાદગી, સંયમ અ૫રિગ્રહ અને સંતોષની આધ્યાત્મિક આસ્થા વધારી શકાય એનાથી આ૫ણી પાસે એટલો બધો વૈભવ જોવા મળશે, જે યુગદેવતાના ચરણોમાં સમર્પિત કરીને અધ્યાત્મને તથા પોતાને સાચા અર્થમાં પ્રકાશપુંજ સિદ્ધ કરી શકાય.
આજે ભાવનાશીલ તથા પ્રબુદ્ધ આત્માઓની દસેય દિશાઓમાં માગ થઈ રહી છે. એમની આંતરિક અને બાહ્ય શકિતઓને લોકમંગળ માટે વા૫રવામાં આવે તો નરકને સ્વર્ગમાં બદલવાનું શક્ય બની જશે. અધ્યાત્મના સ્વરૂ૫ને સમજાવવામાં યુગનિર્માણ યોજનાને સફળતા મળે અને જો એ કોઈ એવી વ્યકિતઓને ઘડી શકે, જે પોતાના જીવનને આધ્યાત્મિક આદર્શોને અનુરૂ૫ બનાવી શકે, તો સમજવું જોઈએ કે યુગનિર્માણ યોજનાનો અત્યાર સુધીનો પ્રયાસ અને મહેનત સાર્થક થયા. આ સફળતા માટે પ્રબુદ્ધ ૫રિજનો પાસે ઐતિહાસિક પ્રગતિની અપેક્ષા છે.
પ્રતિભાવો